ફિલ્મ ઇંડસ્ટ્રીની અભિનેત્રીઓનાં આ ભાઈઓ વિશે તમે નહીં જાણતા હોય, ધર્મનાં ભાઈ માને છે આમને

Posted by

સિનેમા જગતમાં તમે ફિલ્મી સિતારોનાં અફેર્સ અને કપલ સાથે જોડાયેલી ખબર વિશે તો જરૂર વાંચ્યું હશે. પરંતુ આજે અમે તમને બતાવીશું ભાઈ-બહેનની જોડીઓ વિશે. પરંતુ અમે બતાવી દઈએ કે ભલે જ ભાઈ-બહેનની એ જોડે વચ્ચે લોહીનો સંબંધ નથી, છતાં પણ તેઓ પોતાની ફરજને સારી રીતે નિભાવી છે અને દરેક વર્ષે પોતાના રાખી ભાઇઓને રાખડી પણ બાંધે છે. ભલે તમે આ રાખી ભાઈ-બહેનોને વધારે સાથે નથી જોયા. પરંતુ એમની વચ્ચેનો પ્રેમ સગા ભાઇ-બહેનો થી જરાક પણ ઓછો નથી.

સોનુ સુદ અને એશ્વર્યા રાય

આ લિસ્ટમાં ટોપ પર છે અભિનેત્રી ઐશ્વર્યા રાય અને અભિનેતા સોનુ સુદ. બતાવી દઈએ કે ફિલ્મ જોધા-અકબરમાં અભિનેતા સોનુ સુદે ઐશ્વર્યાના ભાઈનો કિરદાર પ્લે કર્યો હતો. આ ફિલ્મના એક સિનમાં એશ્વર્યાએ સોનુનાં કાંડા પર રાખડી પણ બાંધી હતી. ત્યારબાદથી જ સોનુ સુદ એશ્વર્યા રાયને પોતાની નાની બહેન માને છે. એટલું જ નહીં પરંતુ દરેક વર્ષે રક્ષાબંધનનાં અવસર પર એમના ઘરે જાય છે અને એમની પાસે રાખડી બંધાવે છે. બંનેમાં ખુબ જ સારી બોન્ડિંગ છે.

દીપિકા પાદુકોણ પોતાના બોડીગાર્ડ જલાલ ને માને છે ભાઈ

આ વાતથી તો તમે વાકેફ હશો કે દરેક ફિલ્મી સ્ટારનાં જીવનમાં એમના બોડીગાર્ડ સૌથી વધારે ભરોસેલાયક વ્યક્તિ હોય છે. પરંતુ દીપિકા પાદુકોણે પોતાના બોડીગાર્ડ જલાલ ને જ પોતાનો ભાઈ માને છે. મતલબ દીપિકા દર વર્ષે પોતાના બોડીગાર્ડની જલાલ ને રાખડી બાંધે છે અને એમને પોતાનો ભાઈ માને છે. દીપીકા-રણવીરનાં લગ્નમાં છોકરી વાળા તરફથી જલાલ હાજર રહ્યા હતા.

અર્જુન કપુર અને કેટરિના કૈફ

બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર અલગ ઓળખાણ બનાવવાવાળી અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા અર્જુન કપુરની મિત્રતાનાં કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પરંતુ કદાચ જ તમે આ વાતથી જાણીતા હશો કે કેટરીના અર્જુનને રાખડી બાંધે છે. અર્જુન સાથે કેટરિના ની મુલાકાત સલમાને કરાવી હતી. એ દરમિયાન કેટરિનાએ અર્જુનને રાખડી બાંધી હતી. હંમેશા ઇન્સ્ટાગ્રામ પર અર્જુન કેટરિનાની શેર કરેલી ફોટો પર મજાક કરતા નજર આવે છે.

બિપાશા બાસુ અને રોકી એસ

હોરર ક્વિન બિપાશાની બાસુ રોકી એસ નાં ડિઝાઇન કરેલ ડ્રેસ પસંદ કરે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે બિપાશા રોકીને પોતાનો રાખી ભાઈ માને છે.

અમૃતા અરોરા અને અરબાઝ ખાન

મલાઈકા અરોરા અને અરબાઝ ખાનનાં લગ્ન ભલે તૂટી ગયા હોય અને મલાઈકા ની નાની બહેન અમૃતાનો અરબાઝ સાથે જીજુ-સાળી નો સંબંધ સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ અમૃતા અરોરા અરબાઝ સાથે આજે પણ સંબંધ જળવાઈ રહેલો છે. મતલબ કે અમૃતા અરબાઝ ને રાખી ભાઈ માને છે.

કરીના કપુર અને ડિઝાઈનર મનીષ મલ્હોત્રા

કરીના કપુરને ૩ કઝિન બ્રધર છે. જેમાં અરમાન જૈન, આદર જૈન અને રણવીર કપુરનું નામ સામેલ છે. આ સિવાય કરીના ફેમસ ડિઝાઈનર મનીષ મલ્હોત્રાને પણ પોતાનો મોટો ભાઈ માને છે અને એમને રાખડી બાંધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *