ગમે તે થઈ જાય પણ ઘરનાં મુખ્ય દરવાજાની સામે ક્યારેય પણ આ ૫ ચીજો હોવી જોઈએ નહીં, નહિતર બરબાદ થઈ જશો એ નક્કી છે

Posted by

વાસ્તુશાસ્ત્ર અનુસાર નકારાત્મક ઉર્જાથી ઘરનું વાતાવરણ તણાવપુર્ણ રહે છે. વળી સકારાત્મક ઉર્જાથી ઘરમાં ખુશીઓ આવે છે. દરેક વ્યક્તિ ઈચ્છતા હોય છે કે તેના ઘરમાં હંમેશા સકારાત્મક ઊર્જાનો વાસ રહે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે વાસ્તુદોષને કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરે છે અને આ વાસ્તુદોષ તમારા ઘરની બહારથી પણ આવી શકે છે. ઘણી વખત આપણે ઘરના વાસ્તુદોષ ઉપર તો ધ્યાન આપતા હોઈએ છીએ પરંતુ ઘરની બહારના વાસ્તુદોષને પણ નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ.

Advertisement

ઘણી વખત પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા છતાં પણ વ્યક્તિ બીમાર રહે છે. ખુબ જ મહેનત કરવા છતાં પણ વ્યક્તિ પૈસા બચાવવામાં સફળ થઈ શકતો નથી. તેવામાં ઘરના મુખ્ય દરવાજા પર રહેલ અમુક ચીજો વાસ્તુદોષનું કારણ હોય છે, જેના લીધે વ્યક્તિને નુકસાન પહોંચે છે.

આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમારા ઘરની સામે એવી કઈ ચીજો હોય જેના લીધે તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય છે. તમારે તુરંત જ પોતાના ઘરના મુખ્ય દરવાજાની સામેથી આ ચીજો દુર કરી દેવી જોઈએ. ઘર અથવા મકાનના મુખ્ય દરવાજાની સામે અમુક ચીજોનું હોવું ઘાતક સાબિત થાય છે. તેને ગંભીર વાસ્તુદોષ માનવામાં આવે છે.

ઘરના મુખ્ય દરવાજાની બહાર ગંદુ પાણી એકઠું થવું જોઈએ નહીં. ઘરના મુખ્ય દરવાજા માંથી પોઝિટિવ એનર્જી ઘરમાં પ્રવેશ કરે છે. માતા લક્ષ્મી પણ ઘરના મુખ્ય દરવાજા માંથી ઘરમાં પ્રવેશ કરે છે. એટલા માટે ઘરના મુખ્ય દરવાજાની બહાર ગંદુ પાણી એકઠું થવું જોઈએ નહીં. ગંદુ પાણી ઘરની પશ્ચિમ દિશામાં પણ એકઠું થવું જોઈએ નહીં. ઘરના મુખ્ય દરવાજાની સામે કચરાનો ઢગલો હોવો પણ ઘરમાં બીમારીના સંકેત આપે છે, એટલા માટે એવી જગ્યા ઉપર ક્યારેય ઘર ખરીદવું જોઈએ નહીં જ્યાં મુખ્ય દરવાજાની સામે કચરાનો ઢગલો રહેતો હોય. આવું થવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો હંમેશા વાસ રહે છે તથા પરિવારના સદસ્યોની પ્રગતિમાં અડચણ ઊભી થાય છે.

ઘરના મુખ્ય દરવાજાની બિલકુલ સામે ક્યારેય પણ વૃક્ષ હોવું જોઈએ નહીં. તેને વૃક્ષવેધ માનવામાં આવે છે. મુખ્ય દરવાજા અથવા તો ઘરની બિલકુલ પણ સામે વૃક્ષ હોવું જોઈએ નહીં. તેનાથી બધા કાર્યમાં અડચણ ઉત્પન્ન થાય છે. ક્યુ વૃક્ષ કઈ દિશામાં હોવું જોઈએ તેનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે. ઘરની ઉપર પડી રહેલ વૃક્ષનાં પડછાયાથી છાયાવેધ થાય છે. જો કે તે જોવું પણ જરૂરી છે કે ઘરની ઉપર કયા વૃક્ષનો પડછાયો પડી રહ્યો છે અને કઈ દિશા તરફથી પડછાયો પડી રહ્યો છે. તેનાથી લાભ અથવા નુકસાન વિશે જાણી શકાય છે.

વાસ્તુ જાણકારોનું માનવું છે કે ઘરના મુખ્ય દરવાજાની સામે ખાડો અથવા કિચડ હોવું જોઈએ નહીં. તેની સાથોસાથ કોઈ નાળુ પણ હોવું જોઈએ નહીં. જો ઘરના મુખ્ય દરવાજાની સામે આ ચીજો હોય છે તો ઘરના સદસ્યોને અવારનવાર રોગ થવાની સંભાવના રહે છે. સાથો સાથ ઘરમાં ધનની તંગી પણ રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બિલકુલ સામે સીડીઓ પણ હોવી જોઈએ નહીં. આવું થવા પર વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગે છે. સાથો સાથ સ્વાસ્થ્યનું પણ નુકસાન થવાનો ખતરો વધી જાય છે. તેની સાથે જ નોકરી અને વ્યવસાયમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

એવી માન્યતા છે કે ઘરની સામે થાંભલો પણ હોવો જોઈએ નહીં. જો કોઈ ઘરની સામે થાંભલો હોય છે તો તે ઘરમાં રહેલ સ્ત્રીઓ હંમેશા બીમાર રહે છે. તેવામાં જો ઘરની સામે થાંભલો છે તો તેને આગળ પાછળ કરાવીને ઘરના મુખ્ય દ્વારની સામેથી હટાવી શકો છો.

તે સિવાય ઘરનો મુખ પ્રવેશ દ્વાર હંમેશા રસ્તાથી ઊંચું હોવું જોઈએ. જો મુખ્ય દ્વાર રસ્તાથી નીચું હોય છે તો તેને મોટો વાસ્તુદોષ માનવામાં આવે છે. સાથોસાથ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘરની બિલકુલ સામે ક્યારે પણ મંદિર હોવું જોઈએ નહીં. તેનાથી ઘર પરિવારના સદસ્યો પર હંમેશા સંકટ રહે છે. તે સિવાય ઘરના મુખ્ય દ્વાર અથવા ઘરની સામે કોઈ સીધો રસ્તો હોવો જોઈએ નહીં, તેનાથી ગૃહસ્વામી નો નાશ થઈ જાય છે અને ઘરમાં રહેલ ધનનો નાશ થવા લાગે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.