ગમે તે થઈ જાય પણ આ ૭ ચીજોની લેવડ-દેવડ કોઇની સાથે કરવી જોઈએ નહીં, ઘરમાં ક્યારે ગરીબી આવી જશે ખબર નહીં પડે

મિત્રતા અને સંબંધીઓની સાથે ચીજોની લેવડદેવડ ખુબ જ સામાન્ય વાત છે. જરૂરિયાતના સમયે આપણે પૈસા, કપડાં, પુસ્તકો વગેરે માંગીને ઉપયોગમાં લેતા હોઈએ છીએ અથવા તો બીજાની મદદ માટે પણ આપણે આ ચીજો આપતા હોઈએ છીએ. શાસ્ત્રોમાં અમુક એવી ચીજો જણાવવામાં આવેલી છે જેની લેવડ દેવડ ક્યારે કરવી જોઈએ નહીં. અમુક વસ્તુઓ સાથે વ્યક્તિનું ભાગ્ય જોડાયેલું હોય છે. આ ચીજનો ઉપયોગ કરવા પર તમારું સૌભાગ્ય, દુર્ભાગ્યમાં બદલી શકે છે, ઘરમાં દરિદ્રતા આવી શકે છે, એટલા માટે ભૂલથી પણ અમુક વસ્તુઓની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં. અમુક ચીજો તો એવી હોય છે જેની લેવડ-દેવડ કરવાથી ઘરમાં નકારાત્મકતા આવી જાય છે. તો ચાલો તમને તે ચીજો વિશે જણાવીશું જેની લેવડદેવડ કરવાની શાસ્ત્રોમાં પણ મનાઈ ફરમાવવામાં આવેલી છે.

સામાન્ય રીતે લોકો એકબીજા પાસેથી પૈસા ઉધાર માંગે છે, પરંતુ આજે અમે તમને તે ચીજો વિશે જણાવીશું જે વસ્તુઓની લેવડ દેવડ કોઈની સાથે કરવી જોઈએ નહીં. જો તમે પણ બીજાની આ ચીજો માંગીને ઉપયોગ કરો છો તો તમારે તુરંત પોતાની આદત બદલી નાખવી જોઈએ. તે તમારા માટે મુસીબત અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે.

શાસ્ત્રો અને ધર્મ પુરાણોમાં અમુક કામ કરવા માટે સખત રૂપથી મનાઇ ફરમાવવામાં આવેલ છે. સાથોસાથ અમુક ચીજો નું દાન કરવાથી પણ વ્યક્તિ રાજા માંથી ભિખારી બની જાય છે. જો તમે આ ચીજોનું દાન કર્યું અથવા તો તેની લેવડ દેવડ કરી તો પણ તમારા ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે અને કોઈ પણ વ્યક્તિની નકારાત્મક ઊર્જા તમારા સુધી પહોંચી જાય છે. એટલા માટે આ વસ્તુઓની લેવડ-દેવડ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

મીઠું

લગભગ દરેક ઘરમાં ભોજનની સામગ્રીની લેવડદેવડ સામાન્ય વાત હોય છે. જો ઘરમાં કોઈ ચીજ ન હોય તો તુરંત પોતાના પાડોશી પાસે લેવા જતા હોઈએ છીએ અથવા તો તેમણે જરૂરિયાત પડવા પર તેઓ આપણી પાસે લેવા આવતા હોય છે. શાસ્ત્રો અનુસાર મીઠું ક્યારેય પણ ઉધાર આપવું જોઈએ નહીં અને કોઈને દાન પણ આપવું જોઈએ નહીં. મીઠાનો સંબંધ ચંદ્ર અને શુક્ર સાથે હોય છે. મીઠાની ઉધારી કરવાથી આ બંને ગ્રહ કમજોર થવા લાગે છે, જેના લીધે આપણા જીવન ઉપર તેનો પ્રભાવ પડે છે. આપણા જીવનમાં આર્થિક સંકટ ઘેરાવવા લાગે છે. એટલા માટે ક્યારેય પણ ભૂલથી કોઈને મીઠું આપવું જોઈએ નહીં અને કોઈની પાસેથી મીઠું ઉધાર લેવું જોઈએ નહીં.

સાવરણી

સાવરણી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં સાવરણી કોઈને ઉધાર આપવાથી ઘરની લક્ષ્મી ચાલી જાય છે એવું કહેવામાં આવ્યું છે. વ્યક્તિનો આર્થિક પક્ષ કમજોર થવા લાગે છે. વ્યક્તિને જાણ નથી થતી કે ક્યારે તેના ઘરમાં ગરીબી આવી ગઈ છે. પૈસા પાણીની જેમ ખર્ચ થવા લાગે છે. સાવરણીનું દાન પણ ક્યારેય ભૂલથી કરવું જોઈએ નહીં.

કપડા

કોઈ બીજા વ્યક્તિના કપડાં પહેરવાથી તમારું ભાગ્ય નારાજ થઈ જાય છે અને દુર્ભાગ્ય તમને ચારોતરફથી ઘેરી લેતું હોય છે. તેવામાં અન્ય કોઈ વ્યક્તિના પહેરેલા કપડાને પહેરવાથી હંમેશા બચવું જોઈએ. સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી પણ તેને યોગ્ય માનવામાં આવતું નથી. કારણ કે તેનાથી કીટાણુ પ્રવેશ કરી શકે છે અને ત્વચાનું સંક્રમણ પણ થઈ શકે છે.

ઘડિયાળ

ઘડિયાળનું કામ સમય બતાવવાનું છે. તમારો સારો અથવા ખરાબ સમય તમારી પરિસ્થિતિ નક્કી કરે છે. ક્યારેય પણ કોઈ બીજા વ્યક્તિને પોતાની ઘડિયાળ પહેરવા માટે આપવી જોઈએ નહીં. ઘડિયાળને વ્યક્તિના જીવનના સમયની સાથે જોડીને જોવામાં આવે છે. તેવામાં અન્ય કોઈ વ્યક્તિની ઘડિયાળ પોતાના કાંડા ઉપર પહેરવાથી તમારી પ્રોફેશનલ લાઇફમાં પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે. જો તમે પોતાની ઘડિયાળ કોઈને ઉધાર આપો છો તો તે તમારા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. એટલા માટે ઘડિયાળની લેવડદેવડ શુભ માનવામાં આવતી નથી.

વીંટી

પોતાના સંપૂર્ણ જીવનમાં તમારે ક્યારેય પણ અન્ય કોઈ વ્યક્તિને પોતાની વ્યક્તિ પહેરવા માટે આપવી જોઈએ નહીં અને અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પણ વીંટી પહેરવા માટે લેવી જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો તમારા જીવનમાં ફક્ત મુશ્કેલીઓ નહીં આવે પરંતુ તમે આર્થિક સંકટના જાળમાં પણ ફસાઈ શકો છો. શાસ્ત્રોમાં આંગળીની વીંટી વાળા સ્થાનને આપણા જીવન અને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવે છે, એટલા માટે વીંટીને લઈને પણ તમારે સતર્ક રહેવું જોઈએ.

પૈસા ઉધાર આપવા

શાસ્ત્રોમાં ધનને મનુષ્યનો સૌથી મોટો શત્રુ ગણવામાં આવે છે. કારણ કે તે મનુષ્યની અંદર લાલચનો ભાવ ઉત્પન્ન કરે છે. ખાસ કરીને સંબંધીઓમાં પૈસાની લેવડદેવડ ક્યારેય પણ કરવી જોઈએ નહીં. કારણ કે ઉધાર પ્રેમની કાતર હોય છે. ધનને કારણે પરસ્પર પ્રેમ ખતમ થઈ જાય છે. ઘણા ઘરમાં પૈસા પરેશાનીનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ભાઈ-ભાઈ માં ઝઘડો, મિત્રતા, સંબંધીઓમાં કલેશ વગેરે પૈસાને લીધે જ ઉત્પન્ન થાય છે.

કાંસકો

કોઈ બીજા વ્યક્તિ નો કાંસકો ઉપયોગમાં લેવાથી સ્વાસ્થ્ય અને શાસ્ત્ર બંનેના દ્રષ્ટિકોણથી લાભદાયક નથી. ફક્ત કાંસકો નહીં, પરંતુ માથા સાથે સંબંધિત બધી સામગ્રીને ક્યારેય પણ બીજાની સાથે લેવડદેવડ કરવી જોઈએ નહીં. તેનાથી તમારા ભાગ્ય ઉપર વિપરીત અસર પડી શકે છે.

પેન

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આપણા કર્મો ને યમરાજને ત્યાં ચિત્રગુપ્ત લખે છે. પુરાણોમાં એવું માનવામાં આવ્યું છે કે ચિત્રગુપ્ત પોતાના લખાણથી આપણા જીવનમાં આગળ આવતી પરેશાનીઓ અને ખુશીઓની યાદી તૈયાર કરી રાખે છે. જીવનમાં પેનને ખુબ જ વધારે મહત્વ આપવામાં આવે છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે પોતાની પેન કોઈની સાથે વહેંચવી જોઈએ નહીં અથવા તો કોઈની પાસેથી પેન ઉધાર લેવી જોઈએ નહીં. તેનાથી જીવનમાં આર્થિક પરેશાનીઓને આમંત્રણ મળે છે.