ફાઇવ સ્ટાર હોટલથી પણ વધારે આલીશાન છે અલ્લું અર્જુનની વેનિટી વેન, કરોડોમાં છે કિંમત

Posted by

અલ્લુ અર્જુન સાઉથ નાં નંબર વન એક્ટર છે. તેઓ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપર સ્ટાર છે. અર્જુન પોતાના નામે અત્યાર સુધીમાં ઘણા એવોર્ડ કરી ચૂક્યા છે. ઘણી ફિલ્મોમાં તો તેઓને બેસ્ટ એક્ટિંગની સાથે ફિલ્મફેર અને નંદી એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અર્જુન ના પિતાનું નામ અલ્લુ અરવિંદ છે.

અલ્લુ અરવિંદ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ડાયરેક્ટર છે. ફક્ત એટલું જ નહીં પણ તેઓ તેલુગુ સ્ટાર ચિરંજીવી ના ભત્રીજા પણ છે. અલ્લુ અર્જુને પોતાના કેરિયરની શરૂઆત લાલકૃષ્ણ રાઘવેન્દ્ર રાવ ની ફિલ્મ ગંગોત્રીથી કરી હતી. આ ફિલ્મ ૨૦૦૩ માં આવી હતી.

એક એક્ટર તરીકે આ તેમની પહેલી ફિલ્મ હતી. અલ્લુ અર્જુન ને લક્ઝરી લાઇફ જીવવું પસંદ છે. તેવો કરોડોના આલીશાન બંગલાના માલિક છે. તે સિવાય તેમની પાસે વેનિટી વેન પણ છે, જે અંદરથી જન્નતથી ઓછી દેખાતી નથી. અલ્લુ અર્જુનની વેનિટી વેન ને જોઈને તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જશે.

હાલમાં જ અલ્લુ અર્જુને પોતાની વેનિટી વેન ની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરી હતી. અલ્લુ અર્જુન ની લક્ઝરી વેનમાં બધા જ પ્રકારની સુવિધાઓ રહેલી છે. તેમની વેનની કિંમત અંદાજે ૭ કરોડ રૂપિયા છે. એટલામાં તો એક વ્યક્તિ પોતાના માટે એક શાનદાર ફ્લેટ લઈ શકે છે. આ વેન રેડી કસ્ટમ્સ દ્વારા ખાસ રીતે મોડીફાય કરવામાં આવી છે.

વેન ની સાથે અર્જુને પોતાના નામનો લોગો “AA” પણ લગાવ્યો છે, જેને તમે આ પિક્ચર્સ માં જોઈ શકો છો. આ લક્ઝરી વેન માં એક રિકલાઈનર પણ રહેલ છે, જેનો ઉપયોગ અલ્લુ અર્જુન મિટિંગની સાથે ટીવી જોવા માટે પણ કરી શકે છે. રિકલાઈનર જોવામાં ખૂબ જ આરામદાયક લાગી રહેલ છે.

તે સિવાય તેમના આરામ કરવા માટે અને ફ્રેશ થવા માટે પણ તમામ પ્રકારની સુવિધાઓ આ વેનમાં રહેલી છે. મળતી જાણકારી અનુસાર રેડી કસ્ટમ્સ દ્વારા આ વેનને બનાવવામાં કુલ ૫ મહિનાનો સમય લાગ્યો હતો. તેના ઇન્ટીરિયરને આકર્ષક બનાવવા માટે ૩.૫ કરોડની સારી એવી મોટી રકમ ખર્ચ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે અલ્લુ અર્જુને પોતાની આ વેનનું નામ “Falcon” રાખ્યું છે. આ વેનમાં તેમનો સૌથી વધારે સમય પસાર થાય છે. પોતાના ઘરથી વધારે પણ સમય તેઓ પોતાની આ વેનમાં પસાર કરે છે. આ ચાલતી ફરતી વેનની તુલના કોઈ આલિશાન ઘર સાથે કરવામાં આવે તો તે ખોટું હશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *