ગમે તે થાય પણ રોટલી પીરસવામાં આવી ભુલ કરવી નહીં, માં લક્ષ્મીને આવે છે ભયંકર ગુસ્સો

માનવામાં આવે છે કે ભોજન સાથે જોડાયેલા એવા ઘણા વાસ્તુ નિયમ હોય છે, જે જીવનમાં ખુશીઓ અને ધનના દ્વાર ખોલે છે. જેમ કે ભોજન બનાવવા માટે રસોડાનું યોગ્ય દિશામાં હોવું, ભોજન કરતા સમયે યોગ્ય દિશામાં મુખ રાખીને બેસવું, ભોજનની થાળીનું વાસ્તુના નિયમોના હિસાબથી હોવું વગેરે. આ બધા નિયમોમાંથી એક છે “ભોજન પીરસવાની યોગ્ય રીત”. તમે કઈ રીતે ભોજન પીરસો છો તે વાત પણ તમારા જીવન ઉપર અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન કરાવતા સમયે જાણતા અજાણતામાં લોકો એવી ભુલો કરી દેતા હોય છે, જે ધીરે ધીરે તમારા પરિવારના સુખને બરબાદ કરી નાખે છે અને તમને ગરીબીમાં ધકેલી દેતું હોય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણી વખત જીવનમાં અને આર્થિક સમસ્યાઓને કારણે તમારા ગ્રહ દોષ અને અજાણતામાં કરવામાં આવતી નાની નાની ભુલો પણ તેનું કારણ હોઈ શકે છે. તમે જોયું હશે કે ઘરના વડીલો ભોજન પીરસતા સમયે અમુક ખાસ વાતો ધ્યાનમાં રાખવાની સલાહ આપતા હોય છે. જ્યોતિષ અનુસાર માનવામાં આવે છે કે રોટલી પીરસતા સમયે કરવામાં આવતી ભુલોને લીધે પરિવારના સ્વાસ્થ્ય અને પરસ્પર સંબંધો ઉપર નકારાત્મક અસર પડે છે. તો ચાલો જાણીએ કે રોટલી પેરસતા સમયે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી માનવામાં આવે છે.

જો ઘરના કોઈ સદસ્યની પ્લેટમાં પહેલી રોટલી ખતમ થઈ જાય તો બીજી રોટલી ક્યારેય હાથમાં લઈને જવું જોઈએ નહીં. રોટલીને હંમેશા કોઈ પ્લેટમાં રાખીને લઈ જવી જોઈએ અને ત્યારબાદ થાળીમાં આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે હાથમાં લઈને રોટલી પીરસવાથી પરિવારના લોકોમાં પરસ્પર મતભેદ ઉત્પન્ન થઈ શકે છે. હાથમાં રોટલી લઈને પીરસવાથી ગરીબીને આમંત્રણ મળે છે. માનવામાં આવે છે કે હાથમાં રોટલી આપવાથી ભોજન ખવડાવવાનું પુણ્ય પણ ખતમ થઈ જાય છે, એટલા માટે ભુલથી પણ આવી ભુલ કરવી જોઈએ નહીં.

અવારનવાર પોતાના ઘરના વડીલોને તમે એવું કહેતા સાંભળ્યા હશે કે થાળીમાં ક્યારેય પણ એક સાથે ત્રણ રોટલી પીરસવી જોઈએ નહીં. માન્યતા છે કે થાળીમાં એક સાથે ત્રણ રોટલી રાખવાથી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કમજોર થાય છે અને તેનો પ્રભાવ ઘરની સુખ શાંતિ ઉપર પડે છે. સનાતન ધર્મ અનુસાર ભોજન કરી રહેલા કોઈપણ વ્યક્તિને ક્યારેય પણ એક સાથે ત્રણ રોટલી પીરસવી જોઈએ નહીં. તેના બદલે તમે એક અથવા બે રોટલી પીરસી શકો છો. એક સાથે ત્રણ રોટલી પીરસવાથી ઘરમાં ગરીબી આવે છે અને ધન સંપત્તિનો નાશ થાય છે.

તમે ઘણા બધા લોકોને જોયા હશે કે તેઓ રાતની રોટલી બનાવ્યા બાદ બચી ગયેલા લોટને ફ્રિજમાં રાખી દેતા હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણ થી તેને બિલકુલ પણ શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે વાસી લોટની રોટલી બનાવવાથી તેને ખાનાર વ્યક્તિના જીવનમાં નકારાત્મકતા વધે છે. જો તમે આ રોટલી પોતે ખાવ છો તો કોઈ વાંધો નથી, પરંતુ જો કોઈ સાધુ સંત અથવા મહેમાન તમારા ઘરે આવે તો તેને વાસી રોટલી ક્યારે પણ ખવડાવી જોઈએ નહીં. આવું કરવાથી ભગવાન નારાજ થઈ જાય છે. જેનાથી હસતું-રમતું ઘર પણ બરબાદ થવામાં સમય લાગતો નથી. એટલા માટે આવી ભુલ ક્યારેય પણ કરવી નહીં.