સમગ્ર ગુજરાતમાં “ચાર ચાર બંગડી વાળા” ગીતથી મશહુર થનાર સિંગર કિંજલ દવેની સગાઈ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ફક્ત ૧૭ વર્ષની ઉંમરમાં જ પોતાના સુરીલા અવાજથી કરોડો લોકોના દિલ જીતવા વાળી કિંજલ દવે એ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોશીના દીકરા પવન જોશી સાથે ૧૮ એપ્રિલના રોજ સગાઈ કરેલી હતી, પરંતુ હવે અચાનક જ બંનેના સગાઈ તુટી જવાના સમાચારો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે.
ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવેને આજે ફક્ત ગુજરાતના લોકો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા ગુજરાતી લોકો ઓળખે છે. કિંજલ દવેના પ્રસંશકોની સંખ્યા ફક્ત ગુજરાતમાં નહીં, પરંતુ વિદેશોમાં પણ મોટી સંખ્યામાં રહેલ છે. હવે કિંજલ દવેને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો અનુસાર જાણવા મળેલ છે કે કિંજલ દવેની સગાઈ તુટી ચુકી છે કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તુટી ચુકેલ છે.
હાલના સમયમાં આ સમાચાર સમગ્ર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પવન જોશી અને કિંજલ દવે ની સગાઈ આજથી પાંચ વર્ષ પહેલા થયેલી હતી. ગુજરાતી ગરબા કિંજલ દવેની સગાઈ પાંચ વર્ષ બાદ તુટી ગઈ છે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી પવન જોશી સાથેની પોતાની બધી જ તસ્વીરો અને પોસ્ટ ડીલીટ કરી નાખી છે.
તે સિવાય કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પવન જોશીને અનફોલો પણ કરી દીધેલ છે. સુત્રો અનુસાર જાણવા મળેલ છે કે આ સગાઈ તુટવા પાછળનું કારણ પવન જોશી ની બહેન માનવામાં આવે છે. જાણકારી અનુસાર પવન જોશી ની બહેન ના લગ્ન કિંજલ દવે ના ભાઈ સાથે નક્કી થયેલા હતા.
પરંતુ પવન જોશીની બહેન અન્ય કોઈ યુવકના પ્રેમમાં હતી અને તેણે તે યુવક સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા, જેના લીધે એવું કહેવામાં આવી રહ્યું છે કે કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ પણ તુટી ગઈ છે. કિંજલ દવે એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી પવન જોશી સાથે ની બધી જ તસ્વીરો ડીલીટ કરી નાખી છે. સાથો સાથ પવન જોશી એ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી કિંજલ દવે સાથેની બધી જ પોસ્ટ ડીલીટ કરી નાખી છે. વળી એટલું જ નહીં એવું પણ જાણવા મળ્યું છે કે કિંજલ દવેએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ કરી નાખ્યું છે.
હાલના સમયમાં આ સમાચાર સોશિયલ મીડિયામાં જંગલમાં ફેલાયેલી આગની જેમ ફેલાઈ રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો અલગ અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. સગાઈ તુટવાને લઈને હજુ સુધી કિંજલ દવે અથવા પવન જોશી તરફથી કોઈપણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી. હવે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યું.