ફિલ્મ “વિવાહ” માં અમૃતા રાવની બહેનનો રોલ નિભાવવા વાળી આ અભિનેત્રી હવે થઈ ગઈ છે મોટી, દેખાય છે ગજબની સુંદર

આપણા બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં દર સપ્તાહે એક નવી ફિલ્મ રિલીઝ થાય છે. જેમાં અમુક ફિલ્મોમાં સુપરડુપર હિટ થાય છે, તો અમુક ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થતી હોય છે અને અમુક ફિલ્મો એવી હોય છે જે આપણા હૃદયમાં વસી જતી હોય છે. સાથોસાથ તેના કિરદારો પણ આપણા હૃદયમાં ખાસ જગ્યા બનાવી લેતા હોય છે. જ્યારે પણ તે ફિલ્મની વાત આવે છે તો આપણને તે ફિલ્મના બધા જ કિરદાર યાદ આવી જતા હોય છે. આજે અમે જે ફિલ્મની વાત કરવા જઈ રહ્યા છીએ, તે પણ કંઈક આવી જ ફિલ્મ છે. અમે વાત કરી રહ્યા છીએ વર્ષ ૨૦૦૬માં બનેલી ફિલ્મ “વિવાહ” ની, જે બોક્સ ઓફિસ પર જબરજસ્ત સુપરહિટ સાબિત થઇ હતી અને તેને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

વિવાહ ફિલ્મની કહાની જેટલી સારી હતી, એટલા જ સારા તેના બધા જ કિરદાર હતા. એટલા માટે જ આ ફિલ્મને દરેક લોકો તરફથી પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મના કિરદારો ની વાત કરવામાં આવે તો તેમાં લીડ રોલમાં શાહિદ કપૂર અને અમૃતા રાવની સાથે રોલમાં એવા ઘણા ચહેરા હતા. જે લોકોના હૃદયમાં વસી ગયા છે.

આજે અમે તમને વિવાહ ફિલ્મના આવા જ એક કિરદાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યું હતું. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ ફિલ્મમાં અમૃતા રાવની નાની બહેનનું કિરદાર નિભાવવાની શ્યામવર્ણી બહેન, જેણે પોતાની શાનદાર એક્ટિંગથી ખૂબ જ વાહવાહી મેળવી હતી.

ફિલ્મમાં અમૃતા રાવની નાની બહેનનું કિરદાર નિભાવવાની એ અભિનેત્રીનું સાચું નામ અમૃતા પ્રકાશ છે, જે રિયલ લાઇફમાં ખૂબ જ સુંદર છે અને હવે પહેલા કરતાં મોટી થઈ ગઈ છે. તે હાલના દિવસોમાં પોતાની સુંદરતાને લઈને ખૂબ જ ચર્ચામાં રહેલી હોય છે.

અમૃતા નો લુક વિવાહ મુવી થી બિલકુલ અલગ છે. ફિલ્મમાં તેને શ્યામવર્ણી બતાવવામાં આવેલી હતી પરંતુ રિયલમાં તે ખૂબ જ સુંદર દેખાય છે અને લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. ૧૧ મે, ૧૯૮૭નાં રોજ અમૃતા પ્રકાશ નો જન્મ રાજસ્થાન જયપુર માં થયો હતો અને અમૃતાએ ૪ વર્ષમાં જ એક વિજ્ઞાપન કંપનીમાં પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

અમૃતાએ વિજ્ઞાપન સિવાય ઘણા ટીવી શો માં પણ કામ કરેલું છે. જેમકે તુમ બીન જાઉ કહા, ક્યાં હાદશા ક્યાં હકીકત, કોઈ અપના સા યે હૈ, આશીકી, સાત ફેરે – સલોની કા સફર જેવા ટીવી શોમાં અમૃતા પ્રકાશ નજર આવી ચૂકી છે.

અમૃતાએ વળી ઘણી ફિલ્મોમાં પણ સાઇડ રોલ કરેલા છે, પરંતુ તેને સાચી ઓળખ વિવાહ ફિલ્મ થી મળી. વિવાહ સિવાય અમૃતાએ જે ફિલ્મોમાં કામ કર્યું છે તેનું નામ છે તુમબીન, કોઈ મેરે દિલ મેં હૈ, એક વિવાહ એસા ભી, વી ઓલ ફેમિલી, ના જાને કબ સે વગેરે. અમૃતા પ્રકાશે ફક્ત હિન્દી ફિલ્મોમાં જ નહીં પરંતુ મલયાલમ ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

અમૃતા પ્રકાશ મોડલિંગની સાથે સાથે ઘણી પ્રખ્યાત બ્રાન્ડનું વિજ્ઞા૫ન પણ કરી ચૂકી છે. અમૃતા પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે પોતાના ફેન્સ ની સાથે પોતાની સુંદર તસ્વીરો શેર કરતી રહે છે, જેને લોકો પણ ખૂબ જ પસંદ કરતા હોય છે.