ધડાકા સાથે ફાટશે સ્માર્ટફોન! ફાસ્ટ ચાર્જિંગ કરતાં લોકોએ આજે જ સાવધાન થઈ જવું જોઈએ

આજકાલ સ્માર્ટફોન થી જીવન ખુબ જ આરામદાયક બની ગયું છે. એવા કામ જેને કરવામાં કલાકો થતી હતી અથવા તો જેને કરવામાં ખુબ જ સમય પસાર થતો હતો, ખુબ જ મહેનત કરવી પડતી હતી, હવે સ્માર્ટફોનને લીધે તે બધું જ સરળ બની ગયું છે. ટેક્સી બુક કરાવવી હોય કે એર ટિકિટ, ભોજન ઓર્ડર કરવું હોય કે ભોજન બનાવવા માટે કોઈ એપ્લાયન્સીસ, બિલ પેમેન્ટ કરવું હોય કે ઓનલાઈન કોઈ કામ, સ્માર્ટફોન થી હવે બધું એક ક્લિક જેટલું સરળ બની ગયું છે. પરંતુ સ્માર્ટફોનની બેટરીનો ઉપયોગ વધારે થતો હોય છે. તેમાંથી જો ઘરેથી નીકળતા સમયે ફોન સંપુર્ણ ચાર્જ ન હોય અથવા બેટરી ચાર્જ કરવાનું ભુલી ગયા હોય તો હકીકતમાં દિવસ ખુબ જ ખરાબ પસાર થતો હોય છે. એટલા માટે આજે મોટી મોટી સ્માર્ટફોન બ્રાન્ડ પોતાના સ્માર્ટફોન માટે ફાસ્ટ ચાર્જર કરવા માટે ચાર્જર લોન્ચ કરે છે અથવા તો ખાસ પ્રકારના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરવા વાળી બેટરી વાળા સ્માર્ટફોન લોન્ચ કરે છે.

આજે અમે તમને જણાવીશું કે શું ફાસ્ટ ચાર્જિંગથી તમારો ફોન સામાન્યથી ખુબ જ ઝડપથી ચાર્જ થાય છે કે નહીં. પરંતુ સવાલ એ છે કે ફાસ્ટ ચાર્જિંગ ફોનની બેટરીને નુકસાન તો નથી પહોંચતું ને? અમે તમને જણાવીશું કે ફાસ્ટ ચાર્જિંગ શું છે અને તેના માટે તમારે શું કરવું જોઈએ.

ફોનને ફાસ્ટ ચાર્જ કેવી રીતે કરવો?

ધ્યાન આપવાની વાત છે કે બધા ચાર્જર ફાસ્ટ ચાર્જર હોતા નથી અને એવી જ રીતે બધા ફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતા નથી. ફાસ્ટ ચાર્જિંગ માટે ખુબ જ જરૂરી છે કે તમારું ચાર્જર અને ફોન બંને ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતા હોય. જો તમારું ચાર્જર ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ નથી કરી રહ્યું તો તમારો ફાસ્ટ ચાર્જિંગ વાળો ફોન સામાન્ય સ્પીડથી જ ચાર્જ થશે. એવી જ રીતે જો ફાસ્ટ ચાર્જર થી તમે ફાસ્ટ ચાર્જિંગ ફંકશન વિનાનો ફોન ચાર્જ કરશો તો પણ સામાન્ય ગતિથી જ ફોન ચાર્જ થશે. એટલા માટે ફાસ્ટ ચાર્જિંગ માટે ચાર્જર અને ફોન બંનેમાં ફાસ્ટ ચાર્જિંગનું ફંકશન હોવું ખુબ જ જરૂરી છે. તે સિવાય તમે પોતાના ફોનને ફાસ્ટ ચાર્જિંગ પાવર બેંક પણ ચાર્જ કરી શકો છો.

શું ફાસ્ટ ચાર્જિંગ થી ફોનની બેટરીને નુકસાન પહોંચે છે?

જો તમારો ફોન અને ચાર્જર બંને ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે તો તેનાથી બેટરી પર કોઈ નુકસાન થતું નથી, પરંતુ ચાર્જર અથવા ફોન એક પણ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ નથી કરતું તો તેનાથી સ્માર્ટફોનની બેટરી પર દબાણ પડે છે અને ફોન ધમાકા ની સાથે ફાટી શકે છે. એટલા માટે ફાસ્ટ ચાર્જર નો ઉપયોગ કરતા પહેલા એ જાણી લેવું જોઈએ કે તમારો ફોન ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે કે નહીં.

ફાસ્ટ ચાર્જિંગ કેવી રીતે થાય છે?

ફાસ્ટ ચાર્જિંગ કાર ચાર્જર પોતાના ચાર્જિંગ કેબલ થી વધારે પાવર સપ્લાય કરે છે. માની લો કે જો 12W નું ચાર્જર થી મોબાઈલ ફોન ચાર્જ કરવામાં લગભગ ૨ કલાક લાગે છે તો 18W નાં ચાર્જરને ફક્ત ૧.૫ કલાક લાગે છે. ફોનની બેટરી ખાલી થવા પર ચાર્જર બેટરી ને વધારેનો પાવર સપ્લાય કરે છે. ફોનની બેટરી ખરાબ ન થાય એટલા માટે જેમ ફોનની બેટરી ચાર્જ થાય છે ચાર્જર પાવર સપ્લાય ની સ્પીડ ઓછી કરી નાખે છે. ફાસ્ટ ચાર્જિંગ બિલકુલ ખાલી થઈ ચુકેલી બેટરીને ઓછા સમયમાં જલ્દી રિચાર્જ કરવા માટે બિલકુલ યોગ્ય છે.