ફિલ્મોમાં સ્ટંટ સીન સુપરસ્ટાર કલાકારો નહીં પરંતુ આ સ્ટંટમેન કરે છે, જુઓ ૧૦ સિતારાઓનાં સ્ટંટમેન ને

Posted by

બોલિવૂડ ફિલ્મમાં અવારનવાર ખતરનાક એક્શન સીન્સ બતાવવામાં આવતા હોય છે. આ ખતરનાક સ્ટંટ કરવા માટે મોટાભાગનાં લીડ એક્ટર એક બોડી ડબલનો ઉપયોગ કરે છે. આ વ્યક્તિ તે હીરો જેવા કપડાં પહેરી અને મેકઅપ કરીને ફિલ્મના બધા સ્ટંટ કરે છે. તમને બોલીવુડ સિતારાઓનાં અમુક ફેમસ સ્ટંટમેન સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ.

સલમાન ખાન (એક થા ટાઇગર)

સલમાન ખાનને લોકો એક્શન સીન કરતા ઘણી વખત જોતા હશે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં ધમાકેદાર એક્શન સીન હોય છે. સલમાન ખાનની એક થા ટાઇગર ફિલ્મમાં પણ ભરપૂર એક્શન સીન હતા. આ ફિલ્મમાં મોટાભાગના સ્ટંટ સીન Jawed El Berni નામનાં વ્યક્તિએ સલમાન ખાનનાં આઉટફિટ પહેરીને કર્યા હતા.

કેટરિના કૈફ (ધુમ-૩)

ધુમ-૩ ફિલ્મ હીરોની સાથે-સાથે હિરોઈન એટલે કે કેટરીના કેફના પણ ઘણા સ્ટંટ હતા. તેવામાં આ બધા સ્ટંટને કરવાની જવાબદારી તેની સ્ટંટ ડબલ એક યુવતી પર હતી. જોકે “કમલી” ગીતમાં જે સ્ટંટ હતા, તે કેટરીનાએ પોતે જાતે કરેલા છે.

ઋત્વિક રોશન (મોહેંજો દરો)

ઋત્વિકની શાનદાર બોડીને જોઇને એવું લાગે છે કે તેઓ પોતાના સ્ટંટ જાતે કરી લેતા હશે. પરંતુ મોહેંજો દરોમાં આવું થયું હતું નહીં. આ ફિલ્મમાં જેટલા પણ એક્શન સીન હતા તેને સ્પેશિયાલિસ્ટ એક ટીમ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યા હતા.

અભિષેક બચ્ચન (રાવન)

રાવણ ફિલ્મમાં અભિષેક બચ્ચનનાં બધા ખતરનાક સ્ટંટ સીન એમએસ બલરામ દ્વારા કરવામાં આવ્યા હતા. બલરામ અને અભિષેકનો દેખાવ એક જેવો હોવાને કારણે કોઈપણ વ્યક્તિને તેની ખબર પણ પડી નહીં કે આ બધા સ્ટંટ સીન તેણે કરેલા છે.

અમીરખાન (ધુમ-૩)

ધુમ-૩ માં ઘણા બધા બાઈક વાળા સ્ટંટ હતા, જેને આમિર ખાને નહિ પરંતુ એક સ્પેશિયલ બાઇક રાઈડર્સ દ્વારા પરફોર્મ કરવામાં આવ્યા હતા.

અક્ષય કુમાર (ચાંદની ચોક ટૂ ચાઈના)

સામાન્ય રીતે તો બોલીવૂડના સૌથી ફિટ અભિનેતા અક્ષય કુમાર અવારનવાર પોતાના સ્ટંટ જાતે કરવાનું પસંદ કરે છે, પરંતુ અમુક ખાસ અવસર પર તેમણે પણ પોતાના સ્ટંટમેન નો ઉપયોગ કરવો પડે છે.

પ્રિયંકા ચોપડા (મેરી કોમ)

સામાન્ય રીતે તો પ્રિયંકાએ મેરી કોમ ફિલ્મમાં મહિલા બોક્સર બનાવવામાં ખૂબ જ મહેનત કરી હતી, પરંતુ અમુક ખાસ સીનમાં એક્સપર્ટ મહિલા બોક્સર રાખવામાં આવેલ હતી.

શાહરુખ ખાન (ફેન અને ડોન)

શાહરૂખ ખાને ફેન ફિલ્મમાં ડબલ રોલ કર્યો હતો, તેમાં અમુક ખતરનાક સ્ટંટ પણ હતા, જેને શાહરૂખ ખાનનાં બોડી ડબલે કર્યા હતા. એવી જ રીતે શાહરૂખ ખાનની ડોન ફિલ્મનાં ક્લાઈમેક્સમાં છત ઉપર જે ખતરનાક એક્શન હતી, તેમાં સ્ટંટમેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રાની મુખર્જી (મર્દાની)

મર્દાની ફિલ્મમાં રાણીનાં ઘણાં એક્શન સીન હતા, જેને તેની મહિલા બોડી ડબલે પરફોર્મ કર્યા હતા.

રણવીર સિંહ (બાજીરાવ મસ્તાની)

રણવીરની બાજીરાવ મસ્તાની ફિલ્મોમાં તલવારથી લડાઈનાં ઘણા સીન હતા, જેને પ્રોફેશનલ તલવારબાજોએ પરફોર્મ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *