ગરોળીનું શરીરનાં ક્યાં અંગ ઉપર પડવું શુભ અને અશુભ માનવામાં આવે છે, શરીરનાં આ ભાગ ઉપર પડે તો ભગવાનને “થેન્ક યુ” કહેજો

Posted by

શુકનશાસ્ત્રમાં સારા અને ખરાબ બંને પ્રકારના શુકન વિશે જણાવવામાં આવેલ છે. આ શુકન ભવિષ્યમાં તમારી સાથે થનાર સારા અથવા ખરાબ ફળ વિશે જણાવે છે. શુકનશાસ્ત્રમાં ગરોળી પડવા વિશે પણ જણાવવામાં આવેલ છે. શરીરનાં દરેક અંગ ઉપર ગરોળી પડવાના અલગ અલગ ફાયદા અને નુકસાન હોય છે. મોટાભાગના લોકો ગરોળીથી ડરે છે અથવા તો દુર ભાગે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ગરોળી તમારા જીવનમાં આવનાર ખુશાલીના શુભ સંકેત આપી શકે છે. તો ચાલો જાણીએ કે શરીરના કયા અંગ ઉપર ગરોળી પડવાનો શું મતલબ થાય છે.

Advertisement

ગરોળીનો માથા ઉપર પડવું શુભ સંકેત હોય છે, તે સંપતિ મળવા તરફ ઈશારો કરે છે. વળી ગરોળી જો વાળ ઉપર પડે તો તેનો સંબંધ મૃત્યુ સાથે હોય છે. જમણા કાન ઉપર ગરોળી પડવાથી જ્વેલરી મળે છે, તો ડાબા કાન ઉપર ગરોળી પડવાથી આયુષ્ય વધે છે. નાક ઉપર ગરોળી પડવાથી ભાગ્યોદય થવાનો સંકેત મળે છે.

શત્રુઓનો થાય છે નાશ

શુકનશાસ્ત્ર અનુસાર જો ગરોળી તમારી ઉપર પડીને શરીરની ડાબી બાજુ તરફ પહોંચી જાય છે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર તેનાથી તમને ધનની પ્રાપ્તિ થાય છે. વળી જો તમારી ગરદન ઉપર ગરોળી પડે તો તેનાથી શત્રુઓનો નાશ થાય છે.

ધનમાં થાય છે વૃદ્ધિ

જો ગરોળી તમારા માથા નીચલા હોઠ, નાભિ, બંને જાંગ અથવા તમારા ઘુંટણ અને પગની વચ્ચેના ભાગ ઉપર પડે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ધન લાભ થાય છે અને ધનની વૃદ્ધિ પણ થાય છે. જો તમારા આઇબ્રો ઉપર ગરોળી પડે છે તો તેનો મતલબ છે કે તમારા ધનનો નાશ થવાનો છે.

પરિવારમાં થાય છે વિવાદ

ઘરમાં પ્રવેશ કરતા સમયે જો ગરોળીનો અવાજ સાંભળવા મળે અને એવી રીતે જ આગળ વધતો જાય તો તે તમારા માટે શુભ સંકેત હોય છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ધન લાભ થાય છે. વળી જો ગરોળી છાતીની ડાબી બાજુ પડે છે તો ઘર પરિવારમાં વિવાદ થાય છે.

નોકરીમાં મળે છે પ્રમોશન

જો તમે કોઈ જગ્યાએ બહાર જઈ રહ્યા છો અને તમને ગરોળી ઘરની પૂર્વ, ઉત્તર અને ઈશાન દિશામાંથી અવાજ સાંભળવા મળે તો તે તમારા માટે શુભ સંકેત છે. માનવામાં આવે છે કે તેનાથી ધનપ્રાપ્તિ થાય છે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળે છે.

વ્યવસાયમાં થાય છે પ્રગતિ

જો ગરોળીનો અવાજ ત્રીજા અને ચોથા પ્રહર માં પુર્વ દિશા તરફ થી સાંભળવા મળે તો શુકનશાસ્ત્ર અનુસાર તે તમારા માટે શુભ સંકેત છે. માનવામાં આવે છે કે તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે અને વેપારમાં વૃદ્ધિ થવા લાગે છે. વળી ડાબી બાજુના ખભા પર ગરોળી પડે તો તેનો મતલબ છે કે તમારા શત્રુ વધવાના છે.

મળે છે શુભ સંકેત

શુકનશાસ્ત્ર અનુસાર જો તમને ગરોળી નો અવાજ રાતના પહેલા પ્રહર માં ભોજન કરતા સમયે ઈશાન દિશામાં સાંભળવા મળે તો તે શુભ સંકેત હોય છે. માનવામાં આવે છે કે ગરોળીનાં આ પ્રકારના અવાજથી ધન લાભ થાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.