બોલિવૂડની ચમક-દમક દરેક વ્યક્તિને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીંયા કામ કરવાવાળા દરેક સિતારાની ઈચ્છા સ્ટાર બનવાની હોય છે. પરંતુ સપના તો સપના જ હોય છે. જરૂરી નથી કે બધાના સપના પૂર્ણ થઇ શકે. પરંતુ જેમના સપના પૂરા થાય છે, તેમને પૂરા કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. બોલીવુડમાં પોતાનો સિક્કો જમાવવા માટે લોકોએ પોતાના નામથી લઈને ચહેરો પણ બદલવો પડે છે.
બોલિવૂડમાં કામ કરતા એવા ઘણા સિતારાઓ છે, જેમણે પોતાનું નામ બદલ્યું છે. આજે પણ આ સિતારાઓ પોતાના અસલી નામથી નહીં, પરંતુ પોતાના ઓન-સ્ક્રીન નામથી ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ કે તે સિતારાઓ કયા-કયા છે.
સલમાન ખાન
સલમાન ખાનનું સાચું નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે.
શ્રીદેવી
દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીનું અસલી નામ શ્રી અમ્માં યેંગર અય્યપન હતું.
સની દેઓલ
સની દેઓલનું સાચું નામ અજય સિંહ દેઓલ છે.
અમિતાભ બચ્ચન
ઘણા લોકોને માલુમ નહિ હોય કે અમિતાભ બચ્ચનનું સાચું નામ ઈન્કલાબ છે, જે તેમના પિતાએ રાખ્યું હતું. નામ જ નહીં અમિતાભ ના પિતાની સરનેમ શ્રીવાસ્તવ હતી, જેને બદલીને તેઓએ બચ્ચન કરી લીધી.
મહિમા ચૌધરી
મહિમા ચૌધરીનું સાચું નામ રીતુ ચૌધરી છે. મહિમાનું નામ ડાયરેક્ટર સુભાષ ધાઈએ બદલ્યું હતું.
અક્ષય કુમાર
અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરી ઓમ ભાટિયા છે.
સની લીયોની
બેબી ડોલ સની લીયોનીનું પોતાનું નામ કરનજીત કૌર વોહરા થી બદલીને સની લીયોની રાખી દેવામાં આવ્યું હતું.
પ્રીતિ ઝિન્ટા
બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા નું સાચું નામ પ્રિતમ સિંહ ઝિન્ટા છે.
અજય દેવગન
બોલિવૂડનાં સિંઘમ અજય દેવગનનું સાચું નામ વિશાલ દેવગન છે.
કેટરીના કેફ
બોલિવૂડની મશહૂર હિરોઇન કેટરીના કૈફ નું સાચું નામ કેટ તુર્કાટે છે.
શિલ્પા શેટ્ટી
ફિલ્મોમાં આવતાં પહેલાં શિલ્પાનું સાચું નામ અશ્વિની શેટ્ટી હતું.
જ્હોન અબ્રાહમ
જૂનું સાચું નામ ફરહાન અબ્રાહમ છે. જેણે તેણે ફિલ્મોમાં આવતા પહેલા બદલી લીધું હતું.
રેખા
બોલીવુડની સદાબહાર અભિનેત્રી રેખાનું નામ પહેલા ભાનુરેખા ગણેશન હતું. જેને તેમણે નાનું કરીને ફક્ત રેખા જ પોતાનું નામ રાખ્યું.
મલ્લિકા શેરાવત
મલ્લિકાએ પણ ફિલ્મોમાં આવવા માટે પોતાનું નામ બદલી દીધું હતું. તેનું સાચું નામ રીમા લાંબા છે.