ગામડાની સ્ત્રી આધારકાર્ડ બનાવવા માટે જાય છે, ઓપરેટર : તમારા પતિનું નામ શું છે? મહિલાએ જે નામ કહ્યું એ જાણીને તમે ખડખડાટ હસી પડશો

Posted by

જોક્સ-૧

Advertisement

અમુક છોકરીઓ તો સેલ્ફી લેવા માટે હાથ એટલા લાંબા કરે કે

ચાંદામામા’ય કેવા માંડે : ભાણી, ધ્યાન રાખજે ક્યાંક મને આંખમાં જોકો ન વાગી જાય.

જોક્સ-૨

અમેરિકન : અમારા દેશમાં બધા રાઈટ સાઈડ થી ગાડી ચલાવે છે, તમારા દેશમાં શું સિસ્ટમ છે?

ભારતીય : અમારા દેશમાં એવું કંઈ નક્કી નહીં. સામે વાળો કઈ સાઈડ થી આવે છે એ હિસાબે અમે એડજસ્ટ કરી લઈએ.

જોક્સ-૩

ભુરો : હેલ્લો, પોલીસ સ્ટેશન?

પોલીસ : હાં, બોલોને શું તકલીફ પડી?

ભુરો : સાહેબ, આ જગદીશ ખમણ બાજુના રસ્તાના સીસીટીવી કેમેરા ચાલુ છે?

પોલીસ : હાં, ચાલુ જ છે કેમ શું થયું?

ભુરો : કેમેરો ચાલુ છે તો જરાક જોઈને કહો ને એક ખમણની દુકાન ખુલ્લી છે ખોટો ધક્કો ના ખાવો પડે.

જોક્સ-૪

જજ : કાલે સવારે ૬ વાગે તને ફાંસી આપવામાં આવશે.

ચોર : હા હા હા હા હા હા હા હા.

જજ : હસે છે શેનો?

ચોર : હું જાગું જ ૯ વાગે છું.

જોક્સ-૫

જો કોઈ રૂપાળી છોકરીને જોઈને તમે તમારું નગારા જેવું પેટ અંદર કરવાની કોશિશ કરો છો,

તો એમ કહી શકાય છે કે તમારી અંદરનો જેઠાલાલ હજી જીવે છે.

જોક્સ-૬

પત્ની : તમે જમ્યા?

પતિ : તમે જમ્યા?

પત્ની : હું તમને પુછું છું.

પતિ : હું તમને પુછું છું.

પત્ની : તમે મારી નકલ કરો છો?

પતિ : તમે મારી નકલ કરો છો?

પત્ની : ચાલો શોપિંગ કરવા.

પતિ : હાં, મેં જમી લીધું છે.

જોક્સ-૭

તહેવારો અને પ્રસંગો તો ખાલી કુવારા જ મનાવે છે,

બાકી પરણેલા તો બાયડીઓને મનાવે છે અને છોકરા રમાડે છે.

હાચું છે ને?

જોક્સ-૮

છોકરો  માથા પર કિસ કરીને કહે મટી જશે.

છોકરી : મને ગળામાં દુખે છે.

છોકરો ગળા પર કિસ કરીને કહે મટી જશે.

છોકરી : મને હાથમાં દુ:ખે છે.

છોકરો હાથ પર કિસ કરીને કહે મટી જશે.

આ જોઈને બાજુમાં બેઠેલા કાકાએ છોકરાને ધીરેથી પુછ્યું હરસ-મસાની દવા કરો છો?

જોક્સ-૯

પત્ની : આજે મેં તમારા માટે એવું જમવાનું બનાવ્યું છે કે ખાતાની સાથે જ ગરમી ગાયબ.

પતિ : એવું તો શું બનાવ્યું છે?

પત્ની : નવરત્ન તેલનાં ભજીયા.

જોક્સ-૧૦

પતિ : સાંભળ મારે ચા એકદમ ગરમ જોઈએ.

પત્ની : મોં ખોલો, ડાયરેક્ટ મોં માં ગાળી આપું.

જોક્સ-૧૧

ગામડાની સ્ત્રી આધારકાર્ડ બનાવવા માટે જાય છે.

ઓપરેટર : તમારા પતિનું નામ શું છે?

સ્ત્રી પતિ નું નામ નથી લેતી એટલે

સ્ત્રી : ૩ ગંજી + ૩ ગંજી, કેટલા?

ઓપરેટર : આ કેવું નામ?

પાછળ ઉભેલા કાકા : ૩ ગંજી + ૩ ગંજી = છ’ગનજી.

ઓપરેટર બેભાન.

Advertisement

Leave a Reply

Your email address will not be published.