ગણપતિ પુજા દરમ્યાન ભુલથી પણ ન કરો આ ભુલો, નહિતર ધનનું ભારે થઈ શકે છે નુકસાન

Posted by

ભગવાન ગણેશજીને બધા દેવી-દેવતાઓમાં પ્રથમ પુજનીય માનવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણેશજીની પુજા-અર્ચના કરવા માટે સૌથી વિશેષ દિવસ હોય છે. આ દિવસે લોકો ભગવાન ગણેશજીની વિધિ-વિધાન પુર્વક પુજા કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ ઉપર ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિ હોય તો તે વ્યક્તિના જીવનની બધી પરેશાનીઓ દુર થઈ જાય છે. બુધવારનાં દિવસે ઘણા બધા લોકો એવા હોય છે જે વ્રત કરે છે અને મંદિરમાં જઈને ભગવાન ગણપતિજી ના દર્શન કરે છે. તે સિવાય ઘરમાં પણ લોકો ભગવાન ગણેશજીની પુજા-અર્ચના કરે છે. પ્રથમ પુજનીય ભગવાન ગણેશજી ની દરેક શુભ અવસર પર સૌથી પ્રથમ પુજા થતી હોય છે.

ગણેશજીને સંકટ દુર કરવા વાળા દેવતા માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ ગણેશજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય છે તો વ્યક્તિના જીવનના બધા જ સંકટ દુર થઈ જાય છે અને ભગવાન જીવનને ખુશહાલ બનાવે છે. પરંતુ ભગવાન ગણેશજીની પુજા માં કોઈપણ ભુલ થઈ જાય તો તેના કારણે ખુબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આજે અમે તમને અમારા આર્ટીકલનાં માધ્યમથી અમુક એવી ભુલો વિષે જાણકારી આપવા જઇ રહ્યા છીએ, જે ગણપતિ પુજા દરમિયાન ભુલથી પણ કરવી જોઈએ નહીં.

ગણપતિ પુજા દરમિયાન ન કરવી જોઈએ આ ભુલો

જો તમે પોતાના ઘરના મંદિરની અંદર ભગવાન ગણેશજીની મુર્તિ સ્થાપિત કરેલી છે, તો તેવામાં તમારે ત્યાં સુધી ગણેશજીની પ્રતિમાં રાખવી ન જોઇએ, જ્યાં સુધી પહેલી પ્રતિમાનું વિસર્જન ન કરી દેવામાં આવે. કારણ કે એકથી વધારે ગણેશજીની પ્રતિમા ઘરનાં મંદિરમાં હોવું જ શુભ માનવામાં આવતો નથી.

તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે ભગવાન ગણેશજીની પ્રતિમાને મંદિરમાં એ રીતે રાખવી જોઈએ, જેથી કોઈ જગ્યાએથી તેમની પીઠ નજર ના આવે. કારણ કે ભગવાન ગણેશજીની પીઠના દર્શન કરવાથી ઘરમાં નિર્ધનતા આવવા લાગે છે.

ભગવાન ગણેશજીની પુજા દરમ્યાન તમારી ભુલ થી પણ તુલસી અર્પિત કરવા જોઈએ નહીં, નહીંતર તેના લીધે તમારે ખુબ જ મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. ભગવાન ગણેશની પુજામાં દુર્વા અર્પિત કરો. કારણકે તે ગણેશજીને પ્રિય છે.

ભગવાન ગણેશજીની પુજામાં લાલ રંગનાં વસ્ત્રો ધારણ કરીને બેસવું જોઈએ. પરંતુ તમારે તે વાતનું ધ્યાન રાખવાનું રહેશે કે ક્યારેય પણ તમારી ગણપતિ પુજા દરમ્યાન કાળા રંગના કપડા પહેરવા જોઈએ નહીં અને ક્યારે પણ પુજામાં કાળા રંગનો ઉપયોગ કરવો નહીં.

ભગવાન ગણેશજીની અલગ-અલગ મુર્તિઓનું પણ પોતાનું એક મહત્વ જણાવવામાં આવેલ છે. ભગવાન ગણેશજીની અલગ-અલગ મુર્તિઓ વ્યક્તિ માટે શુભ અશુભ માનવામાં આવે છે. તમારે પોતાના ઘરની અંદર ભગવાન ગણેશજીની એવી પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ,  જેમાં તેમની સુંઢ ડાબી તરફ હોય. તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

ઉપરોક્ત તમને ગણપતિ પુજા દરમિયાન કઈ કઈ ભુલો કરવાથી બચવું જોઈએ, તેના વિશે જાણકારી આપવામાં આવી છે. આ આર્ટિકલમાં આપવામાં આવેલી સુચનાઓ સામાન્ય જાણકારી અને માન્યતાઓ ઉપર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *