ફિલ્મ ભુજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા માં બતાવવામાં આવેલ રણછોડ પગી કોણ હતા, કચ્છમાં એકલા હાથે ૧૨૦૦ પાકિસ્તાની સૈનિકો પર ભારે પડી ગયા હતા

Posted by

આજનાં આર્ટિકલમાં અમે ઇન્ડિયાનાં એક એવા કલાકાર વિશે વાત કરીશું, જેનું નામ દેશમાં ઘણા ઓછા લોકોએ સાંભળ્યું હશે. પરંતુ તે પણ હકીકત છે કે આ વ્યક્તિએ ૧૯૬૫માં થયેલા ભારત – પાકિસ્તાન યુદ્ધ અને ૧૯૭૧નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી. હાથમાં બંદુક ઉઠાવ્યા વગર માત્ર પોતાની આવડતથી આ વ્યક્તિએ પાકિસ્તાનને જે ઘાવ આપ્યા, તેને કદાચ તેઓ ભાગ્યે જ ભુલી શકશે.

જી હાં, મિત્રો અમે વાત કરી રહ્યા છીએ રણછોડદાસ પગી ની. બકરી અને ઊંટ પાળીને  પોતાનું ગુજરાન કરવા વાળા રણછોડદાસ પગીએ ભારતીય સેના માટે કેટલું યોગદાન આપ્યું, તેને તમે આ વાતથી સમજી શકો છો કે સેમ માણેકશો પણ પોતાના જીવનના અંતિમ સમય સુધી રણછોડદાસ પગી ને યાદ કરતા રહ્યા. સેમ માણેકશો વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. ભારતીય સેનાના પુર્વ અધ્યક્ષ સેમ માણેકશો જ એ વ્યક્તિ છે, જેના નેતૃત્વમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું અને બાંગ્લાદેશ નામનો નવો દેશ બનાવ્યો. સાથે જ પાકિસ્તાનને પોતાના ૯૩,૦૦૦ સૈનિકો સાથે આખી દુનિયા સામે આત્મસમર્પણ કરવા પડ્યું.

તો ચાલો મિત્રો આજે આ આર્ટિકલમાં અમે આપણે જાણીએ કે રણછોડદાસ પગી કોણ હતા? અને કેવી રીતે રણછોડદાસ પગીએ પોતાની આવડત નાં દમ પર એકલા હાથે જ પાકિસ્તાની સેના પર ભારે પડી ગયા હતા?

રણછોડદાસ પગી નો જીવન પરિચય

રણછોડદાસ પગી નો જન્મ ગુજરાતનાં બનાસકાંઠામાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. બનાસકાંઠા પાકિસ્તાનની સીમા થી જોડાયેલું ગામ છે. રણછોડદાસ નાં પરિવારનાં લોકો બકરી અને ઊંટ પાળી પોતાનું ગુજરાન કરતા હતા. રણછોડદાસ પણ પોતાના પરિવારના લોકો સાથે આ કામ કરવા લાગ્યા. રણછોડદાસે પોતાનું બાળપણથી લઈને યુવાની બકરી અને ઊટ પાળવામાં પસાર કરી દીધી.

રણછોડદાસ ની આવડત

દશકો સુધી ઊંટને પાળતા-પાળતા અને આમતેમ ફરતા-ફરતા રણછોડદાસ ને એક એવી આવડત આવડી ગઈ હતી, જેણે યુદ્ધમાં ભારતીય સેનાની ઘણી મદદ કરી. હકીકતમાં રણછોડદાસને ૫૮ વર્ષ સુધી ઊંટોને પાળતા-પાળતા એટલો અનુભવ આવી ગયો હતો કે તેઓ ઊંટના પગના નિશાન જોઈને જ જણાવી દેતા હતા કે તે ઊંટ ઉપર કેટલા લોકો સવાર હતા. એટલું જ નહિ તે કોઈ વ્યક્તિનાં પગના નિશાન જોઈ ને જણાવી દેતા હતા કે તેનું વજન કેટલું હશે. તેની ઉંમર કેટલી હશે અને તે કેટલા દુર સુધી ચાલીને ગયા હશે.

રણછોડદાસ પોલીસ ગાઈડ બન્યા

રણછોડદાસ ની આ આવડતને કારણે તેમને ૫૮ વર્ષની ઉંમરે લાભ મળ્યો. તેમની આવડત ને જોઈને બનાસકાંઠાનાં પોલીસ અધિક્ષક વનરાજસિંહ ઝાલાએ રણછોડદાસનાં પોલીસ ગાઈડ નિયુક્ત કર્યા. ત્યારબાદ રણછોડદાસ પોતાના આવડત અને રણનાં રસ્તા પર પોતાની પકડને કારણે પોલીસનું માર્ગદર્શન કરવા લાગ્યા.

ભારતીય સેનામાં સામેલ થયા

વર્ષ ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ થી થોડા દિવસો પહેલાં પાકિસ્તાનનાં સૈનિકોએ દગા થી કચ્છ ક્ષેત્રના ઘણા ગામ પર કબ્જો કરી લીધો. તેવામાં ભારતીય સેનાને એક એવા વ્યક્તિની જરૂરિયાત હતી જે તે વિસ્તાર થી સારી રીતે વાકેફ હોય અને પગના નિશાન સારી રીતે સમજતા હોય. તેવામાં ભારતીય સેનાએ પાકિસ્તાનને   જોરદાર જવાબ આપવા માટે રણછોડદાસ ની મદદ લીધી. રણછોડદાસ ને ભારતીય સેનામાં એક સ્કાઉટનાં રૂપમાં ભરતી કરવામાં આવ્યા.

પાકિસ્તાનનાં ૧૨૦૦ સૈનિકો પર ભારે પડ્યા

ભારતીય સેનામાં સામેલ થયા બાદ રણછોડદાસ ભારતીય સૈનિકો સાથે કચ્છ ક્ષેત્રમાં પહોંચ્યા અને ત્યાં રહેલા પગના નિશાન જોઈને જ જણાવી દીધું કે અહીં કેટલા પાકિસ્તાની સૈનિક છે અને પાકિસ્તાન સૈનિક ક્યાં છુપાયેલા છે. રણછોડદાસે પોતાના આવડત થી ૧૨૦૦ પાકિસ્તાની સૈનિકોની સચોટ સ્થિતિની જણાવી દીધી. પાકિસ્તાની સૈનિકોને ભગાડવા અને મોરચો જીતવા માટે ભારતીય સૈનિકો માટે આટલી જાણકારી પુરતી હતી. રણછોડદાસ ની રણનાં રસ્તા પર એટલી પકડ હતી કે તેમણે ભારતીય સેનાને નક્કી સમયથી ૧૨ કલાક પહેલાં જ મંઝિલ સુધી પહોંચાડી દીધા હતા.

૧૯૭૧માં મહત્વપુર્ણ ભુમિકા નિભાવી

રણછોડદાસે માત્ર વર્ષ ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં જ નહીં, પરંતુ વર્ષ ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પણ મહત્વપુર્ણ ભુમિકા નિભાવી હતી. ૧૯૭૧નાં યુદ્ધમાં રણછોડદાસે ફક્ત સેનાનું માર્ગદર્શન નહોતું કર્યું, પરંતુ ગોળા બારુદ પહોંચાડવામાં પણ રણછોડદાસ પગી નાં કામનો ભાગ હતો. પાકિસ્તાનનાં પાલીઘર શહેર પર જ્યારે ભારતીય સેનાએ તિરંગો લહેરાવ્યો તેમાં રણછોડદાસ ની મોટી ભુમિકા હતી.

સેના પ્રમુખ સાથે ભોજન કર્યું

રણછોડદાસ ની આવડત થી તો તત્કાલિન ભારતીય સૈન્ય પ્રમુખ જનરલ એકે માણેકશો પણ કાયલ હતા. વર્ષ ૧૯૭૧માં બાંગ્લાદેશ બન્યા બાદ માણેકશો જ્યારે ઢાકામાં હતા, તો તેમણે એક દિવસ રણછોડદાસને જમવા માટે બોલાવ્યા. માણેકશો એ રણછોડદાસને લાવવા માટે એક હેલિકોપ્ટર મોકલ્યું. એક કિસ્સો છે કે રણછોડદાસ જ્યારે હેલિકોપ્ટરમાં બેઠા અને હેલિકોપ્ટર ઉડ્યું તો અચાનક એને યાદ આવ્યું કે તેમની બેગ તો નીચે જ રહી ગઈ. ત્યારબાદ રણછોડદાસ બેગ લેવા માટે હેલિકોપ્ટરને ફરી જમીન પર ઉતારવા માટે કહ્યું. જ્યારે હેલિકોપ્ટર ફરી નીચે ન આવ્યું અને અધિકારીઓએ બેગ ખોલી તો ખબર પડી કે તેમાં તો માત્ર  બે રોટલી, કાંદો અને બેસનની એક થાળી છે. તમે જાણીને ચોંકી રહી જશો કે આ ખાવાનું પછી રણછોડદાસ અને માણેકશોએ મળીને ખાધું.

રાષ્ટ્રપતિ એવોર્ડ

રણછોડદાસ પગીને તેમના પ્રસંશનીય કાર્ય માટે રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનના પાલી ઘરમાં તિરંગો લહેરાવ્યો તો સેના અધ્યક્ષ માણેકશો એ પોતાના ખિસ્સા માંથી ૩૦૦ રૂપિયાનો રોકડ પુરસ્કાર રણછોડદાસને આપ્યો હતો. આ સિવાય રણછોડદાસને સંગ્રામ પદક, પોલીસ પદક અને ગ્રીષ્મકાલીન સેવા પદક થી પણ સન્માનિત કરવામાં આવી ચુક્યા છે. રણછોડદાસ પગી નાં સન્માનમાં કચ્છ બનાસકાંઠા સીમાના પાસે સુઈગામ ની બીએસએફ બોર્ડરને રણછોડદાસ બોર્ડર નામ આપવામાં આવ્યું છે. સાથે જ અહીંના લોકગીતોમાં પણ રણછોડદાસ પગી નાં કાર્યોનો ઉલ્લેખ થાય છે.

૧૧૨ વર્ષની ઉંમરમાં દુનિયાથી વિદાય લીધી

૨૭ જુન, ૨૦૦૮ નાં રોજ પુર્વ ભારતીય સેના પ્રમુખ જનરલ એકે માણેકશો નું નિધન થયું. કહેવામાં આવે છે કે માણેકશો પોતાના અંતિમ દિવસો સુધી રણછોડદાસ ને યાદ કરતા રહ્યા. તેમના નિધન બાદ વર્ષ ૨૦૦૯માં રણછોડદાસે સેના થી “સ્વેછીક સેવાનિવૃત્તી” લઈ લીધી અને ૨૦૧૩માં ૧૧૨ વર્ષની ઉંમરમાં આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધું. રણછોડદાસ ભલે હવે આપણી વચ્ચે નથી પરંતુ તેમનું યોગદાન ભારતીય ઈતિહાસનાં પાનામાં હંમેશા માટે નોંધનીય છે. રણછોડદાસ પગી પોતાની દેશભક્તિ, ત્યાગ અને સમર્પણ માટે હંમેશા યાદ કરવામાં આવશે.

ફિલ્મ બની છે

વર્ષ ૧૯૭૧માં થયેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધને લઈને એક ફિલ્મ “ભુજ : ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા” બનેલી છે જે હાલમાં જ રીલીઝ થયેલી છે. જેમાં અજય દેવગન ની મુખ્ય ભુમિકા છે. આ ફિલ્મમાં રણછોડદાસ પગી ની ભુમિકા સંજય દત્ત નિભાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *