ફક્ત I Love You નહીં પરંતુ આ ત્રણ શબ્દો પણ સંબંધોમાં બતાવે છે જાદુ, ટ્રાય કરી જુઓ

Posted by

દરેક પ્રેમનો સંબંધ I Love You (હું તને પ્રેમ કરું છું) થી શરૂ થાય છે. આ ત્રણ શબ્દોમાં ખૂબ જ સુંદર અહેસાસ છુપાયેલો છે. અમુક લોકોની જિંદગી આ ત્રણ શબ્દ સાંભળવાથી અથવા બોલવાથી બદલી જાય છે. આ એ જ ત્રણ શબ્દો છે, જે દરેક કપલને એકબીજાની ખૂબ જ નજીક લઈ આવે છે, પછી તે સંબંધ પતિ-પત્નીનો હોય અથવા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય. પરંતુ તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આ ત્રણ શબ્દ કોઈપણ પ્રેમનો અહેસાસ આપવા માટે કાફી છે.

જોકે આ ત્રણ શબ્દોને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે. પરંતુ શું આ ત્રણ શબ્દો બોલી દેવાથી આપણા પ્રેમની લાગણી વ્યક્ત કરી શકાય છે, જેને આપણે પ્રેમ કરીએ છીએ. જો તમારો જવાબ હાં છે, તો તમે બિલકુલ ખોટા છો. કોઈપણ વ્યક્તિને પોતાના પ્રેમનો અહેસાસ અપાવવા માટે આ ત્રણ શબ્દો કાફી નથી. અમે તમને જણાવીશું કે આ ત્રણ શબ્દો સિવાય પણ શબ્દ છે જે સંબંધોમાં જાદુ બતાવે છે.

I Appreciate You પણ ક્યારેક બોલીને જુઓ

I Appreciate You એટલે કે હું તારી કદર કરું છું. આ ત્રણ શબ્દો તમારા સંબંધોને વધારે મજબૂત બનાવવાનું કામ કરે છે. વળી અમુક જ લોકો પોતાના પાર્ટનરને આ ત્રણ શબ્દો બોલતા હોય છે. લોકો પોતાના પાર્ટનરને દિવસમાં ઘણી વખત I Love You તો બોલી દેતા હોય છે, પરંતુ ક્યારેય પણ Appreciate You એટલું બોલીને પોતાના પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવતા નથી. જો તમે આ ત્રણ શબ્દ પોતાના પાર્ટનરને કહો છો, તો તમારો પ્રેમ વધારે ઊંડો અને લાગણીશીલ બનશે. સાથોસાથ તમે પોતાના પાર્ટનરને અહેસાસ અપાવી શકે તે તમારા માટે કેટલો ખાસ છે.

શા માટે જરૂરી છે આ ત્રણ શબ્દ?

આ વાતને સમજવા માટે આપણે બાળપણનું ઉદાહરણ લઈએ છીએ. જ્યારે તમારા શિક્ષક તમારા હાથ પર સ્ટાર બનાવીને તમને Appreciate કરતા હતા. જ્યારે તમે સ્ટેજ પર પરફોર્મ કરવા જતા હતા અને Audience તાળી વગાડી ને તમને Appreciate કરતી હતી, તો તે સમયે તમારી બધી જ ચિંતાઓ દૂર થઇ જતી હતી અને તમે પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરી શકતા હતા. બસ આવી રીતે જ પ્રેમનો પણ આવો જ નિયમ છે. જો માનવામાં આવે તો આ ત્રણ શબ્દ તમારા પ્રેમ ભર્યા સંબંધમાં વધારે મીઠાશ ઉમેરી દે છે. તમે પણ પોતાના પાર્ટનરને આ ત્રણ શબ્દો કહો અને પછી તેનો જાદુ જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *