ગણેશ આચાર્યએ પોતાની દિકરી સાથે કર્યો રોમેન્ટિક ડાન્સ, “ભીગી ભીગી રાતો મે” ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ

ગણેશ આચાર્ય અને તેમની દીકરી સૌંદર્યા આચાર્ય નો એક રોમેન્ટિક ડાન્સ વિડીયો હાલનાં સમયે ઇન્ટરનેટ પર ઘણો વાયરલ છે. જેમાં બંને “ભીગી ભીગી રાતો મે” ગીત પર જબરજસ્ત પરફોમન્સ કરતા દેખાઈ રહ્યા છે. બોલીવુડનાં શાનદાર કોરિયોગ્રાફર માંથી એક ગણેશ આચાર્ય અને તેમની દીકરી સૌંદર્યા આચાર્યનો એક ડાન્સ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ગણેશ અને તેમની દીકરી સૌંદર્યા આચાર્ય રોમેન્ટિક ડાન્સ કરતા નજર આવી રહ્યા છે અને આ વિડીયો આ સમયે ઘણો ચર્ચામાં છે.

બે દશકથી પણ વધારે સમયથી બોલીવુડને નચાવી રહેલા ફેમસ કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ આ શાનદાર વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં બંનેની જોડીને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે અને ઘણાં વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં ગણેશ અને સૌંદર્યા “ભીગી ભીગી રાતો મે” ગીત પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. યુઝર્સે આ રોમેન્ટિક ગીત પર પિતા અને દીકરીનાં આ ડાન્સને દુનિયાનો સૌથી સુંદર ડાન્સ બતાવ્યો છે. જોકે ગણેશ આચાર્યએ પહેલાં પણ ઘણા વીડિયો શેર કર્યા છે. જેમા તે દીકરી સૌંદર્યા સાથે ડાન્સ કરતા નજર આવી રહ્યા છે.

“બોડીગાર્ડ” અને “સિંઘમ” જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફ કરવાવાળા ગણેશ આચાર્ય “એબીસીડી” અને “એની બડી કેન ડાન્સ” જેવી ફિલ્મોમાં એક્ટ પણ કરી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ “ભાગ મિલ્ખા ભાગ” નાં સોંગ “હવન કુંડ” અને વર્ષ ૨૦૧૭માં આવેલી ફિલ્મ “ટોયલેટ : એક પ્રેમ કથા” નાં સોંગ” ગોરી તું લઠ્ઠ માર” નાં માટે બેસ્ટ કોરિયોગ્રાફી નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ganesh Acharya (@ganeshacharyaa)

ગણેશ આચાર્ય જ્યારે માત્ર ૧૧ વર્ષના હતા ત્યારે તેમના પિતા ગોપી નું નિધન થઈ ગયું હતું. તે કામથી ડાન્સર અને કોરિયોગ્રાફર હતા. પિતાના દેહાંત પછી ફેમિલી પર આર્થિક મુશ્કેલીઓનો બોજ આવી ગયો અને નાની ઉંમરમાં ગણેશનાં ખભા પર ઘરની જવાબદારી આવી ગઈ. ગણેશે અભ્યાસ છોડી દીધો અને તે ઓડિશાના એક શહેર કટક આવીને પોતાની બહેન સાથે ડાન્સની કલા શીખવા લાગ્યા. ૧૨ વર્ષની ઉંમરમાં ગણેશ એ પોતાનો ડાન્સ ગ્રુપ શરૂ કર્યો અને ૧૯ વર્ષની ઉંમરમાં પહેલી ફિલ્મ “અનામ” (૧૯૯૨)માં તેમને કોરિયોગ્રાફ કર્યું.

વર્ષ ૨૦૦૦માં ગણેશ એ ફિલ્મ પ્રોડ્યુસર વિધિ આચાર્ય સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૧૭માં ગણેશ આચાર્ય પોતાના વેટ લોસ ને લઈને પણ ચર્ચામાં છવાઇ ગયા હતા. માત્ર એક વર્ષમાં જ પોતાનું વજન ૮૫ કિલો ઓછું કરીને તેમણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.