ગળામાં દુખાવો અને સતત થઈ રહેલી બળતરા બની શકે છે ગળાનાં કાકડા નું કારણ, જાણો તેના લક્ષણો અને તેના ઘરેલું ઉપાય

Posted by

ઋતુ બદલવાને કારણે ગળામાં બળતરા દુખાવો અને કફની સમસ્યા થાય છે, પરંતુ આ સમસ્યા થોડા દિવસોમાં જ પોતાની જાતે દૂર થઈ જાય છે. પરંતુ જો આ સમસ્યા સતત થઇ રહી છે તો તે સામાન્ય કહી શકાય નહીં. સામાન્ય ખાંસી અને દર્દને કારણે લોકો પરેશાન રહેતા હોય છે. પરંતુ તેનાથી છુટકારો મેળવવા માટે ઘણી વખત ઘરેલુ ઉપાયોનો સહારો લેતા હોય છે, તો ઘણી વખત ડોક્ટરનો સંપર્ક કરે છે. પરંતુ શું તમે જાણો છો કે સામાન્ય ખાંસી ગળામાં બળતરા અને દુખાવો જ કાકડાનું કારણ બને છે.

જેને શરૂઆતના સમયમાં પકડવું અથવા સમજવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો તમે સમયની સાથે તેનો ઈલાજ નથી કરાવતા, તો તે તમારા માટે ખતરનાક પણ સાબિત થઈ શકે છે. પરંતુ કાકડા ને સમજવા માટે તેના લક્ષણો વિષે પણ પૂરી જાણકારી હોવી જોઈએ. ત્યારે જ તમે તેનો ઈલાજ કરાવી શકો છો. તો ચાલો જાણીએ કે કાકડા શું છે.

કાકડા શું છે?

Image Source

કાકડા એક સામાન્ય પ્રકારની સમસ્યા છે, જે મોટાભાગે ઋતુ બદલવા પર થાય છે. પરંતુ તેના થવા પાછળ ઘણા કારણો પણ હોય છે. કાકડામાં ગળાની બંને બાજુ સોજો આવી જાય છે અને મોઢામાં પણ દુખાવો થાય છે. આ સમસ્યાને કારણે વ્યક્તિને તાવ પણ ચડ-ઉતર થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કાકડા ને કારણે તમને અન્ય ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. આજે અમે તમને કાકડા થવા પાછળનું કારણ, લક્ષણ અને તેના ઈલાજ વિશે જણાવીશું. જેને તમે જાણકારી મેળવીને આ સમસ્યા માટે સચેત થઇ શકો છો.

કારણ

સામાન્ય રીતે તો કાકડા થવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ કાકડા ની સમસ્યા મોટાભાગે ત્યારે થાય છે જ્યારે કાકડા કમજોર થવા લાગે છે. વળી જે લોકોને ઇમ્યુનિટી કમજોર હોય છે તે લોકો પણ તેનો શિકાર બને છે. સાથોસાથ ખૂબ જ ગરમ તથા સ્પાઈસી ફૂડ ખાવાથી, ખૂબ જ ઠંડુ ખાવાથી અને મોઢાની યોગ્ય રીતે સફાઈ ન કરવાથી પણ કાકડા થવાનો ખતરો રહે છે. જો કે કાકડા થવા પાછળનું મુખ્ય કારણ જોવામાં આવે તો દુષિત ખાનપાન જ છે. જેના લીધે આપણા શરીરમાં એવા બેક્ટેરિયા પહોંચી જાય છે, જે કાકડા ની સમસ્યા ઉત્પન્ન કરે છે.

લક્ષણ

Image Source
  • ગળામાં દુખાવો
  • ગળામાં બળતરા થવી
  • કંઈપણ ગળવામાં પરેશાની થવી
  • જડબાના નીચેના ભાગમાં સોજો આવવો
  • મોઢામાંથી દુર્ગંધ આવવી

કાકડા માટે ના ઘરેલુ ઉપાય (મધ અને લીંબુ)

Image Source

કાકડા ની સમસ્યા વધવા પર હળવું નવશેકુ પાણી પીવું જોઈએ. સારા પરિણામ માટે સવારે ખાલી પેટે એક ગ્લાસ હળવા ગરમ પાણીમાં અડધુ લીંબુ અને એક ચમચી મધ મિક્ષ કરીને પીવું જોઈએ. તેનાથી કાકડા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે.

બીટ

Image Source

તેમાં સંક્રમણ દૂર કરવાના ગુણ હોય છે. એટલે દિવસમાં ૨ વખત એક એક ગ્લાસ બીટનું જ્યુસ પીવાથી કાકડા ખૂબ જ જલ્દી ઠીક થઈ જાય છે. બીટના જ્યૂસમાં ૧ આમળું, ૧ ટમેટુ અને ૧ લીંબુ પણ ઉમેરીને પી શકો છો.

લસણ

Image Source

દરરોજ સવાર-સાંજ લસણના પાણીથી કોગળા કરવાથી પણ આરામ મળે છે. તેને બનાવવા માટે ૭ થી ૧૦ લસણની કળીઓને છોલી લો. પછી દોઢ ગ્લાસ પાણીમાં તેને ઉકાળી લો. હવે તેને ઠંડુ કરીને તેનો ઉપયોગ કરો.

ગાજર

Image Source

તેમાં બેક્ટેરિયા નષ્ટ કરવાની ક્ષમતા હોય છે. તેના સેવનથી શરીરમાં વિટામીન A ની ઉણપ પણ પૂરી કરી શકાય છે. કાકડાની ઠીક કરવા માટે રોજ ગાજરનું એક ગ્લાસ જ્યૂસ પીવું જોઈએ. તેના સારા પરિણામ માટે તમે સવારે અને સાંજે બંને સમયે જ્યુસ પી શકો છો.

મેથીદાણા

Image Source

૧ લીટર પાણીમાં ૩ ચમચી મેથીદાણા નાખીને તેને અડધો કલાક સુધી ઉકાળો. પછી તેને કાઢીને દિવસમાં દર ૨ કલાકે ગરારા કરો. તે બંધ ગળાને પણ ખોલવાનું કામ કરે છે.

કાકડી

Image Source

તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં અને લોહીને સ્વચ્છ રાખવામાં પણ મદદ કરે છે. દરરોજ બે કાકડી ખાવાથી પણ કાકડાની સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે.

શેરડી

Image Source

કાકડામાં શેરડ નો જ્યુસ ખૂબ જ અસરદાર છે. જ્યુસમાં ૧ ચમચી હરડે પાવડર ઉમેરીને લેવાથી તે વધારે ફાયદાકારક સાબિત થાય છે. આ જ્યુસને ઓછામાં ઓછું દિવસમાં ૨ વખત પીવું જોઈએ. તેના સેવન બાદ ૧ કલાક સુધી કંઈપણ ખાવું પીવું જોઈએ નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *