ગળામાં તુલસીની માળા હોવાને લીધે ઓસ્ટ્રેલીયામાં ૧૨ વર્ષનાં શુભ પટેલને ફુટબોલ મેચ રમવાથી રોકવામાં આવ્યો, બાદમાં માફી માંગવામાં આવી

Posted by

ઓસ્ટ્રેલિયાનાં બ્રિસ્બેનમાં ભારતીય મુળનાં ૨૨ વર્ષીય હિન્દુ ફુટબોલ ખેલાડી શુભ પટેલની તુલસી માળા કંઠી માળા લીધે મેચમાં રમવાથી મનાઇ કરીને મેદાનમાંથી બહાર કાઢી મુકવામાં આવેલ હતો. ધ ઓસ્ટ્રેલિયા ટુડે નાં રિપોર્ટ અનુસાર શુભ પટેલને રેફરી એ માળા ઉતારવા માટે કહ્યું હતું, જેનાથી તેને ઇનકાર કરી દીધો હતો. આ માળા શુભ પટેલે પ વર્ષની ઉંમરમાં પહેરી હતી.

શુભ પટેલે મીડિયા સાથે વાતચીત કરતાં દરમિયાન જણાવ્યું હતું કે, “ફક્ત એક ફુટબોલ મેચ માટે મેં તેને તોડવાને બદલે પોતાના ધર્મનું પાલન કરવાનું પસંદ કર્યું હતું.” ટુવાંગ ક્લબનાં સદસ્ય શુભ પટેલે જણાવ્યું હતું કે માળા ઉતારવી હિન્દુ ધર્મની વિરુદ્ધ છે. જણાવી દઈએ કે સનાતન પરંપરામાં પુજામાં પ્રસાદ માટે ઉપયોગમાં લેવામાં આવતી તુલસીની માળા ધારણ કરવી અને તેનાથી જપ કરવા અત્યંત મંગળકારી માનવામાં આવે છે. સ્વામિનારાયણનાં ભક્ત શુભ પટેલે આગળ જણાવ્યું હતું કે, “જો હું તેને ઉતારી નાખું, તો તે સમયે ભગવાનને લાગે કે મને તેના ઉપર ભરોસો નથી.”

શુભ પટેલે ભાર આપતા જણાવ્યું હતું કે, “માળા તેને આત્મવિશ્વાસ આપે છે અને સુરક્ષિત મહેસુસ કરાવે છે.” ત્યારબાદ શુભ એક ખુણામાં જઈને બેસી ગયા અને પોતાની ટીમને રમતા જોવા લાગ્યા. આવું પહેલી વખત બન્યું હતું જ્યારે શુભ ને પોતાની માળા ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે તેમણે ૧૫ મેચ માળા પહેરીને જ રમેલી હતી અને તેને ક્યારેય પણ તેનાં પોતાના કોચ અથવા ટીમના સાથી દ્વારા માળા ઉતારવા માટે કહેવામાં આવ્યું ન હતું.

જણાવી દઈએ કે ફુટબોલને વૈશ્વિક સંસ્થા ફિફા એ ખેલાડીઓને નેકલેસ, રીંગ, બ્રેસલેટ વગેરે પહેરવાથી મનાઇ ફરમાવેલ છે, પરંતુ તુલસીની માળા આ લિસ્ટમાં નથી. આ મામલો મીડિયાની નજરમાં પણ આવ્યો. ત્યારબાદ ફુટબોલ ક્વીન્સલેન્ડ નામની સંસ્થાએ તેની તપાસ કરાવી અને શુભ નાં પરિવાર પાસે માફી માંગી હતી. ફુટબોલ ક્વીન્સલેન્ડ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “ક્વીન્સલેન્ડમાં ફુટબોલ ખુબ જ લોકપ્રિય છે અને તેને દરેક ધર્મ અને સંસ્કૃતિનાં લોકોનું સન્માન કરેલ છે.” ત્યારબાદ શુભને તુલસીની માળા પહેરીને રમવાની મંજુરી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *