ગંગા નદીને આટલી સ્વચ્છ જોઈને લોકોને માનવામાં નથી આવી રહ્યું, ૧૦ ફૂટ નીચેનું તળિયું પણ દેખાઈ રહ્યું છે, જુઓ અદભૂત વિડિયો

વ્યક્તિ ભલે લોકડાઉન થી કંટાળી ગયો હોય પરંતુ પ્રકૃતિ હાલના સમયમાં પોતાને સ્વસ્થ કરી રહી છે. સમગ્ર દુનિયામાંથી ઘણી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે આ વાતની સાબિતી છે કે લોકડાઉન પ્રકૃતિને નવી જિંદગી આપી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પંજાબના જલંધર થી અમુક તસવીરો સામે આવી હતી.

જેમાં જલંધરથી હિમાલય પર્વતની ધૌલાધાર રેન્જ (હિમાચલ પ્રદેશમાં) ના બર્ફીલા પહાડો નજર આવી રહ્યા હતા. હાલમાં ઋષિકેશ થી કે જ્યાં ગંગા એટલી સાફ થઈ ગઈ છે કે નદીનું તળિયું પણ દેખાઈ રહ્યું છે. યમુના નદીનું પાણી ફરીથી પીવા લાયક થઈ ગયું છે. સાથોસાથ પ્રદુષિત શહેરો ની હવા પણ શ્વાસ લેવા માટે યોગ્ય થઈ રહી છે.

લક્ષ્મણ જુલા પાસેનો નજારો

આ વિડીયો આઈએફએસ સુશાંત નંદાએ શેયર કરેલ છે. તેઓ કેપ્શન માં લખે છે કે “ઋષિકેશમાં લક્ષ્મણજુલા પાસે ગંગા, અને આપણે બધા સ્વર્ગ શોધી રહ્યા હતા.” તેમના જણાવ્યા અનુસાર આ વિડીયો ૨૪ એપ્રિલ, ૨૦૨૦નાં રોજ લેવામાં આવેલ છે, જેને અત્યાર સુધીમાં ૨ લાખ ૭૭ હજાર વ્યું અને ૭ હજાર રી ટ્વીટ મળી ચૂક્યા છે.