ફક્ત સલાડ વેંચીને મહિનામાં ૧ લાખ રૂપિયા કમાય છે આ મહિલા, વોટ્સઅપ થી શરૂ કર્યું હતું માર્કેટિંગ

Posted by

ખાવાની સાથે સલાડ ખાવું એક સારી આદત હોય છે. હવે આજકાલના લોકો તો હેલ્થને લઈને વધારે જાગૃત પણ થઇ ગયા છે. એવામાં સલાડ વધારે ખાય છે. હોટલમાં તો શાક-રોટલી સાથે સલાડ મફતમાં મળી જાય છે. પરંતુ આજે અમે તમને એક એવી મહિલા જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે સલાડ વેચીને લાખો રૂપિયાની કમાણી કરી લીધી છે. પુનામાં રહેવાવાળી મેઘા બફના નો સલાડનો બિઝનેસ છે. એમણે સલાડનાં મેનુ થી લઈને ઘણી જાતના પ્રયોગ કર્યા અને હવે તે દરરોજનાં ઘણા લોકોને સ્વાદિષ્ટ સલાડ ખવડાવીને સારા એવા પૈસા કમાઈ રહી છે.

૩૫૦૦ રૂપિયાથી શરૂ કર્યો હતો બિઝનેસ

મેધાએ પોતાનો બિઝનેસ ૨૦૧૭માં શરૂ કર્યો હતો. ત્યારે તે રિયલ એસ્ટેટમાં જોબ પણ કરતી હતી. પરંતુ એને જીવનમાં કંઈક અલગ કરવું હતું. તેવામાં એને સલાડ વેચવાનો આઈડિયા આવ્યો. એમના માટે એમણે ૩૫૦૦ રૂપિયા ખર્ચ કરી પોતાના બિઝનેસ શરૂ કર્યો. શરૂઆતમાં તે વોટ્સેપ પર પોતાની બનાવેલી સલાડનાં ફોટો શેર કરતી હતી. એવામાં પહેલા દિવસે એમને ૫ ઓર્ડર આવ્યા. તેઓ તેમના મિત્રો જ હતા. એમના સ્ટાર્ટઅપનું નામ “કીપ ગુડ શેપ” છે.

પહેલા દિવસે મળ્યા હતા ઓર્ડર

ધીરે-ધીરે લોકો સુધી મેધાનો ટેસ્ટી સલાડ ફેમસ થવા લાગ્યો. એમના ઓર્ડર વધવા લાગ્યા. જલ્દી એણે પોતાના સ્ટાફ પણ વધારી દીધો. પહેલાં તે એકલી કામ કરતી હતી, પરંતુ હવે એમને શાકભાજી કાપવા માટે ૯ મહિલા અને ડિલિવરી કરવા માટે ૧૦ ડિલિવરી એજન્ટ રાખ્યા છે.

મહિનાનાં ૧ લાખ સુધી કમાઈ લે છે

મેઘા આ બિઝનેસથી મહિનાનાં ૭૫ હજાર રૂપિયાથી લઈને ૧.૨૫ લાખ રૂપિયા સુધીનો નેટ પ્રોફિટ કમાઈ લે છે. છેલ્લા ૩-૪ વર્ષમાં તે ૨૨ લાખ રૂપિયાની કમાણી માત્ર સલાડ વેચીને જ કરી ચુકી છે. જોકે એ બધું એટલું સરળ પણ ન હતું. એના માટે તે રોજ સવારે સાડા ચાર વાગ્યે ઊઠતી હતી અને પછી સલાડનાં પેકેટ તૈયાર કરવા માટે લાગતી હતી. ઉપરથી બાળકોને સંભાળવા, ઘરની દેખરેખ, શાકભાજી લાવવું એ બધું પણ ચાલતું હતું. જોકે પોતાના સ્ટાફ વધાર્યા બાદ તેમને ઘણી હેલ્પ મળી ગઈ છે.

ક્યારેય હાર નથી માની

લોકડાઉન પહેલા એમની પાસે ૨૦૦ રેગ્યુલર કસ્ટમર હતા. એમને આ બીઝનેસ સ્ટાર્ટ કર્યા બાદ ઘણી ખોટ પણ થઈ. પરંતુ એમણે હાર માની નહિ અને સતત કામ કરતી રહી. આ એમની મહેનતનું પરિણામ છે કે આજે તે સલાડ વેચીને લોકો પાસે પૈસા કમાઈ રહી છે. મેઘા પોતાના સલાડનાં મેનુ માં દરરોજ ચેન્જ કરતી રહે છે. તે ડાયાબીટીસ કે અન્ય બીમારીથી પીડિત દર્દીઓ માટે સ્પેશ્યલ સલાડ પણ તૈયાર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *