ફ્લિપકાર્ટમાં ઓર્ડર કર્યો હતો ૫૩ હજાર રૂપિયાનો iPhone, બોક્સ ખોલ્યું તો નીકળ્યો ૫ રૂપિયાનો આ સામાન, તમે પોતે જ જોઇ લો

Posted by

ફ્લિપકાર્ટ નાં બિગ બિલિયન સેલ ની શરૂઆત ૩ ઓકટોબરથી શરૂ થઈ હતી. વળી આ સેલ નાં ઘણા ઓફર્સ વિશે તમે જરૂરથી સાંભળ્યું હશે. પરંતુ iPhone ઉપર મળતા ઓફર્સ ની ખુબ જ ચર્ચા થઈ રહી છે. વળી ફ્લિપકાર્ટ એક વિશ્વસનીય ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ માનવામાં આવે છે, પરંતુ ક્યારેક-ક્યારેક તેમાં પણ ભુલ થઈ જતી હોય છે. હાલમાં જ એક યુઝરે ખુબ જ નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે તેણે આ સેલમાંથી એક iPhone 12 ઓર્ડર કર્યો હતો, પરંતુ તેના ઘરે સાબુ ની ડિલિવરી થઈ હતી. તો ચાલો તમને સમગ્ર મામલા વિશે જણાવીએ.

iPhone 12 ની બદલે નીકળ્યો સાબુ

એક રિપોર્ટ અનુસાર સિમરનપાલ સિંહ નામનાં એક યુઝરે હાલમાં જ એવો દાવો કર્યો છે કે ફ્લિપકાર્ટ બિગ બિલિયન સેલ માં ૫૩ હજાર રૂપિયાનો iPhone 12 ઓર્ડર કર્યો હતો. પરંતુ જ્યારે તેના ડીલીવરી મળી તો તેને જોયું કે બોક્સમાં એપ્પલ ફોન ની જગ્યાએ નિરમા સાબુનાં બે પેકેટ આવેલા હતા. એક યુઝર દ્વારા તેનો વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર પણ અપલોડ કરવામાં આવેલ છે.

અહીંયા જુઓ વિડિયો

યુઝરે કહ્યું આ કામ

સિમરનપાલ ને જ્યારે બોક્સ ખોલવા પર સાબુ મળ્યા તો તેને સૌથી પહેલા ડિલિવરીને કન્ફર્મ કરવા વાળા OTP ની રિક્વેસ્ટને મનાઈ કરી દીધી, જેનાથી કંપની પાસે ઓર્ડર ડીલીવરી પેન્ટિંગ હોવાની સુચના આવી રહી હતી.

ફ્લિપકાર્ટ ની પ્રતિક્રિયા

ઘણા દિવસોની મહેનત અને ડિલિવરી વાળા સાથે વાતચીત કર્યા બાદ ઓપન બોક્સ ડીલીવરીનાં ઓપ્શનને કારણે ફ્લિપકાર્ટ દ્વારા પોતાની ભુલ માની લેવામાં આવેલ અને ઓર્ડર કેન્સલ કરીને રિફંડને ઈનીશીએટ કરેલ. ત્યારબાદ થોડા દિવસોમાં પૈસા યુઝરનાં એકાઉન્ટમાં આવી ગયા હતા.

તમને જણાવી દઈએ કે આવું દર વખતે નથી થતું, પરંતુ એવું માનીને ચાલી શકાય છે કે ક્યારેક આવું બની પણ શકે છે. સાથોસાથ સુરક્ષિત રહેવા માટે તમને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ મોટા ઓર્ડરને પ્લેસ કરતા પહેલા ઓપન બોક્સ ડિલિવરીનાં ઓપ્શનની પસંદગી કરો, જેથી તમે ડિલિવરીને રિસીવ કરતા પહેલા ચેક કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *