અશ્લીલ ફિલ્મો સિવાય રાજ કુન્દ્રા આ બિજનેસમાં કમાયેલા છે કરોડો રૂપિયા

Posted by

શિલ્પા શેટ્ટીનાં પતિ અને મશહુર બિઝનેસમેન રાજ કુંદ્રા ખુબ જ મોટી મુસીબતમાં ફસાઈ ગયા છે. અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એક એપ નાં માધ્યમથી બતાવવાના આરોપમાં રાજ કુન્દ્રાને તેમના ઘરેથી સોમવાર રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. આ ખબર સામે આવતાની સાથે જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચી ગઇ છે. રાજ કુન્દ્રાને સોમવાર રાત્રે ધરપકડ કર્યા બાદ મંગળવારનાં રોજ મુંબઈની એક કોર્ટમાં ૨૩ જુલાઈ સુધી પોલીસ હિરાસતમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ મુંબઇની એક કોર્ટમાં રાજ કુન્દ્રાને રજુ કરવામાં આવ્યા હતા અને હાલમાં રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી ૨૭ જુલાઈ સુધી વધારી દેવામાં આવેલ છે.

મહત્વપુર્ણ છે કે રાજ કુન્દ્રાએ અશ્લીલ ફિલ્મો બનાવવાનો વેપાર થોડા વર્ષો પહેલાં જ શરૂ કર્યો છે. જોકે તે સિવાય તેના ઘણા અને મોટા બિઝનેસ છે, જ્યાં તેઓ દર મહિને કરોડો રૂપિયા કમાય છે. તો ચાલો આજે તમને તેના અન્ય બિઝનેસ વિશે જણાવીએ.

જણાવી દઈએ કે રાજ કુંદ્રા નો જન્મ પંજાબમાં થયો હતો. તેમના પિતા પંજાબ થી લંડન શિફ્ટ થઇ ગયા હતા. લંડનમાં રાજ નાં પિતા બાલકૃષ્ણ કુન્દ્રા બસ કંડક્ટર હતા. વળી તેની માં એક ચશ્માની દુકાનમાં કામ કરતી હતી. રાજ જ્યારે ૧૮ વર્ષના હતા, ત્યારે તેઓ દુબઇ ગયા હતા અને ત્યારબાદ તેઓ નેપાળ આવ્યા. અહીંથી તેમણે શાલ ખરીદી અને તેને બ્રિટનનાં અમુક બ્રાન્ડેડ સ્ટોર ની મદદથી વેચેલી હતી. બાદમાં તેમને અહીંયા ખુબ જ સારા પૈસા મળવા લાગ્યા હતા.

રાજ કુંદ્રા મોટા થતા ગયા તો તેઓ પોતાના બિઝનેસને પણ વધારતા ગયા. જણાવી દઈએ કે આજે રાજ કુંદ્રા પાસે અંદાજે ૨૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેઓ ૧૦ કંપનીના માલિક છે. વર્ષ ૨૦૦૮માં રાજ કુન્દ્રાએ ક્રિકેટની દુનિયામાં રોકાણ કર્યું હતું. તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ ટીમના સહ માલિક બન્યા હતા. પરંતુ રાજ ઉપર જ્યારે આઈપીએલમાં સટ્ટાબાજીનો આરોપ લાગ્યો તો તેમને ક્રિકેટમાંથી આજીવન પ્રતિબંધિત કરી દેવામાં આવેલ.

આઇપીએલ થી પ્રતિબંધિત થયા બાદ રાજ કુન્દ્રાએ વર્ષ ૨૦૧૨માં માર્શલ આર્ટ્સમાં પ્રવેશ કર્યો. તેના માટે તેમણે બોલીવુડ સુપરસ્ટાર સંજય દત્તની સાથે હાથ મિલાવ્યો અને સુપર ફાઇટ લીગ અંતર્ગત ભારતનાં લોકલ ફાઇટર્સને એક મંચ પ્રદાન કરવાનું કામ કર્યું, જેની બ્રાન્ડ એમ્બેસેડર બોક્સર મેરી કોમ હતી.

વળી વર્ષ ૨૦૧૫માં રાજ કુન્દ્રાએ બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમારની સાથે મળીને ડિલ ટીવી જે એક શોપિંગ ટીવી ચેનલ છે, તેની શરૂઆત કરી હતી. આ ચેનલ દેશભરમાં ઉપલબ્ધ છે. જણાવવામાં આવે છે કે રાજ નાં સૌથી સફળ બિઝનેસ માંથી એક લાઈવ સ્ટ્રીમ એપ રહી. આ એપ જેએલ પ્રાઇવેટ લિમિટેડ ની સાથે લોન્ચ થઈ અને તેની શરૂઆત ભારત સરકારનાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા કેમ્પેન અંતર્ગત થઈ હતી.

ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં રાજ કુન્દ્રાએ પોતાની કંપની ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર પોકાર સાથે મળીને ઇન્ડિયન પોકર લીગ ની શરૂઆત કરી. વિયાન ઇન્ડસ્ટ્રી ગેમિંગ અને મનોરંજન જેવા ક્ષેત્રમાં કાર્યરત છે. વળી ત્યારબાદ તેઓ અશ્લીલ ફિલ્મો બનાવવાના કારોબારમાં ઉતર્યા હતા, જ્યાં તેમનો ભાંડો ફુટી ગયો અને હાલમાં તેઓ જેલમાં છે. આ કેસમાં તેમનું નામ સામે આવ્યા બાદ રાજ કુન્દ્રાની ખુબ જ બદનામી થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *