ફેમસ એક્ટ્રેસ નોરા ફતેહીનાં ફેન્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શુટિંગ દરમ્યાન અભિનેત્રી થઈ ખરાબ રીતે ઘાયલ

Posted by

બોલીવુડમાં પોતાના સારા ડાન્સ માટે જાણીતી એક્ટ્રેસ નોરા ફતેહી હાલનાં દિવસોમાં ખુબ જ ચર્ચિત છે. આ દિવસોમાં તે મલ્ટીસ્ટારર ફિલ્મ “ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” માં કામ કરી રહી છે. જેનું શુટિંગ ચાલી રહ્યું છે. તેમાં નોરા ફતેહી હિના રહમાન નામનું કિરદાર નિભાવતા નજર આવશે. જેનો ફર્સ્ટ લુક પણ એક્ટ્રેસે બહાર પાડ્યો છે. હાલમાં જ નોરા ફતેહી એ ફિલ્મની શુટિંગ લઈને એક એવી વાત મીડિયા સામે રાખી છે. જેને જાણીને તેમના ફેન્સ ઘણા નિરાશ થઈ રહ્યા છે. નોરાએ જણાવ્યું કે ફિલ્મના એક સીનમાં માટે તેમના ચહેરા પર ઇજા બતાવવામાં આવવાની હતી, પરંતુ તેના ચહેરા પર ખરેખર ઇજા થઇ ગઈ. ત્યારબાદ ફિલ્મની શુટિંગ સાચી ઇજા સાથે જ કરવામાં આવી હતી.

નોરાએ આગળ જણાવ્યું હતું કે અમે એક એક્શન સીન શુટિંગ કરી રહ્યા હતા. ડાયરેક્ટરનું કહેવાનું હતું કે તેમણે એક જ ટેકમાં સીન શુટ કરવાનો છે. નોરા એ કહ્યું કે, “સીન માં મારા કો-એક્ટરે મારા માથા પર ગન મુકી હતી, જેને છીનવીને મારે તેની પીટાઇ કરવાની હતી. પરંતુ થયું કંઈક એવું કે તે ગન ધાતુની બનેલી હતી, એટલા માટે  તેને મારા ચહેરા પર લગાવવાથી તેનો એક ભાગ મારા માથા પર જઈને લાગ્યો અને મને ઘણી ઇજા થઇ ગઈ. આ ઇજાને કારણે મને ઘણું લોહી પણ નીકળ્યું હતું. સારી વાત એ હતી કે આ ઇજાનાં કારણે ખોટી ઇજાને અસલી બનાવીને બતાવવામાં આવી હતી.”

નોરા એ ફિલ્મ સાથે જોડાયેલા રોચક કિસ્સાનો ખુલાસો કરતા આગળ બતાવ્યું કે, “તે દિવસ પછી અમે એકબીજા એક્શન સીન માટે શુટિંગ કરવાની હતી. આ સીન એક સિકવન્સ હતો. તેમાં દોડવા અને એકસન સાથે ઝડપ ગતિ થી ચાલવાની માંગ પણ હતી. પરંતુ આ વચ્ચે હું પડી ગઈ અને મારી આંગળીઓ ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ. અહીં સુધી કે મને ફિલ્મ દરમિયાન જ સ્લિંગ પહેરવી પડી હતી. આ સીન મારા માટે શારીરિક રૂપથી ઘણો કઠીન સાબિત થયો. મજેદાર વાત એ હતી કે એના કારણે બધા દ્રશ્યને મારે કોઈ સ્ટંટ ડબલ વગર જાતે જ પુરા આપવા પડ્યા હતા. પરંતુ હવે હું ગર્વ સાથે પોતાના નિશાન પહેરું છું, કારણકે મને એનાથી ઉત્કૃષ્ટતા શીખવા મળી છે અને હું તેને જીવનભર સંભાળીને  રાખીશ.”

જાણકારી માટે જણાવી દઇએ “ભુજ : ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” ૧૩ ઓગસ્ટે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં તમને નોરા ફતેહી સિવાય સોનાક્ષી સિંહા, અજય દેવગન, સંજય દત્ત, પરિણીતી ચોપડા અને એમી જેવા મોટા કલાકાર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *