ફિલ્મોમાં બુઢ્ઢી દેખાતી આ ૫ અભિનેત્રીઓ રિયલ લાઇફમાં છે ખુબ જ ગ્લેમરસ, જુઓ તસ્વીરો

Posted by

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માતાનું કિરદાર ખુબ જ મહત્વનું હોય છે. ફિલ્મો બદલાઈ, સમય બદલાયો પરંતુ આ કિરદારનું મહત્વ હજુ પણ જળવાઈ રહેલું છે. જુની ફિલ્મોમાં જ્યાં માતાને મજબૂર અને લાચાર બતાવવામાં આવતી હતી, જ્યારે આજકાલની ફિલ્મોમાં માતાને મજબૂત જુસ્સા વાળી અને પોતાના દમ પર પોતાના બાળકોને મોટા કરીને સારું ભવિષ્ય આપવાનો જુસ્સો ધરાવનાર બતાવવામાં આવે છે.

બદલાતા સમય સાથે જો કંઈક બદલાયું છે, તો તે છે માતાનો લુક અને ઇમેજ. વળી પહેલા માતાનું કિરદાર ઉંમર વાળી અભિનેત્રીઓ જ નિભાવતી હતી, પરંતુ હવે ઓછી ઉંમરની અભિનેત્રીઓમાં પણ માતાનાં કિરદાર નિભાવવાનો જોશ બતાવે છે. આજે અમે એવી જ થોડી ઓછી ઉંમરની અભિનેત્રીઓ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેણે ફિલ્મોમાં સારી રીતે માતાનું કિરદાર નિભાવેલ છે. હકીકતમાં આ અભિનેત્રીઓ ખુબ જ સુંદર છે, પરંતુ તેમણે ફિલ્મમાં ઉંમર વાળી મહિલાનો અભિનય પણ કર્યો છે.

અર્ચના જોઇસ

અર્ચના જોઇસ સાઉથની અભિનેત્રી છે. વર્ષ ૨૦૧૮માં આવેલી મુવી “કેજીએફ” માં અર્ચના એ યશની માતાનો કિરદાર નિભાવ્યો છે. જણાવી દઈએ કે અર્ચના દેખાવમાં ઘણી જ સુંદર છે.

રામયા કૃષ્ણ

ફિલ્મ “બાહુબલી” માં માતા શિવગામી દેવીનું કિરદાર નિભાવવા વાળી રામયા કૃષ્ણ પોતાના સમયની ઘણી જાણીતી અભિનેત્રી રહી ચૂકી છે. રામયાએ ૨૦૦થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. રિયલ લાઇફમાં તે ઘણી સ્ટાઇલિશ છે.

નાદિયા

નાદિયા સાઉથ ઇન્ડિયન મુવી માં કામ કરવાવાળા માંથી એક છે. વર્ષ ૨૦૧૩ માં ફિલ્મ “મિર્ચી બજાર” માં પ્રભાસની માતાનું કિરદાર નિભાવેલ છે. મુવીમાં હંમેશા માતાનો રોલ નિભાવવા વાળી નાદિયા રીયલ માં ખુબ જ સુંદર છે.

અમૃતા સુભાષ

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ “ગલી બોય” માં અમૃતાએ રણવીરની માતાની ભૂમિકા નિભાવી છે. આ મુવીમાં તે ઘણી સાધારણ દેખાઈ રહી છે. પરંતુ તે રિયલ લાઈફમાં ખુબ જ સુંદર છે.

મહેર વીજ

“બજરંગી ભાઈજાન” માં મુન્ની ની માતાનો અભિનય મહેર વીજ એ કર્યો હતો. આ ફિલ્મમાં મેહર એ પોતાનો કિરદાર ખુબ જ સારી રીતે નિભાવ્યો હતો. આ ફિલ્મમાં તે સીધી સાદી દેખાઈ રહી છે. પરંતુ રિયલમાં તે ખુબ જ સ્ટાઇલિશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *