હિન્દુ ધર્મમાં જન્મથી લઈને મૃત્યુ અને ત્યારબાદ આવતા જન્મની યાત્રા માટે પાપ-પુણ્ય અને રીતિ-રિવાજ બનાવવામાં આવેલ છે. પરિજનોના મૃત્યુ પર પરિવારના લોકો અમુક રીતિરિવાજો કરે છે, જેથી મૃતકની આત્માને શાંતિ અને મુક્તિ મળી શકે. આ રીતિરિવાજોમાં પરિવારજનો મુંડન પણ કરાવે છે. માથે મુંડન કરાવવાની આ પ્રથા પાછળ ગરુડ પુરાણમાં અમુક મહત્વપુર્ણ કારણ જણાવવામાં આવે છે. મૃત્યુ બાદ પરિવારજનોનાં માથે મુંડન અને દાઢી કરાવવાના રીતે રિવાજમાં તે પરિવારજનોના માથામાં ચોટી ક્યારેક કાપવામાં આવતી નથી. માથામાં રહેલી ચોટી કાપવી હિન્દુ ધર્મમાં વર્જિત છે.
ગરુડ પુરાણ અનુસાર મૃતક ની આત્મા મૃત્યુ બાદ પણ શરીર છોડવા માટે તૈયાર રહેતી નથી. તે યમરાજને પ્રાર્થના કરીને યમલોકમાંથી પરત આવે છે અને પોતાના પરિવારજનો સાથે સંપર્ક કરવાની કોશિશ કરે છે. શરીર ન હોવાને લીધે સંપર્ક કરવા માટે પરિવારજનોનાં વાળની મદદ લેતી હોય છે. જેથી આવું ન થઈ શકે એટલા માટે પરિવારજનો માથે મુંડન કરાવે છે, જેથી તેઓ આત્માના મોહમાંથી મુક્ત થઈ શકે.
વ્યક્તિના નિધન બાદ તેના પરિવારજનો દ્વારા માથે મુંડન કરાવવું મૃતક પ્રત્યે પ્રેમ અને સન્માન વ્યક્ત કરવાનો રસ્તો છે. મૃતક પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવીને લોકો પોતાના વાળ કપાવે છે. કારણ કે વાળ વગર સુંદરતા અધુરી હોય છે. મૃતકના શરીરમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. તેવામાં મૃતકના શરીરને અંતિમ સંસ્કાર માટે લઈ જવા અને અંતિમ સંસ્કાર કરવા દરમિયાન પુરુષ પરિજનો તેના સંપર્કમાં આવે છે.
સ્નાન બાદ પણ જીવાણુઓ વાળમાં ચોટેલા રહે છે, એટલા માટે ચહેરા ઉપરના વાળ દુર કરવામાં આવે છે. બાળકના જન્મ અને કોઈ વ્યક્તિના મૃત્યુને લીધે પરિવારમાં સુતક લાગે છે. એટલે કે અમુક દિવસ સુધી પરિવારના લોકો અશુદ્ધ માનવામાં આવે છે. માથે મુંડન કરાવવાથી સુચક સંપુર્ણ રીતે ખતમ થઈ જાય છે.
માથે મુંડન સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. કારણ કે મૃત્યુ બાદ શરીરમાં સડો લાગવાનું શરૂ થઈ જાય છે અને ઘણા બધા જીવાણુઓ ઘર બનાવી લેતા હોય છે. સંબંધી અને પરિવારજનો મૃત્યુથી લઈને સ્મશાનમાં અંતિમ સંસ્કાર સુધી શરીરને ઘણી વખત સ્પર્શ કરે છે, જેનાથી શક્ય છે કે જીવાણુઓ તેમના શરીરમાં આવી ગયા હોય. એટલા માટે અંતિમ સંસ્કાર બાદ નખ કાપવા, મુંડન અને સ્નાન જેવી પ્રક્રિયાઓ કરવામાં આવે છે, જેનાથી શરીરને સ્વચ્છ રાખી શકાય. મુંડન કરવાથી આપણને ઘણા પ્રકારના સંક્રમણ માંથી મુક્તિ મળે છે અને મહિલાઓ સ્મશાનમાં જતી નથી. એટલા માટે હિન્દુ ધર્મમાં તેમનું મુંડન કરવાની પરંપરા નથી.
એવું માનવામાં આવે છે કે કોઈ સંબંધીના મૃત્યુ થવા પર મુંડન કરાવવા પાછળ એક મોટું કારણ છે કે મૃતક વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા અને સન્માન વ્યક્ત કરવામાં આવે છે. મુંડનને મૃતકના સન્માનના પ્રતીકના રૂપમાં જોવામાં આવે છે. મૃતક વ્યક્તિએ પોતાના પરિવાર માટે ઘણું બધું કર્યા બાદ તેમને ઘણા વર્ષો સુધી પ્રેમ કર્યા બાદ અને આટલો સમય ઘણા મામલામાં તેમની સાથે ઉભા રહ્યા બાદ તેમનો સાથ છોડી દીધો છે, એટલા માટે સાંસારિક કૃતજ્ઞતા માટે એક નિશાની નાં રૂપમાં મુંડન કરાવવામાં આવે છે. જેનાથી તેની આત્માને આ નિયમનાં માધ્યમથી મળતા સન્માનને લીધે સંતુષ્ટી મળે છે.