રાજ કુન્દ્રાની અશ્લીલ ફિલ્મોમાં કામ કરતી હતી બોલીવુડની આ બે એક્ટ્રેસ, ફિલ્મો માટે આપતા હતા ૩૦ લાખ રૂપિયા

Posted by

બોલીવુડ ફિલ્મ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી નાં પતિ રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મો સાથે જોડાવવાના આરોપમાં મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવેલ છે. પુનમ પાંડે અને શર્લિન ચોપડા રાજ કુંદ્રા દ્વારા આ દુનિયામાં આવી હતી. આ ઇન્ડસ્ટ્રીમાં બંનેને ખુબ જ નામ છે. પુનમનો રાજ કુંદ્રાની કંપની સાથે કરાર થયેલ હતો. પુનમ નો કરાર ખતમ થઈ ગયો, પરંતુ પુનમે જણાવ્યું હતું કે રાજ કુન્દ્રાને કંપની હજુ પણ તેની ફિલ્મો અને તસ્વીરોનો ઉપયોગ કરી રહી છે. વળી શર્લિન ચોપડાને રાજ કુંદ્રા તરફથી દરેક પ્રોજેક્ટ માટે ૩૦ લાખ રૂપિયા મળતા હતા. તેમણે અંદાજે ૧૫-૨૦ પ્રોજેક્ટ પર કામ કર્યું છે. ૨૦૨૦માં પુનમ પાંડેએ રાજ કુંદ્રા અને તેની કંપની વિરુધ્ધ રિપોર્ટ કર્યો હતો, પરંતુ તે સમયે રાજ કુન્દ્રાએ આરોપોનું ખંડન કરી નાખ્યું હતું.

હકીકતમાં ૨૦૧૯ માં રાજ કુન્દ્રાએ એક એપ માં ઇન્વેસ્ટ કર્યું હતું અને તે સમયે પુનમને ૬૦ લાખમાં સાઇન કરી હતી, પરંતુ કોન્ટ્રાકટર બાદમાં ખતમ કરી દેવામાં આવ્યો. પુનમે કહ્યું હતું કે ચુકવણા ને લીધે કરાર એક મહિનામાં ખતમ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આર્મ્સપ્રાઇમ મીડિયાને કહ્યું હતું કે તેમણે કરાર સમાપ્ત કરી નાખ્યો હતો. કારણકે પુનમ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સામગ્રી ખુબ જ વધારે ગ્લેમરસ હતી. એપને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવેલ હતી. જણાવી દઈએ કે આર્મ્સપ્રાઇમ મીડિયા ભારતીય મોડેલ માટે એપ વિકસિત કરે છે.

તમને જણાવી દઇએ કે આ કંપનીએ એક હોટશોટ્સ નામની એપ વિકસિત કરી છે, જેમાં મોડેલ નાં ગ્લેમરસ ફોટો અને વિડીયો છે. વળી પોલીસે આ બાબતમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. વળી રાજ કુંદ્રા નું નામ આર્મ્સપ્રાઇમનાં રોકાણકારનાં રૂપમાં ફરીથી સામે આવ્યું છે. ત્યારબાદ રાજ કુન્દ્રાને પ્રોપર્ટી સેલ દ્વારા બોલાવવામાં આવેલ અને ૧૯ જુલાઇ ની રાત્રે ૮ વાગ્યે તેઓ કાર્યાલય પહોંચ્યા હતા. તેમની પુછપરછ બાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે રાજ કુંદ્રા વિરુદ્ધ પર્યાપ્ત સાબિતી છે. તેઓ આ કંપનીનાં રોકાણકાર છે, જેમાં અશ્લીલ ફિલ્મો બનાવવામાં આવે છે અને નવી મોડલ ને તેમાં સામેલ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પોલીસે કહ્યું હતું કે આ કન્ટેન્ટને વિદેશી ઓટીટી પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવે છે. વળી પોલીસે જણાવ્યું હતું કે રાજ કુન્દ્રાએ આ કંપનીમાં ૮ થી ૧૦ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *