ફક્ત એક જ રાતમાં સ્ટાર બની ગઈ હતી આ ૫ અભિનેત્રીઓ, આજે ગુમનામ થઈને કરી રહી છે આ કામ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી થવું જેટલું મુશ્કેલ છે, તેટલું જ મુશ્કેલ ત્યાં પોતાના પગલાં જમાવીને રાખવા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દરરોજ ઘણા બધા નવા ચહેરાઓ આવે છે પરંતુ તે બિલકુલ પણ જરૂરી નથી કે બધા લોકો અહીં લાંબો સમય સુધી ટકી શકે. આજે અમે તમને આવી જ સુંદર અભિનેત્રીઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેમણે બોલિવૂડમાં પગ રાખવાની સાથે દર્શકોના દિલ જીતી લીધા, પરંતુ લોકો ખૂબ જ જલ્દી તમને ભૂલી પણ ગયા.

સ્નેહા ઉલ્લાલ

વર્ષ ૨૦૦૫ માં રિલીઝ થયેલી ફિલ્મ ”લકી નો ટાઇમ ફોર લવ” થી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરવા વાળી સ્નેહા ઉલ્લાલ બોલિવૂડમાં પગલાં રાખતા પહેલા જ ચર્ચામાં આવી ગઇ હતી. બધા લોકો તેને એશ્વર્યા રાયની હમશકલ કહી રહ્યા હતા. વળી તેમની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકી નહીં. ત્યારબાદ તેમણે બોલિવૂડ અને સાઉથની ઘણી બધી ફિલ્મોમાં જોવામાં આવી, પરંતુ તે સફળતા પ્રાપ્ત કરી શકી નહીં અને સમયની સાથે ધીરે ધીરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગઈ.

ડાયના પેન્ટી

વર્ષ ૨૦૧૨માં રીલિઝ થયેલી “કોકટેલ” થી પોતાની કારકિર્દીની શરૂઆત કરવા વાળી એક્ટ્રેસે પોતાની પહેલી ફિલ્મ થી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. ત્યારબાદ ડાયના પેન્ટી “હેપી ભાગ જાયેગી”,  “લખનઉ સેન્ટ્રલ” અને “પરમાણુ : ધ સ્ટોરી ઓફ પોખરણ” જેવી ફિલ્મોમાં નજર આવી. તેમની કોઈપણ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ દેખાડી શકે નહીં. જેટલી ઝડપથી ડાયના લોકોની નજરમાં આવી હતી, તેટલી જ ઝડપથી બોલિવૂડથી ગાયબ પણ થઇ ગઇ.

નરગીસ ફખરી

વર્ષ ૨૦૧૧માં રીલિઝ થયેલી ફિલ્મ “રોકસ્ટાર” થી બોલિવૂડમાં એન્ટ્રી કરવા વાળી નરગિસ ફખરી પોતાની પહેલી ફિલ્મથી બધા લોકોને પોતાના દિવાના બનાવી દીધા હતા. આ ફિલ્મમાં નરગિસ’ ફખરીની સાથે રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા. ત્યારબાદ નગરીસ ફખરી “મે તેરા હીરો”, “મદ્રાસ કેફે”, “ઢીશુમ”, હાઉસફુલ-૩”, “બેંજો” અને “અમાવસ” જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. પરંતુ લોકોના દિલમાં તે પોતાની ખાસ જગ્યા બનાવી શકી નહીં.

ભાગ્યશ્રી

સલમાન ખાન સાથે “મૈંને પ્યાર કિયા” થી અભિનય જગતમાં પગલાં રાખવાવાળી અભિનેત્રી ભાગ્યશ્રી ને લોકો આજે પણ યાદ કરે છે. તેમણે પોતાની પહેલી ફિલ્મથી દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી. મૈંને પ્યાર કિયા બાદ ભાગ્યશ્રીને ઘણી બધી ફિલ્મોની ઓફર મળી હતી, પરંતુ ભાગ્યશ્રી એ પહેલી ફિલ્મ બાદ બિઝનેસમેન હિમાલય દાસાની સાથે લગ્ન કરી લીધા અને ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવી લીધુ.

અમીષા પટેલ

વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી ફિલ્મ “કહોના પ્યાર હૈ” થી અભિનય જગતમાં પગલાં રાખવા વાળી અમીશા પટેલ પોતાની શ્રેષ્ઠ અભિનય ક્ષમતા અને માસૂમિયત ભરેલા ચહેરા ને કારણે રાતોરાત સુપરસ્ટાર બની ગઇ હતી. ત્યારબાદ ફિલ્મ ગદર થી તેમનો જાદુ જળવાઈ રહ્યો, પરંતુ ખૂબ જલ્દી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ.