ફિલ્મનાં શુટિંગ દરમ્યાન પ્રેગ્નન્ટ થઈ હતી આ ૯ અભિનેત્રીઓ, એક અભિનેત્રીએ તો અધવચ્ચે ફિલ્મ છોડવી પડી હતી

Posted by

બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એક થી એક ચડિયાતા અભિનેતા અને અભિનેત્રીઓ છે. પરંતુ આ કલાકારોનાં જીવનમાં પણ મુસીબતો આવે છે. પડદા પાછળ ઘણા એવા કિસ્સા અને રહસ્ય છે, જેના વિશે ઘણા ઓછા લોકોને જ ખબર હોય છે. બોલિવુડની એવી ઘણી અભિનેત્રીઓ છે. જે ફિલ્મની શુટિંગ દરમિયાન જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી. આ અભિનેત્રીઓએ પ્રેગનેન્સીમાં ફિલ્મનું શુટિંગ પુરું કર્યું. આવી સ્થિતિમાં તેમને ભારી મુસીબતોનો સામનો પણ કરવો પડ્યો હતો. તેમાંથી અમુક અભિનેત્રીઓએ તો ખોટું બોલવાનો આશરો લીધો. તો ચાલો જાણીએ કે પ્રેગ્નન્સીમાં કઈ અભિનેત્રીઓએ ફિલ્મની શુટિંગ પુરી કરી હતી.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત હિન્દી ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાની પ્રતિભા થી બધાને મોહિત કર્યા છે. માધુરી દીક્ષિતએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી સુપરહિટ ફિલ્મ આપી છે. તેમણે ઘણી ફિલ્મોમાં અલગ-અલગ કિરદાર નિભાવેલ છે અને તેમના બધા કિરદારને દર્શકોને પસંદ આવ્યા છે. માધુરી દીક્ષિત વિશે એવું જણાવવામાં આવે છે કે ફિલ્મ “દેવદાસ” દરમિયાન તે પ્રેગ્નન્ટ હતી. તેમ છતાં પણ માધુરી દીક્ષિતે ફિલ્મના ગીતની શુટિંગ કરી હતી.

કરીના કપુર ખાન

બોલીવુડની જાણીતી અભિનેત્રી કરિના કપુર ખાને પોતાના દરેક કિરદારને ખુબ જ જીવંતતા સાથે નિભાવ્યો છે. કરિના કપુરે પોતાના ફિલ્મી કારકિર્દીમાં કોમેડી, રોમેન્ટિક, ક્રાઈમ અને ડ્રામા બધા પ્રકારનાં કિરદાર નિભાવ્યા છે. કરિના બોલીવુડના મોટા પરિવાર કપુર પરિવારમાં જન્મી છે. પરંતુ તેમ છતાં પણ તેમણે પોતાની મહેનત અને અભિનય ક્ષમતા થી બોલિવુડમાં એક મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કરિના કપુર ખાન વિશે એવું જણાવવામાં આવે છે કે, ફિલ્મની શુટિંગ દરમિયાન બે વખત પ્રેગ્નેન્ટ થઈ હતી. પહેલી વાર તે ફિલ્મ “વીરે દી વેડિંગ” દરમિયાન પ્રેગ્નેટ થઈ હતી. જેના થોડા સમય પછી ફિલ્મની શુટિંગ ફરી શરૂ થઇ. ત્યાં જ ફિલ્મ “લાલ સિંહ ચડ્ડા” દરમિયાન પણ કરીના કપુર ખાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી.

હેમા માલિની

બોલિવુડ અભિનેત્રી હેમા માલિની ફિલ્મ “રજીયા સુલતાન” ની શુટિંગ સમયે ગર્ભવતી થઈ ગઈ હતી. પરંતુ તેમ છતાં પણ તેમણે ફિલ્મની શુટિંગ પુરી કરી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચન

જાણીતી એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન વિશે એવું જણાવવામાં આવે છે કે તે પણ પોતાની એક ફિલ્મની શુટિંગ દરમિયાન ગર્ભવતી થઇ ગઇ હતી. જેના કારણે તેમને આ ફિલ્મની શુટિંગ વચ્ચે છોડવી પડી હતી. તેમના ડાયરેક્ટર અભિનેત્રી ઉપર ઘણા ગુસ્સે થઈ ગયા હતા.

શ્રીદેવી

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સુપરસ્ટાર રહેલી પહેલી અભિનેત્રી શ્રીદેવી ફિલ્મ “જુદાઈ” નાં શુટિંગ દરમિયાન જ પ્રેગ્નેટ થઈ ગઈ હતી. તે સમયે તે પોતાની મોટી દીકરી જાન્હવિ કપુરને જન્મ આપવાની હતી. જ્યારે શ્રીદેવીની પ્રેગનેન્સી ની ખબર સામે આવી તો મીડિયાએ ઘણો હંગામો મચાવી દીધો હતો. હકીકતમાં જ્યારે શ્રીદેવી પ્રેગ્નેટ થઈ હતી, તે સમયે તેનું બોની કપુર સાથે અફેર ચાલી રહ્યું હતું અને તેના લગ્ન પણ ન થયા હતા. ફિલ્મનું શુટિંગ પુરી કર્યા બાદ શ્રીદેવી અને બોની કપુરે લગ્ન કર્યા.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ મુખ્યત્વે તેલુગુ, તમિલ અને હિન્દી સિનેમા અભિનય કરે છે. કાજલ અગ્રવાલ વિશે એવું જણાવવામાં આવે છે કે તે ફિલ્મની શુટિંગ દરમિયાન પ્રેગ્નન્ટ હતી. જેના કારણે તેમને કથિત રીતે નાગાર્જુન સ્ટારર ફિલ્મ “ધ ઘોસ્ટ” માંથી કાઢવામાં આવી હતી, પરંતુ તે વિશે અભિનેત્રી કાજલ અગ્રવાલે હજુ સુધી કોઈ પણ જાણકારી નથી આપી.

કાજોલ

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ કાજોલ ની ફિલ્મ “વી આર ધ ફેમિલી” નાં શુટિંગ દરમિયાન પ્રેગ્નેટ થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં પણ તેમણે આ હાલતમાં પણ ફિલ્મની શુટિંગ પુરી કરી હતી.

જુહી ચાવલા

જુહી ચાવલા બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને પ્રતિભાવાન અભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે. ફિલ્મ “ઝંકાર બીટ્સ” ની શુટિંગ દરમિયાન જુહી ચાવલા પ્રેગ્નેટ થઈ ગઈ હતી. પરંતુ અભિનેત્રીએ પોતાના ફિલ્મનું શુટિંગ પુરી કર્યું હતુ.

જયા બચ્ચન

બોલિવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સારી ફિલ્મોમાંથી એક ફિલ્મ “શોલે” છે. આ ફિલ્મમાં જયા બચ્ચને ખુબ જ મહત્વનું કિરદાર નિભાવ્યું હતું. જોકે આ ફિલ્મનું શુટિંગ દરમિયાન જયા પ્રેગ્નેટ થઈ ગઈ હતી. આ ફિલ્મનું શુટિંગ દરમિયાન તે સફેદ સાડીમાં નજર આવી હતી. જેથી તેમના બેબી બમ્પ ન દેખાય. જોકે ફિલ્મના એક સીનમાં જયા નો બેબી બમ્પ જોવા મળ્યો હતો.

ફરાહ ખાન

ફિલ્મ “ઓમ શાંતિ ઓમ” નાં શુટિંગ દરમિયાન ફરાહ ખાન ગર્ભવતી થઈ ગઈ હતી. પછી તે ૩ બાળકોની માતા બની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *