ફક્ત સુશાંત જ નહીં બોલીવુડનાં સ્ટાર્સની કારકિર્દી બરબાદ કરી ચુક્યા છે સલમાન ખાન? ઐશ્વર્યાની તો કરી હતી આવી હાલત

Posted by

બોલિવુડના દબંગ સલમાન ખાન સામાન્ય રીતે હંમેશા ફેન્સના હૃદયમાં છવાયેલા રહે છે. પરંતુ આજકાલ તે લોકોના ગુસ્સાનો સામનો કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યા બાદ ફેંસનો ગુસ્સો સલમાન ખાન ઉપર ભડકી ગયો છે. હકીકતમાં સલમાન ખાન પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેમણે સુશાંતની કારકિર્દી બરબાદ કરવાનું ષડયંત્ર કર્યું હતું. જેના કારણે સુશાંત ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા અને તેમણે આત્મહત્યા કરી લીધી.

બિહારમાં તો સલમાન ખાનનાં પોસ્ટર પણ સળગાવવામાં આવી રહ્યા છે. જો કે સલમાન ખાનનાં સમર્થક તેમના બચાવમાં ઉતરી આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સુશાંત પહેલા અન્ય એક્ટરની કારકિર્દી બરબાદ કરવાનો આરોપ પહેલા પણ લાગી ચૂક્યો છે. તો તેમને જણાવીશું કે તે સ્ટાર કયા કયા છે.

વિવેક ઓબરોય

આ લિસ્ટમાં વિવેકનું નામ સૌથી પહેલા આવે છે. કારણ કે તેમણે ખુલ્લી રીતે સલમાન ખાનની ગુંડાગર્દી લોકોની સામે જણાવી હતી. તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સલમાન ખાને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે તેઓએ કહ્યું હતું કે સલમાન ખાન તેમની સાથે ઉદ્ધતાઈ પૂર્વક વાત કરતા હતા. આ ખબર બાદથી જ વિવેક ઓબરોયની કારકિર્દી ડૂબી ગઈ અને તેમને પાસેથી ઘણી ફિલ્મો લઇ લેવામાં આવી.

એશ્વર્યા રાય બચ્ચન

સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ એશ્વર્યાનું જીવન પણ ખૂબ જ પરેશાન રહ્યું છે. એક ઇન્ટરવ્યૂમાં એશ્વર્યા સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે તેઓ તેમની કારકિર્દી ખતમ કરી દેવા માંગતા હતા. એટલું જ નહીં શાહરૂખ ખાનની ફિલ્મ ચલતે-ચલતે માંથી સલમાન ખાનને કારણે એશ્વર્યાને બહાર થવું પડ્યું હતું. એક સમય એવો પણ હતો કે જ્યારે એશ્વર્યાને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. જોકે એશ્વર્યાએ પોતાને સંભાળી અને સલમાન ખાનથી સંપૂર્ણ રીતે દૂર કરી લીધી.

જોન અબ્રાહમ

બોલિવૂડમાં ધૂમ મચાવવા વાળા જોન પણ સલમાન ખાન સાથે પંગો લઈ ચૂક્યા છે. હકીકતમાં એક ડાન્સ ટુર દરમિયાન સલમાન અને જોનની વચ્ચે ફી ને લઈને વિવાદ બની ગયો હતો. આ વિવાદ બાદ થી જોન અબ્રાહમે સલમાન ખાન પર આરોપ લગાવ્યો હતો કે તેઓ સ્ટાર પાવરનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારબાદ જોને જણાવ્યું હતું કે તેને ઘણી ફિલ્મોમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે જોને પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું હતું.

ઋત્વિક રોશન

ઋત્વિક રોશન અને સલમાન ખાન પણ ક્યારે કોઈ ફિલ્મમાં સાથે નજર આવ્યા નથી. પરંતુ સલમાન ખાન ઋતિક રોશનની મજાક ઉડાવવા થી પણ પાછળ રહેલા નથી. હકીકતમાં “ગુજારીશ” ફિલ્મ દરમિયાન સલમાને ઋત્વિકને લઈને ખૂબ જ ખરાબ મજાક કરી દીધી હતી. તેનાથી ઋત્વિક અને સંજય બંને સલમાનખાન થી નારાજ થઈ ગયા હતા. જોકે ઋત્વિક પોતે એક સ્ટાર કીડ છે અને ફેન્સનાં ફેવરીટ છે, એટલા માટે સલમાન તેમનું કંઈ બગાડી શક્યા નહીં.

અરિજિત સિંહ

અરિજિત સિંહ પણ આ લિસ્ટમાં સામેલ છે, જેમણે સલમાન ખાન સાથે પંગો લીધો હતો. ગીલ્ડ એવોર્ડ્સ દરમિયાન સલમાને અરિજીત સિંહની મજાક ઉડાવી હતી. અરિજીતે પણ તેમના ઉપર અમુક ટિપ્પણી કરી દીધી હતી. સલમાન ખાન તેને સહન કરી શક્યા નહીં અને તેઓએ પોતાની ફિલ્મોમાંથી અરિજીતનાં બધા જ ગીતો કઢાવી નાખ્યા હતા. જોકે અરિજીત સિંહ પોતાને એટલા સ્થાપિત કરી ચૂક્યા હતા કે સલમાન ખાન તેમની કારકિર્દી બરબાદ કરી શક્યા નહીં.

સાહિલ ખાન

સ્ટાઇલ અને એક્સક્યુઝ મી જેવી ફિલ્મોમાં કામ કરવાવાળા સાહિલ ખાન પણ બે ફિલ્મો બાદ ગાયબ થઇ ગયા. તેઓ સલમાન ખાનનું નામ તો લીધું નહીં પરંતુ કહ્યું હતું કે એક મોટા ખાને તેમની કારકિર્દી બરબાદ કરી છે. તેમનો ઇશારો સલમાન ખાનની તરફ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *