ઝારખંડના કોયલા નગરી ધનબાદમાં એક પરિવારને કોરોના વાયરસ અને તેની સાથે જોડાયેલ ગાઇડ લાઇનને નજરઅંદાજ કરવી ખૂબ જ ભારે પડી છે. કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ થઈ ગયા છે, જ્યારે એક સભ્ય હોસ્પિટલમાં મોત સાથે લડાઈ લડી રહ્યો છે.
હકીકતમાં કતરાસનાં ચૌધરી પરિવારની સૌથી વૃદ્ધ મહિલા ૨૭ જૂન ના રોજ એક લગ્ન સમારોહમાં સામેલ થવા માટે દિલ્હી ગયા હતા. ત્યાંથી પરત ફર્યા બાદ જ્યારે ૯૦ વર્ષિય વૃદ્ધ મહિલાની તબિયત લથડી તો હોસ્પિટલમાં જાણ થઈ કે મહિલા કોરોના સંક્રમિત છે. ઈલાજ બાદ પણ મહિલાને બચાવી શકાય નહિ અને ૪ જુલાઇના રોજ તેમનું મૃત્યુ થઈ ગયું.
ત્યારબાદ સમગ્ર પરિવાર અને મહિલાના બે દીકરાઓની તપાસ કરવામાં આવી તો તેઓ પણ સંક્રમિત મળી આવ્યા અને ઈલાજ દરમિયાન તેમનું પણ મૃત્યુ થઈ ગયું. ત્યાર બાદ સંક્રમણને કારણે વધુ બે દીકરા બીમાર પડી ગયા. કોરોનાનો ડર અને ડિપ્રેશનને કારણે તેમણે પણ પોતાનો જીવ ગુમાવ્યો.
ફક્ત ૧૨ દિવસની અંદર આ પરિવારમાં કોરોના વાયરસથી પાંચ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. વળી મહિલાનો પાંચમો દીકરો પણ કોરોના સંક્રમિત મળી આવ્યો છે અને તેને રાજધાની રાંચીના રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. પરિવારના સૌથી વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ ધનબાદમાં તેમની આસપાસ રહેતા ૭૦ થી વધારે લોકોની તપાસ કરવામાં આવેલી હતી. આ દરમિયાન મૃતક મહિલાનાં ૩ દીકરા પણ સંક્રમિત મળી આવ્યા હતા. મહિલાના ૨ દીકરા પહેલાથી જ હૃદય અને ફેફસાં સંબંધી રોગથી ગ્રસિત હતા.
આ પરિવારના એક દીકરાનું મૃત્યુ ધનબાદનાં સરકારી હોસ્પિટલમાં થઈ ગયું, જ્યારે બીજાનું કોવિડ સ્પેશિયલ હોસ્પિટલ અને ત્રીજા દીકરાનું મૃત્યુ રાંચીના રિમ્સ હોસ્પિટલમાં થયું. ચોથા દીકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તેને શ્વાસ લેવામાં પરેશાની થઇ રહી હતી. ત્યારબાદ તેને જમશેદપુર ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો, જ્યાં તેનું પણ મૃત્યુ થઈ ગયું. મહિલા નો છઠ્ઠો દીકરો હજુ દિલ્હીમાં છે.
જાણકારી અનુસાર જે વૃદ્ધ મહિલાનું સૌથી પહેલાં મૃત્યુ થયું હતું તે દિલ્હીમાં રહેતા પોતાના પૌત્રનાં લગ્નમાં સામેલ થવા માટે ગયા હતા. પરિવારથી સૌથી મોટી ભૂલ એ થઈ કે કોરોના થી મૃત્યુ થયા બાદ ICMR નાં દિશાનિર્દેશો ને બદલે સામાન્ય રીતથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, જેનાથી અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાયું.