ફક્ત એક્ટિંગમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ અવ્વલ રહ્યા છે બોલીવુડનાં આ સિતારાઓ, જાણો કોણ-કોણ છે આ લિસ્ટમાં સામેલ

Posted by

બોલીવુડ સ્ટાર્સ પોતાની એક્ટિંગ અને લક્ઝરિયસ લાઇફ માટે જાણીતા છે. જ્યારે કોઈ કલાકાર એક વખત સફળતાની સીડી ચડી જાય છે, તો તેના અભ્યાસ પર કોઈ એટલું ધ્યાન નથી આપતું. જોકે આપણી બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા કલાકાર છે, જેમણે અભ્યાસમાં પણ ઘણી મહેનત કરી છે. બોલીવુડમાં એવા ઘણા મોટા ફેમસ કલાકાર છે, જે વધારે ભણેલા-ગણેલા એક્ટરમાં ગણવામાં આવે છે. આજે અમે તમને આવા જ કલાકાર સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છે.

શાહરુખ ખાન

શાહરુખ ખાને કોલમ્બિયાનાં સ્કુલથી પોતાની સ્કુલિંગ કરી અને પછી અર્થશાસ્ત્રમાં પોતાના ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરવા માટે હંસરાજ કોલેજ કયા ગયા. ત્યારબાદ પછી માસ કમ્યુનિકેશનનાં અભ્યાસ માટે તે જામિયા મિલિયા ઇસ્લામિયા ગયા. ત્યારબાદ તેમણે એક્ટિંગમાં હાથ અજમાવવા માટે અભ્યાસ છોડી દીધો.

અમિતાભ બચ્ચન

બિગ-બી એ પોતાના ગ્રેજ્યુએશનનો અભ્યાસ નૈનીતાલ નાં શેરવુડ કોલેજથી કર્યું પૂરું કર્યું છે. તેમણે કિરોડીમલ કોલેજ થી આર્ટસ અને સાયન્સમાં બે ડબલ મેજર ડિગ્રી લીધી છે. તેમણે ઓસ્ટ્રેલિયા ની ક્વીન્સ લેન્ડ યુનિવર્સિટીથી ડાયરેક્ટરની માનદ ઉપાધિ પણ પ્રાપ્ત કરે છે.

સારા અલી ખાન

નવાબ સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાને કોલંબિયા યુનિવર્સિટી ગ્રેજ્યુએશન કર્યું છે. સારા એ હિસ્ટ્રી અને પોલિટિકલ સાયન્સમાં ડિગ્રી લીધી છે.

રણદિપ હુડા

બોલીવુડ એક્ટર રણદિપ હુડાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. રણદીપની સ્કુલનો અભ્યાસ આર.કે પુરમ દિલ્હી પબ્લિક સ્કુલ માં થયો. ત્યારબાદ તે આગળના અભ્યાસ માટે મેલબોર્ન ચાલ્યા ગયા. ત્યાં રણદીપએ બિઝનેસ મેનેજમેન્ટ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી.

પરિણીતી ચોપડા

ચુલબુલી એક્ટ્રેસ પરિણિતી ચોપડાએ પોતાના શરૂઆતનો અભ્યાસ કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી થી કર્યો. ત્યારબાદ તે લંડન ગઈ, જ્યાં તેમણે માન્ચેસ્ટર બિઝનેસ સ્કુલથી બિઝનેસ, ફાયનાન્સ અને ઇકોનોમિક્સમાં અભ્યાસ કર્યો. તે વ્યવસાયથી બેન્કર રહી ચુકી છે.

કૃતિ સેનન

બોલીવુડની એક્ટ્રેસ કૃતિ સેનને જેપી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી થી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમની પાસે એન્જિનિયરિંગની ડિગ્રી છે.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ચંડીગઢ થી ડીએવી કોલેજ થી અંગ્રેજી સાહિત્યમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે ચંદીગઢમાં માસ કમ્યુનિકેશન સ્ટડીમાં પણ પોતાનું માસ્ટર પૂરું કર્યું છે.

જોન અબ્રાહમ

જોન અબ્રાહમનો અભ્યાસ બોમ્બે સ્કોટિક સ્કુલથી થયો છે. ત્યારબાદ તેમણે ત્યાંના જય હિન્દ કોલેજ ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એટલું જ નહીં તેમની પાસે એમબીએની ડિગ્રી પણ છે. બોલીવુડમાં આવતા પહેલા તે એક એડવર્ટાઈઝીંગ એજન્સીમાં મીડિયા પ્લાનર પણ હતા.

પ્રીતિ ઝિન્ટા

બોલીવુડની “ડિમ્પલ ગર્લ” ને અભ્યાસમાં ઘણી રૂચી રહી. શિમલાનાં કોલેજથી બેચલર ઇન ઇંગ્લિશ કરવાની સાથે પ્રીતિએ સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન પછી ક્રિમિનલ સાયકોલોજીમાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે.

વિદ્યા બાલન

બોલીવુડમાં સફળ એક્ટ્રેસ વિદ્યા જેટલી સફળ પોતાની કારકિર્દીમાં છે એટલી જ અવ્વલ તે પોતાના અભ્યાસમાં રહી છે. વિદ્યાએ મુંબઈના કોલેજ સોશિયોલોજીમાં ગ્રેજ્યુએશન અને મુંબઈ યુનિવર્સિટી થી આ સબ્જેક્ટમાં માસ્ટર્સ પણ કર્યું છે.

સોહા અલી ખાન

સોહા અલી ખાન પાસે ઓક્સફર્ડનાં બલીયાલ કોલેજથી મોડર્ન હિસ્ટ્રીમાં બેચલર ડિગ્રી છે. તે લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટીકલ સાયન્સ, બ્રિટનથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી ચુકી છે.

અમીષા પટેલ

કહો ના પ્યાર હે અને ગદર જેવી બોલીવુડની સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકેલી અમીશા પટેલ ઇકોનોમિકસ માં ગોલ્ડ મેડાલિસ્ટ રહી ચુકી છે. આ સિવાય અમીષાએ બાયો જીનેટીક એન્જીનીયરીંગમાં પણ ડિગ્રી પ્રાપ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *