શ્રીકૃષ્ણએ પોતે કહ્યું છે કે ગંગાજળનો આવી રીતે પ્રયોગ કરવાથી વર્ષો જુની ગરીબી પણ દુર થઈ જાય છે

Posted by

હિન્દુ ધર્મમા ગંગા નદીને સૌથી પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ગંગાજીનાં દર્શન કરવા માત્રથી જ મનુષ્યના બધા પ્રકારના કષ્ટ દુર થઈ જાય છે. વળી ગંગાજળના સ્પર્શ માત્ર થી જ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ જાણકારોનું માનવામાં આવે તો ગંગાજળમાં એવી શક્તિઓ છે જે મનુષ્ય દ્વારા જાણતા અજાણતામાં થયેલ તમામ પાપને નષ્ટ કરી નાખે છે. હિન્દુ ધર્મમાં ગંગાજળને ખુબ જ મહત્વ આપવામાં આવેલ છે. જન્મથી લઈને મૃત્યુ સુધી બધા અનુષ્ઠાનોમાં માં ગંગાનાં જળનો ઉપયોગ કરવામાં આવે છે.

Advertisement

કહેવામાં આવે છે કે જે સ્થાન પર ગંગાજળ રાખવામાં આવે છે ત્યાં સકારાત્મકતાનો વાસ હોય છે. ફક્ત એટલું જ નહીં ગંગાજળના અમુક ઉપાય કરવાથી જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકાય છે. આજે અમે તમને ગંગાજળ સાથે જોડાયેલા અમુક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો આજે જાણીએ ગંગાજળના અમુક ઉપાયો વિશે.

જો તમારા ઘરમાં નકારાત્મકતા વધી ગઈ છે અને હંમેશા કલેશનું વાતાવરણ રહે છે તો તેના માટે દરરોજ પુજા કર્યા બાદ પોતાના ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. તેનાથી ઘરની બધી જ નકારાત્મકતા દુર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે. એક વાતનું ધ્યાન પણ હંમેશા રાખો કે ગંગાજળને હંમેશા મંદિરમાં જ રાખવું જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણી વખત ગ્રહોની સ્થિતિ કમજોર હોવાને લીધે પણ જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવવા લાગે છે. તેવામાં તમારે પ્રત્યેક સોમવારના દિવસે શિવજીનું પુજન કરવું અને ગંગાજળથી અભિષેક કરવો. સાથોસાથ શનિવારના દિવસે એક વાસણમાં પાણી લઈને તેમાં થોડું ગંગાજળ ઉમેરીને પીપળાના મુળમાં અર્પિત કરવું. તેનાથી તમને ગ્રહદોષને લીધે થઈ રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જશે.

જો ઘરમાં નાના બાળકોને કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય તો તેની ઉપર ગંગાજળના છંટકાવ કરવો જોઈએ. તેનાથી નજરદોષ નો પ્રભાવ દુર થાય છે. જો બાળક વધારે રડી રહ્યું હોય તો ડોક્ટરને જરૂરથી બતાવવું જોઈએ.

ઘણી વખત લોકોને સાથે એવું થાય છે કે રાત્રે સુતા સમયે તેમની ઊંઘ અચાનક ઉડી જાય છે અથવા તો સુતા સમયે ખરાબ સપના આવે છે તો સુતા પહેલા પોતાની પથારી ઉપર થોડા ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. તેનાથી તમને સારી ઊંઘ આવશે અને ખરાબ સપના માંથી પણ છુટકારો મળી જશે.

જો તમે વેપાર કરી રહ્યા છો અને તમારા વેપારમાં મંદિર ચાલી રહી છે તો તમારે બિલકુલ પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી. જે જગ્યાએ બેસીને તમે વેપાર કરો છો તે જગ્યા પર સવાર અને સાંજના સમયે ગંગાજળના પાણીનો છંટકાવ અવશ્ય કરો. તેનાથી તમારા વેપારમાં ખુબ જ વધારો થવા લાગશે. કારણ કે ગંગાજળનો છંટકાવ કરવાથી તે જગ્યાનું વાતાવરણ પરિવર્તિત થઈ જાય છે અને તેના લીધે તમારો વેપાર પણ વધવા લાગે છે.

જો તમને મનપસંદ નોકરી મેળવવામાં પરેશાની આવી રહી હોય તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂરિયાત નથી. જ્યારે પણ તમે કોઈ સારી નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો તો તે પહેલા ગંગાજળના પાણીનો છંટકાવ પોતાના માથા ઉપર અવશ્ય કરો. તેનાથી તમારા જીવનમાં સકારાત્મક ઊર્જાનો જન્મ થશે અને તમારા મનની બધી જ ઈચ્છાઓ પુરી થશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.