ફિલ્મ “કભી અલવિદા ન કહેના” માં નજર આવનાર આ નાનો બાળક હવે બની ચુકેલ છે સુંદર અને ગ્લેમરસ એક્ટ્રેસ, તસ્વીરો જોઈને વિશ્વાસ નહીં આવે

Posted by

બોલીવુડની સુપરડુપર હિટ ફિલ્મ “કભી અલવિદા ના કહેના” માં શાહરૂખ ખાન અને પ્રિટી ઝિન્ટા નાં દિકરા અર્જુન સરન ની ભુમિકામાં નજર આવેલો ક્યુટ બાળક તો તમને બધાને યાદ જ હશે અને બાળક તે પોતાની માસુમિયત અને સારી એક્ટિંગ થી દરેકના દિલ જીતી લીધા હતા. આજે અમે તમને ફિલ્મ “કભી અલવિદા ના કહેના” નાં આ ચાઈલ્ડ આર્ટિસ્ટ વિશે જણાવવાના છીએ. તો આવો જાણીએ કે તે માસુમ દેખાવા વાળો બાળક હવે ક્યાં છે અને શું કરે છે?

તમને જણાવી દઈએ કે ફિલ્મ “કભી અલવિદા ના કહેના” માં અર્જુન સરનનો રોલ નિભાવવા વાળો તે કયુટ દેખાવા વાળો લિટલ બોય હવે એક ખુબ જ સુંદર અભિનેત્રીના રૂપમાં મોટો થઈ ગયો છે. જી હા, ફિલ્મમાં લિટલ બોય અર્જુનનો રોલ નિભાવવા વાળો છોકરો નહીં પરંતુ એક છોકરી છે અને એ છોકરી હવે મોટી થઈ ગઈ છે, જેનું નામ છે અહસાસ ચન્ના. જે આજના સમયમાં ટીવી શો અને વેબ સીરીઝમાં કામ કરે છે અને ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ રહી છે.

અહસાસ ચન્નાએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે વર્ષ ૨૦૦૪માં આવેલી ફિલ્મ “વાસ્તુશાસ્ત્ર” થી બોલીવુડમાં પગલાં રાખ્યા હતા અને હવે અહસાસ ચન્ના ની ઉંમર ૨૨ વર્ષની થઇ ચુકી છે અને ૨૨ વર્ષની અહસાસ ચન્ના દેખાવમાં સુંદર અને ગ્લેમરસ નજર આવે છે. જણાવી દઇએ કે અહસાસ ચન્નાનો જન્મ ૫ ઓગસ્ટ, ૧૯૯૯માં મુંબઈમાં થયો હતો અને આજે પોતાનો ૨૨મો જન્મદિવસ ઉજવી રહી છે. અહસાસ ચન્ના ની લેટેસ્ટ ફોટો  જોયા બાદ કોઈ નથી કહી શકતું કે અહસાસ ચન્નાએ બાળપણમાં મોટાભાગની ફિલ્મોમાં છોકરાનું કિરદાર નિભાવ્યું હશે. જણાવી દઈએ કે આ અહસાસ ચન્ના નો સંબંધ એક્ટિંગથી ત્યારથી હજુ સુધી નથી તુટ્યો અને તે મનોરંજનની દુનિયામાં આજે પણ ઘણી ખુબ જ એક્ટિવ છે અને ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ વધારે પોપ્યુલર પણ થઈ ચુકી છે.

હાલનાં સમયમાં અહસાસ ચન્ના વેબ સીરીઝ અને યુથ બેસ્ટ ટીવી શોમાં કામ કરે છે અને તે યંગસ્ટર્સ વચ્ચે ઘણી વધારે પોપ્યુલર છે. અહસાસ ચન્ના ની ફેન ફોલોઈંગ ખુબ જ જબરજસ્ત છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી વધારે એક્ટિવ રહે છે અને હંમેશા જ પોતાની સુંદર અને ગ્લેમરસ ફોટો પોસ્ટ કરતી રહે છે.

વાત કરીએ અહસાસ ચન્ના નાં પરીવારની તો તેની મમ્મીનું નામ કુલબીર કૌર છે. જે એક ટીવી અભિનેત્રી છે અને તેમના પાપા ઈકબાલ ચન્ના પંજાબી ફિલ્મોનાં ડાયરેક્ટર છે. અહસાસ ચન્ના ને પણ એક્ટિંગનાં આ ગુણ મમ્મી પપ્પા પાસેથી વારસામાં પ્રાપ્ત થાય છે.

અહસાસ ચન્નાએ અભિનય કારકિર્દીમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે વાસ્તુશાસ્ત્ર, કભી અલવિદા ના કહેના, આર્યન, માય ફ્રેન્ડ ગણેશા, ફુંક, ફુંક -2 અને રુખ જેવી ઘણી સુપરડુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને આ ફિલ્મોમાં અહસાસ ચન્નાએ મોટાભાગે છોકરાઓનાં જ રોલ નિભાવ્યા છે.

જ્યારે સિરિયલની દુનિયામાં એક્ટ્રેસ તરીકે અહસાસ ચન્ના એ એકતા કપુરની સિરિયલ કસમ સે થી ડેબ્યુ કર્યું હતું. આ સીરિયલમાં અહસાસ ચન્નાએ ગંગાનો રોલ નિભાવ્યો હતો. સીરીયલ પછી અહસાસ ચન્ના અભિનેત્રી તરીકે મધુબાલા, દેવો કે દેવ મહાદેવ, ફિઅર ફાઇલ્સ, ક્રાઇમ પેટ્રોલ, ગંગા અને કોટા ફેક્ટરી જેવી ઘણી સુપરહિટ સિરિયલમાં પણ નજર આવી ચુકી છે.

ટીવી શો સિવાય અહસાસ ચન્નાએ ઘણી વેબ સીરીઝ માં પણ કામ કર્યું છે. વળી ગર્લ્સ હોસ્ટેલ અને હોસ્ટેલ ડેઝ જેવી સીરીઝમાં અહસાસ ચન્નાએ મુખ્ય રોલ કર્યો છે અને ઘણી વધારે  લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. અહસાસ ચન્ના એક ટિકટોક સ્ટાર પણ રહી છે અને છેલ્લા થોડા વર્ષોમાં અહસાસ ચન્ના ડિજિટલ સેન્સેનમાં ઉભરીને સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *