ફક્ત સલમાન ખાન જ નહીં પરંતુ આ લોકોનાં પ્રેમમાં પણ કેદ થઈ ચુકી છે ઐશ્વર્યા, નંબર ૩ વિશે તો ભાગ્યે જ કોઈ જાણતું હશે

Posted by

ઐશ્વર્યા રાય હિન્દી સિનેમાની સૌથી સુંદર અને સફળ એક્ટ્રેસ માંથી એક માનવામાં આવે છે. એમણે પોતાની સુંદરતાથી તો આખી દુનિયાને દિવાના બનાવ્યા છે. જ્યારે તે પોતાની ફિલ્મો સાથે જ પોતાના લવ અફેરને લઈને પણ ચર્ચામાં રહી છે. આવો આજે તમને એશ્વર્યા રાય બચ્ચનનાં બધા લવ અફેર વિશે બતાવીએ.

એશ્વર્યાનો જન્મ ૧ નવેમ્બર, ૧૯૭૩માં કર્ણાટકનાં બેંગ્લોરમાં થયો હતો. ત્યારબાદ એશ્વર્યા રાયનો પરિવાર મુંબઈ આવી ગયો હતો. એશ્વર્યા રાયે હિન્દીની સાથે જ ઇંગ્લીશ, તમિલ અને બંગાળી ભાષાની કુલ ૪૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૯૭માં તમિલ સિનેમા થી થઈ હતી. આ દરમિયાન તેની ફિલ્મ “જીન્સ” રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી. ત્યારબાદ વર્ષ ૧૯૯૯માં તેની બોલીવુડ કારકિર્દીની શરૂઆત કરી હતી.

બોલીવુડમાં એશ્વર્યા રાય બચ્ચનની પહેલી ફિલ્મ “ઓર પ્યાર હો ગયા” હતી. જેમાં બોબી દેઓલે પણ કામ કર્યું હતું. જોકે ફિલ્મ સફળ રહી ન હતી. ત્યારબાદ એશ્વર્યા અજય દેવગન અને સલમાન ખાન સાથે ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” માં કામ કર્યું. ફિલ્મને બોક્સ ઓફિસ પર ઘણી સફળતા પ્રાપ્ત થઈ અને ઐશ્વર્યાની બૉલીવુડ કારકિર્દી ચાલી પડી હતી. ચાલો હવે એક નજર તેમના અફેર પર કરીએ.

સલમાન ખાન

એશ્વર્યાનું સૌથી ચર્ચિત અફેર અભિનેતા સલમાન ખાન સાથે રહ્યું હતું. જણાવવામાં આવે છે કે બંને ફિલ્મ “હમ દિલ દે ચુકે સનમ” દરમિયાન એકબીજાની ઘણા નજીક આવી ગયા હતા. પરંતુ બંનેનું રિલેશન બે વર્ષ પછી સમાપ્ત થઈ ગયું. બ્રેકઅપ માટે એશ્વર્યા રાયે  પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે “સલમાન અને મારુ માર્ચમાં બ્રેક-અપ થઈ ગયું હતું. પરંતુ તે આ વાત માનવા માટે તૈયાર ન હતા. જ્યારે અમારું બ્રેકઅપ થયું તો તેણે મને કોલ કરી વાહિયાત વાતો કરી. તેણે મારા પર હાથ પણ ઉઠાવ્યો હતો. હું લકી રહી કે મારા પર કોઈ નુકસાન થયું નહીં. સલમાનનાં આવા વ્યવહારને કારણે જ અમારા રિલેશન સમાપ્ત થઈ ગયા.”

જ્યારે સલમાને પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “ના, મેં તેને ક્યારેય નથી મારેલી. તે એક સમય હતો જ્યારે હું મારો કંટ્રોલ ખોઈ બેસ્યો હતો. તેણે મારા પર ચમચી ફેંકીને મારી હતી. મારા માથા પર પ્લેટ તોડી દીધી હતી. મારો કોલર પકડીને મારવાની કોશિશ કરી હતી. ત્યારે મેં પણ તેના પર હાથ  ઉઠાવી દીધો હતો.”

વિવેક ઓબેરોય

સલમાન બાદ ઐશ્વર્યાનું નામ અભિનેતા વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. બંનેનાં રિલેશનને લઈને એક સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે હંમેશા કપલ તરીકે એવોર્ડ્સ શો અને  ચેરીટેબલ ફંકશન અટેન્ડ કરતા હતા. દેશ અને વિદેશમાં સાથે ટ્રાવેલ કર્યું છે અને એકસાથે ફિલ્મ “ક્યુ.. હો ગયા ના” માં  કામ પણ કર્યું છે. જે વિવેકનાં મિત્ર સમીર નિક દ્વારા ડાયરેક્ટ કરી હતી.”

સુત્રોએ આગળ કહ્યું હતું કે,”ઐશ્વર્યા એ વિવેકને જણાવી દીધું હતું કે, તે તેની સાથે લગ્ન  કરશે નહીં. તેણે વિવેક સાથે પોતાનાં રિલેશન તોડવાની પણ વાત કરી હતી. બંનેના બ્રેકઅપનું કારણ તે બંને જ જાણે છે અને હા, તેમને મીડિયાને કોઈ કલેરીફિકેશન આપવાની જરૂરિયાત નથી. મને બંનેનાં બ્રેકઅપનું કારણ ખબર છે, પરંતુ જો કે તે પર્સનલ છે. એટલા માટે હું એના પર કોમેન્ટ કરવા નથી ઈચ્છતી. તે મિત્ર તરીકે વિવેકને પસંદ કરે છે અને તે તેમના વિશે કંઈક નેગેટિવ કહેવા નથી ઇચ્છતી. પરંતુ પછી જો વિવેક લાંબા સમયથી ચાલી રહેલા રિલેશન વિશે કહાનીઓ બનાવવાનો નિર્ણય કરે છે, તો તેમાં ઐશ્વર્યાની કોઈ ભૂલ નથી ને?”

રાજીવ મુલચંદાની

મોડલ રાજીવ મુલચંદાની સાથે પણ એશ્વર્યાનું નામ જોડાયું છે. જ્યારે તે અભિનેત્રી મનિષા કોઈરાલાનાં બોયફ્રેન્ડ પણ રહી ચૂક્યા છે. રાજીવ અને ઐશ્વર્યાનાં રિલેશનને લઈને મનીષાએ એક નિવેદન આપ્યું હતું. એક ઇન્ટરવ્યૂમાં મનીષાએ કહ્યું હતું કે, તે રાજીવને ડેટ કરી રહી છે અને તેમની સાથે રિલેશનને લઈને રાજીવે એશ્વર્યા રાયને છોડી છે.

અભિષેક બચ્ચન

અભિષેક અને ઐશ્વર્યા વર્ષ ૨૦૦૦માં ફિલ્મ “ઢાઈ અક્ષર પ્રેમ કે” અને ૨૦૦૩માં “કુછ ના કહો” માં કામ કર્યું હતું. આ દરમિયાન બંને વચ્ચે ઘણી સારી મિત્રતા થઈ ગઈ હતી. પછી આગળ જઈને આ રિલેશન પ્રેમમાં બદલાઇ ગયો. અભિષેકે સાચો સમય જોઈ ૨૦૦૭માં લગ્ન માટે ઐશ્વર્યાને પ્રસ્તાવ આપ્યો અને ઐશ્વર્યાએ પણ હાં કરી દીધી હતી. આ દરમિયાન બંને ટોરોન્ટોમાં ફિલ્મને લઈને ગયા હતા.

ઐશ્વર્યા અને અભિષેક જ્યારે ભારત ફર્યા તો બંનેની સગાઇ થઇ ગઇ અને પછી ઘણા ધામધુમથી બંનેએ ૨૦ એપ્રિલ ૨૦૦૭માં લગ્નનાં બંધનમાં બંધાઈ ગયા. આ મોટા લગ્નમાં બોલીવુડની મોટામાં મોટી હસ્તીએ ભાગ લીધો હતો. લગ્ન પછી એશ્વર્યા ધીરે ધીરે ફિલ્મોથી દુર થવા લાગી.

બતાવી દઇએ કે લગ્નનાં ૪ વર્ષ પછી એશ્વર્યા અને અભિષેકે દીકરીનું સ્વાગત કર્યું હતું. વર્ષ ૨૦૧૧માં દીકરીનો જન્મ થયો. જેનું નામ આરાધ્યા રાખવામાં આવ્યું. આરાધ્યા એક ચર્ચિત સ્ટાર કિડ્ઝ માનવામાં આવે છે. તે હવે ૯ વર્ષની થઇ ચૂકી છે અને હંમેશા પોતાના માતા-પિતા તથા દાદા અમિતાભ બચ્ચન સાથે નજર આવતી રહે છે.

જણાવી દઈએ કે હવે એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મોમાં નજર નથી આવતી. તે લાંબા સમયથી ફિલ્મી પરદા થી દુર છે. તેમની નેટવર્થની વાત કરવામાં આવે તો એશ્વર્યા ૩૧ મિલિયન ડોલર એટલે કે લગભગ ૨૨૭ કરોડ રૂપિયાની સંપત્તિની માલકીન છે. તેમની પાસે ઓડી A8L, મર્સિડીઝ બેન્ઝ S500, મર્સિડીઝ બેન્ઝS350d,  બેન્ટલી કોંટિનેંટલ GT અને મર્સિડીઝ GL63 AMG જેવી લક્ઝરી તથા મોટી ગાડીઓ પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *