ગાય અથવા ભેંસનું દૂધ, ક્યું છે તમારા બાળક માટે સૌથી વધારે ફાયદાકારક, જાણો શેમાં હોય છે વધારે પોષણ

બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે દૂધ ખૂબ જ જરૂરી છે. તે બાળકોને ભરપૂર માત્રામાં પોષણ દેવાનું કામ કરે છે અને તેમના શરીરને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે. સામાન્ય રીતે તો બધા માતા-પિતા બાળકોને દૂધ પીવડાવતા હોય છે, પરંતુ તેમના મનમાં હંમેશા એક સવાલ થાય છે કે બાળકોને ગાયનું દૂધ આપવું કે ભેંસનું દૂધ આપવું? તેમાં કોઈ શંકા નથી કે દૂધ બાળકો માટે કેટલું પૌષ્ટિક હોય છે.

તમને જણાવી દઈએ કે દૂધ કેલ્શિયમનો ખૂબ જ મોટો સ્ત્રોત હોય છે, જે મજબૂત હાડકાઓ અને દાંત માટે ખૂબ જ જરૂરી હોય છે. સ્વસ્થ અને ફિટ રહેવા માટે દરરોજ દૂધ પીવાની સલાહ આપે છે. પરંતુ જ્યારે તમારે ગાય અને ભેંસના દૂધની વચ્ચે પસંદગી કરવાની હોય તો સૌથી વધારે સારું રહેશે? વળી બંને પ્રકારના દૂધની પોતાની સકારાત્મકતા અને નકારાત્મકતા હોય છે. તો ચાલો આ લેખ દ્વારા જાણવાની કોશિશ કરીએ કે બંને દૂધમાં કેટલું પોષણ રહેલું છે.

ફેટ

જો બંને દૂધમાં ફેટની માત્રાની વાત કરવામાં આવે તો ગાય અને ભેસ બંનેના દૂધમાં ફેટની માત્રા હોય છે, પરંતુ ગાયના દૂધમાં ભેંસના દૂધની તુલનામાં ચરબીની માત્રા ઓછી હોય છે. જેના કારણે ભેંસનું દૂધ ગાયના દૂધ થી વધારે ઘાટું હોય છે. ગાયના દૂધમાં ૩ થી ૪ ટકા ચરબી હોય છે, જ્યારે ભેસના દુધમાં લગભગ ૭ થી ૮ ટકા હોય છે. ભેસનુ દુધ ભારે હોય છે, જેના કારણે ભેંસનું દૂધ પચવામાં ઘણો સમય લાગે છે અને ઘણા સમય સુધી તમને પેટ ભરેલું હોવાનો અહેસાસ થાય છે.

પ્રોટીન

ગાયના દૂધમાં જો પ્રોટીનની માત્રા જોવામાં આવે તો તેમાં ભેંસનાં દૂધથી ઓછું પ્રોટીન હોય છે. ગાયનાં દૂધની તુલનામાં ભેંસનાં દૂધમાં અંદાજે ૧૦ થી ૧૨ ટકા વધુ પ્રોટીન મળી આવે છે, જે બાળકો અથવા કોઈ પણ શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય માનવામાં આવે છે. ડોક્ટર પણ બાળકો અને દર્દીઓને પ્રોટીનની માત્રાની પૂર્તિ કરવા માટે ભેંસના દૂધની જ સલાહ આપે છે. આવું એટલા માટે કારણ કે તે આપણને જલ્દી સ્વસ્થ કરવાનું કામ કરે છે.

કોલેસ્ટ્રોલ

પ્રોટીન અને ફેટ જ નહીં પરંતુ ગાય અને ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલની માત્રા પણ અલગ-અલગ હોય છે. તમને જણાવી દઈએ કે ભેંસના દૂધમાં ઓછી માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે જે તેને પીસીઓડી, ઉચ્ચ રક્તચાપ, કિડનીની સમસ્યા અને સ્થૂળતા જેવી ગંભીર બિમારીઓમાં થી લડવા અને તેનાથી સંબંધિત દર્દીઓને જલ્દી સ્વસ્થ કરવામાં મદદગાર સાબિત થાય છે.

તે સિવાય બન્ને પ્રકારના દૂધ તમારા અને તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે સારા હોય છે અને તેનાથી આપણને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ થાય છે. તમારે કોશિશ કરવી જોઈએ કે તમે પોતાના બાળકોને દરરોજ અંદાજે ૨ ગ્લાસ દૂધ આપવાની આદત પાડો. જેનાથી તેઓ માનસિક અને શારીરિક બંને રૂપથી યોગ્ય રીતે વિકસિત થઇ શકે. તે સિવાય જો તમે રાતે સારી અને આનંદદાયક ઊંઘ લેવા માંગો છો, તો તમે ભેંસના દૂધનું સેવન કરો. તે જલદી ઊંઘ લાવનાર દૂધ માનવામાં આવે છે.