ગરુડ પુરાણ અનુસાર સ્ત્રીને આવું કામ કરતાં જોવી એ મહાપાપ માનવામાં આવે છે, મહાકાલ પોતે આપે છે તેની સજા

Posted by

દુનિયામાં કોઈ પરફેક્ટ હોતું નથી. વ્યક્તિ અવારનવાર કોઈને કોઈ ભુલ જરૂરથી કરે છે. વળી ભુલ અજાણતામાં થાય છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે જે જાણી જોઈને ભુલો કરતા હોય છે. અજાણતામાં થયેલી ભુલોને માફ પણ કરી શકાય છે, પરંતુ જાણી જોઈને કરવામાં આવેલી ભુલોને માફ કરવી મુશ્કેલ બનતી હોય છે. ભુલ ઉપર એક કહેવત પણ છે જે તમે જરૂરથી સાંભળી હશે કે “વ્યક્તિ પોતાની ભુલોમાંથી જ શીખે છે”. પરંતુ તેનો મતલબ એવો નથી કે તે વારંવાર ભુલ કરતો રહે. ગરુડ પુરાણમાં તે ભુલની સજા નિર્ધારિત છે, જે વ્યક્તિ અજાણતામાં નહીં પરંતુ જાણી જોઈને કરે છે. તેવામાં આજે અમે તમને એક એવી ભુલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને વ્યક્તિએ ક્યારેય પણ કરવી જોઈએ નહીં.

જણાવી દઈએ કે ગરુડ પુરાણ અનુસાર આ ભુલને મહાપાપ સમજવામાં આવેલ છે અને જે વ્યક્તિ આ ભુલ કરે છે તે મહાપાપ નો ભાગ બની જાય છે. આ પાપને એટલું મોટું સમજવામાં આવે છે કે તે નિધન બાદ પણ વ્યક્તિનો પીછો છોડતું નથી. એટલું જ નહીં જો વ્યક્તિ આ ભુલ કરે છે તો સમાજમાં તેની ઈજ્જત ઓછી થઈ જાય છે અને તેને સારી નજરથી જોવામાં આવતો નથી. હકીકતમાં કોઈપણ વ્યક્તિએ ક્યારેય પણ સ્નાન કરતી સ્ત્રીને જોવી જોઈએ નહીં. અમુક લોકોની આદત હોય છે કે તેઓ સ્નાન કરતી સ્ત્રીને જોવા લાગે છે. આવા હીન લોકો નહાતી સ્ત્રીને જોવામાં આનંદ મેળવતા હોય છે. પરંતુ ગરુડ પુરાણમાં આવું કરવા વાળા પુરુષોને ચરિત્રહીન માનવામાં આવે છે.

સ્નાન કરતી સ્ત્રીને જોવું મહાપાપ છે

શાસ્ત્રો અનુસાર ક્યારેય પણ કોઈ સ્ત્રીને સ્નાન કરતા સમયે જોવી જોઈએ નહિ, તેને અશુભ માનવામાં આવે છે. જો વ્યક્તિ જાણી જોઈને આવું કરે છે તો તે મહાપાપનો ભાગીદાર બની જાય છે. ત્યારબાદ તે કંઈ પણ કરે તે આ પાપમાંથી પીછો છોડાવી શકતો નથી અને તેને તેની સજા અવશ્ય મળે છે. જણાવી દઈએ કે આવું કરનાર વ્યક્તિને કઠોરમાં કઠોર સજા મળે છે. જો આ ભુલ તમે અજાણતામાં કરી બેસો છો તો તેના માટે ભગવાન પાસે માફી માંગી શકો છો, પરંતુ જાણી જોઇને આ કામ કરવા પર તમે ગમે તેટલી માફી માંગી લો ભગવાન તમને ક્યારેય માફ નહીં કરે.

જો કે જાણી જોઈને આવું કરનાર વ્યક્તિ ખુબ જ નીચ પ્રવૃત્તિનો હોય છે અને આવા વ્યક્તિને માફી પણ મળવી જોઈએ નહીં. આજનો બદલતો સમાજ તે લોકોની ઇજ્જત કરે છે જે મહિલાઓની ઇજ્જત કરે છે. મહિલાઓનું અપમાન કરવા વાળા લોકો અથવા તેને ખોટા દ્રષ્ટિકોણથી જોવા લોકોને સમાજમાંથી હંમેશા માટે બહિષ્કૃત કરી દેવા જોઈએ. કારણ કે જે એક મહિલાને ઇજ્જત નથી કરી શકતો તે કોઈપણ વ્યક્તિની મદદ કરી શકશે નહીં. તે કહેવું બિલકુલ યોગ્ય નથી કે આવા લોકો જ હોય છે, જેમની મહિલાઓ પ્રત્યે વિચારસણી ખરાબ રહે છે અને સમાજમાં અઘટિત ઘટનાઓ બનતી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *