ગમે તે થઈ જાય પણ નવરાત્રીમાં આવા કપડાં ભુલથી પણ પહેરવા નહીં, માં દુર્ગા ક્રોધિત થઈ જાય છે, બધી જ પુજા વ્યર્થ થઈ જશે

હિન્દુ ધર્મમાં નવરાત્રિના નવ દિવસોનો ખાસ મહત્વ માનવામાં આવે છે. આ નવ દિવસોમાં માતાજીની વિશેષ પુજા આરાધના કરીને ભક્તો માતાજીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. જેનાથી માતાજીની કૃપા મેળવી શકે અને પોતાનો જીવન સુખ સમૃદ્ધિથી પસાર કરી શકે. પુજા પાઠ દરમિયાન વિશેષ અનુષ્ઠાન પણ કરવામાં આવે છે. સાથોસાથ ઘણી બધી સાવધાની પણ રાખવામાં આવતી હોય છે. આ બધી સાવધાનીઓ પુજા પાઠની સાથો સાથ પુજા દરમિયાન પહેરવામાં આવતા કપડા સાથે જોડાયેલી હોય છે. માતાજીનાં નવ દિવસની પુજામાં કપડાને લઈને પણ અમુક સાવધાનીઓ રાખવી જોઈએ, નહીંતર પુજાપાઠ નિષ્ફળ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે તે સાવધાનીઓ કઈ છે જેને પુજા પાઠ દરમિયાન કપડા પહેરતી વખતે રાખવી જોઈએ.

લાલ રંગ છે માતાજીનો પ્રિય

માતાજીને લાલ રંગ વિશેષ રૂપથી પસંદ છે. લાલ ફુલ થી લઈને લાલ વસ્ત્ર, સિંદુર, નાડાછડી વગેરે તેમને અતિપ્રિય હોય છે. જોકે નવ દિવસમાં માતાજીના દરેક સ્વરૂપ માટે અલગ અલગ રંગનું વિધાન છે. પરંતુ જો તમે ફક્ત લાલ રંગના કપડાં પહેરીને પુજા કરો છો તો માતાજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે પુજા દરમિયાન લાલ રંગના કપડાને ખાસ મહત્વ આપવામાં આવે છે. માતાજીની કૃપા મેળવવી હોય તો લાલ રંગના કપડાં પહેરીને હંમેશા પુજા કરવી જોઈએ.

કાળા રંગથી હંમેશા દુર રહેવું

તેની સાથો સાથ કાળા રંગથી દુર રહેવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવે છે. પુજા દરમિયાન ક્યારે પણ કાળા રંગના કપડાં પહેરવા જોઈએ નહીં. તેનું કારણ છે કે કાળો રંગ નકારાત્મકતા અને અશુદ્ધતાનું પ્રતીક છે. સાથોસાથ કોશિશ કરો કે કાળા રંગની સાથોસાથ પુજા દરમિયાન વાદળી રંગના વસ્ત્ર પણ પહેરવા નહીં. દેવી દુર્ગાની આરાધનામાં કાળા રંગના વસ્ત્ર થી અંતર રાખવું જોઈએ. એટલા માટે નવ દિવસમાં વિશેષ પુજા અનુષ્ઠાન દરમિયાન કાળા અથવા વાદળી રંગના કપડા પહેરવા નહીં.

ધોયેલા અને ચોખ્ખા કપડાં પહેરવા

માતાજીની આરાધના નું નવરાત્રીના નવ દિવસોમાં ખાસ મહત્વ હોય છે. આ દરમિયાન નવા કપડાં પહેરીને પુજા કરવી જોઈએ, પરંતુ જો તમારી પાસે નવ દિવસ માટે નવા કપડાં ખરીદવા શક્ય ન હોય તો હંમેશા પુજા પાઠ દરમિયાન ચોખ્ખા અને ધોયેલા કપડાં પહેરવા જોઈએ. એવા કપડાં જેને પહેરીને તમે ભોજન ન કરેલ હોય અથવા તો આખો દિવસ પહેરેલા ન હોય. અમુક લોકો ટોપ અથવા શર્ટ તો દરરોજ બદલતા હોય છે, પરંતુ જીન્સ અથવા પેન્ટને બે થી ત્રણ વખત પહેરતા હોય છે. પરંતુ પુજા કરતા સમયે આવી ભુલ બિલકુલ પણ કરવી જોઈએ નહીં અને ચોખ્ખા તથા ધોયેલા કપડાં પહેરીને જ પુજા કરવી જોઈએ.

નવરાત્રી દરમિયાન પોતાના કપડા પહેરવા

નવરાત્રિની પુજા દરમિયાન કોશિશ કરો કે હંમેશા પોતાના જ કપડાં પહેરવા જોઈએ. જો તમારી પાસે નવા કપડાં ન હોય તો તમારી પાસે રહેલા ધોયેલા અને ચોખ્ખા કપડા પહેરીને પુજા કરવી જોઈએ. તેનાથી પણ માતાજી અતિપ્રસન્ન થાય છે. એટલા માટે બીજાના કપડા માંગીને પુજાપાઠ ક્યારે પણ કરવા જોઈએ નહીં.

દરેક દિવસ માટે છે અલગ રંગ

માતાજીના નવ દિવસમાં નવ રૂપની પુજા કરવામાં આવે છે. માતાજીના દરેક રૂપને અલગ અલગ રંગ પસંદ છે. જો તમે માતાજીની વિશેષ કૃપા મેળવવા માંગો છો તો દરેક પુજા પાઠ દરમિયાન માતાજીના મનપસંદ રંગના કપડાં પહેરીને પુજા કરી શકો છો.