ગમે એટલા અમીર હોય પરંતુ આ ૬ રાશિવાળા લોકોએ ભુલથી પણ ડાયમંડ પહેરવો નહીં, દુર્ભાગ્ય હાથ ધોઈને પાછળ પડી જાય છે

Posted by

જ્યોતિષ શાસ્ત્રમાં રત્નનાં માધ્યમથી વ્યક્તિની કિસ્મત ચમકવાની વાત જોવા મળે છે. પરંતુ આ રત્ન પણ તમને જ્યોતિષની સલાહ વગર પહેરવા જોઈએ નહીં. દરેક રત્નની પોતાની એક અલગ ખાસિયત અને નુકસાન હોય છે. આ વસ્તુ તમારી રાશિ પર પણ નિર્ભર કરે છે. હીરો એક એવો રત્ન છે, જે બધાને આકર્ષિત કરે છે. તેને પહેરવાનું સપનું પણ દરેક લોકો જુએ છે. પરંતુ હીરાને જ્યોતિષ સલાહ વગર ધારણ કરવો જોઈએ નહીં, નહિતર તે અશુભ સાબિત થઈ શકે છે. ખાસ કરીને આ ૬ રાશિ માટે હીરો પહેરવો શુભ હોતો નથી.

મેષ રાશિ

મેષ રાશિનાં જાતકોએ હીરો પહેરવાથી બચવું જોઈએ. આ રાશિનો શુક્ર બીજા કે સાતમા ભાવનો સ્વામી હોય છે. તેવામાં મેષ રાશિના જાતકો માટે હીરો ધારણ કરવો શુભ માનવામાં આવતો નથી. જો તમે તેને પહેરી પણ લો છો તે તમારા જીવનની મુશ્કેલીઓ વધારી દે છે. આ કારણે તમારી લાઇફમાં એક પછી એક ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે.

કર્ક રાશિ

વળી કર્ક રાશિના જાતકોએ હીરો ધારણ કરવાથી બચવું જોઈએ. પરંતુ જો તમારી ઉપર શુક્રની મહાદશા છે તો હીરો પહેરવો તમારા માટે સારો સાબિત થઈ શકે છે. જોકે સાવચેતી તરીકે તમે કોઈ જાણકાર જ્યોતિષાચાર્ય પાસે સલાહ લીધા બાદ જ તેને ધારણ કરો. આવશ્યકતા વગર જો તમે હીરો પહેરી લીધો તો દુર્ભાગ્ય તમારી પાછળ હાથ ધોઈને પડી જશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે શુક્ર ગ્રહને શુભ માનવામાં આવતો નથી. તેવામાં તેમને હીરો પહેરવાની સલાહ પણ આપવામાં આવતી નથી. એટલા માટે તેમણે જ્યોતિષ સલાહ વગર હીરો ધારણ કરવાથી બચવું જોઈએ. જો તેઓ હીરો પહેરી લે છે તો તેના જીવનમાં દુઃખનો પહાડ તુટી પડે છે. જ્યારે ધનહાનિનાં યોગ પણ બને છે. એટલા માટે અશુભ ફળની પ્રાપ્તિ થી બચવા માટે સિંહ રાશિવાળા હીરો ન પહેરો.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિનાં લગ્નનાં સ્વામી મંગળ માનવામાં આવે છે. જ્યારે મંગળ અને શુક્રનો એકબીજા સાથે ૩૬નો આંકડો હોય છે. મતલબ બંનેમાં દુશ્મની હોય છે. એટલા માટે આ રાશિના લોકો પણ હીરો પહેરવાથી બચવું જોઈએ. જો તમે ભુલથી હીરો ધારણ કરી લીધો તમારી લાઇફમાં સમસ્યાઓ વધી શકે છે. તમારૂ બનેલું કામ પણ બગડી શકે છે. એટલા માટે તમે હીરો પહેરવા વિશે વિચારો પણ નહીં.

ધન રાશિ

ધન રાશિના જાતક પણ હીરો ધારણ કરવા વિશે ન વિચારે તો જ સારું છે. આ રત્ન તમારા માટે શુભ નથી. જો તમે તેને ધારણ કરો છો તો તમને ઘણી જાતની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવા પડે છે. સાથે જ તમારું નસીબ પણ તમારો સાથ આપવાનું છોડી દે છે. તેવામાં હીરાથી અંતર જાળવી રાખો એજ તમારા માટે સારો વિકલ્પ છે. નહીં તો તમારા જીવનની મુશ્કેલીઓ વધતા વાર લાગશે નહીં.

મીન રાશિ

આ રાશિમાં શુક્ર ગ્રહ તીજા તથા આઠમાં ભાવનો સ્વામી છે. જ્યારે મીન રાશિનાં લગ્નના સ્વામી બૃહસ્પતિ છે. તે દેવગુરુ છે. બીજી તરફ શુક્ર દૈત્ય ગુરુ માનવામાં આવે છે. આ બંને વચ્ચે દુશ્મની હોવાના કારણે મીન રાશિના જાતકોને હીરો કરવાની અનુમતિ આપવામાં આવતી નથી. તે તેમના માટે અશુભ ફળ લાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *