ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે અંતિમ સંસ્કારમાં જતાં સમયે આવી ભુલ કરવી નહીં

સનાતન ધર્મમાં અનેક ગ્રંથો અને પુરાણ છે. આ બધા પુરાણોમાં દેવી-દેવતાઓની મહિમા દર્શાવવામાં આવેલ છે અને વ્યક્તિને ધર્મના રસ્તા ઉપર ચાલવાની પ્રેરણા આપવામાં આવેલી છે. પરંતુ ગરુડ પુરાણ એક એવું મહાપુરાણ છે જેમાં જીવનની શરૂઆતથી લઈને મૃત્યુ અને ત્યારબાદ તેની સ્થિતિનું પણ વર્ણન મળે છે. તેમાં લોકોને ધર્મના રસ્તા ઉપર ચાલવાની પ્રેરણા આપવામાં આવેલી છે. સાથોસાથ મૃત્યુ દરમિયાન પરિવારના સદસ્યોએ શું કરવું જોઈએ મૃત્યુ બાદ આત્માનો શું થાય છે જેવી વાતોનો જવાબ પણ રહેલો છે. ગરુડ પુરાણ લોકોને ભગવાન વિષ્ણુની ભક્તિ તરફ અગ્રેસર કરે છે. જો તમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો ગરુડ પુરાણમાં જણાવવામાં આવેલા આ નિયમોનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ, જેથી તમે અનિષ્ટ થવાથી રોકી શકો છો.

મૃત્યુ એક એવી હકીકત છે જેને કોઈ પણ ટાળી શકતું નથી. આ દુનિયામાં જેનું આગમન થયું છે તેનું જવાનું પણ નક્કી જ છે. એ જ કારણ છે કે જેવી રીતે જન્મના સમયે લોકો ખુશીઓમાં સામેલ થાય છે એવી જ રીતે કોઈ વ્યક્તિના મૃત્યુ થવા સમયે લોકો જરૂરથી તેમાં સામેલ થતા હોય છે.

હવે તે વાત તો બધા લોકો જાણે છે કે હિન્દુ ધર્મશાસ્ત્રમાં ધર્મને લઈને ઘણી પરંપરાઓ નિયમ વગેરે જણાવવામાં આવે છે. પરંતુ ખુબ જ ઓછા લોકો જાણે છે કે અંતિમયાત્રા દરમિયાન પણ ઘણી વાતોનું ધ્યાન રાખવું આવશ્યક હોય છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ અંતિમ યાત્રામાં સામેલ થવા જઈએ તો આ નિયમોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે. તેનાથી ફક્ત મૃત્યુ પામનાર વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી પરંતુ સાથોસાથ આપણને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે.

તો ચાલો જણાવીએ કે ગરુડ પુરાણમાં જણાવવામાં આવી રીતે ખાસ વાતો વિશે જેમાં કહેવામાં આવ્યું છે કે અંતિમયાત્રામાં સામેલ થવા મૃત વ્યક્તિને સ્પર્શ કરવા અથવા તો અર્થીને કાંધો આપનાર વ્યક્તિ ને અમુક સમય સુધી અશુદ્ધ માનવામાં આવે છે. એટલા માટે અમુક એવા કાર્ય છે જે આ સમયગાળામાં કરવાથી બચવું જોઈએ.

શાસ્ત્રો અનુસાર જ્યારે પણ ઘર પરિવારમાં કોઈ સંતાનનો જન્મ થાય છે તો તે ઘરમાં સુતક લાગે છે, જે સવા મહિના સુધી એટલે કે ૪૫ દિવસનું માનવામાં આવે છે. તો વળી જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે તો જે સુતક લાગે છે તે ૧૩ દિવસ સુધીનું માનવામાં આવે છે. ગરુડ પુરાણ અનુસાર આ બંને સમયગાળા દરમિયાન અમુક કાર્ય એવા હોય છે, જે ભુલથી પણ કરવા જોઈએ નહીં, નહીંતર તેનું ભયંકર પરિણામ ભોગવવું પડે છે.

કહેવામાં આવે છે કે અન્ય કોઈ વ્યક્તિની અંતિમયાત્રામાં જનાર વ્યક્તિ ૧ દિવસ, મૃત વ્યક્તિને સ્પર્શ કરનાર વ્યક્તિ ૩ દિવસ તથા મૃત વ્યક્તિને કાંધો આપનાર વ્યક્તિ ૮ દિવસ સુધી અશુદ્ધ સમજવામાં આવે છે.

સુર્યાસ્ત બાદ ક્યારે પણ કોઈના અંતિમ સંસ્કાર કરવા જોઈએ નહીં. જો આવી સ્થિતિ આવે તો શબને ઘરમાં રોકીને રાખવું જોઈએ અને કોઈ વ્યક્તિએ શબની નજીક રહેવું જોઈએ. બીજા દિવસે અંતિમ સંસ્કારની ક્રિયાને પુર્ણ કરવી જોઈએ. માનવામાં આવે છે કે સુર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળતી નથી અને તેણે પિચાશ અને દાનવ વગેરે યોનીઓમાં જન્મ લેવો પડે છે.

મૃત્યુ બાદ કોઈપણ વ્યક્તિના અંતિમ સંસ્કાર તેના સંતાન દ્વારા કરવાની વાત શાસ્ત્રોમાં લખવામાં આવેલી છે. તેવામાં જો કોઈનો પુત્ર અથવા પુત્રી અવસર પર હાજર નથી તો તેના આવવાની રાહ જોવી જોઈએ નહીં અને વિધિવત અંતિમ સંસ્કાર પ્રક્રિયા કરવી જોઈએ. જો વ્યક્તિનો સંતાન ન હોય તો જ્યોતિષ વિશેષજ્ઞની સલાહ માનીને શાસ્ત્રો અનુસાર નિયમથી અંતિમ સંસ્કાર કરવા જોઈએ.

કહેવામાં આવે છે કે જો મૃતક વ્યક્તિની પત્ની અથવા પરિવારની કોઈ મહિલા ગર્ભવતી છે તો તેને અંતિમ સંસ્કારમાં સામેલ થવું જોઈએ નહીં અને સાથોસાથ અંતિમ સંસ્કારની ક્રિયાઓથી પણ દુર રહેવાની સાથે તેને સ્મશાન ઘાટમાં પણ જવું જોઈએ નહીં. શાસ્ત્રો અનુસાર મૃત્યુ બાદ અંતિમ સંસ્કારના સમયે શબનું માથું દક્ષિણ દિશા તરફ રાખવું જોઈએ. કારણ કે દક્ષિણ દિશા મૃત્યુના દેવતા યમરાજ ની માનવામાં આવે છે. આ દિશામાં શબનું માથું રાખીને આપણે તેને મૃત્યુના દેવતાને સમર્પિત કરીએ છીએ.

એવી માન્યતા છે કે ગંગા, નર્મદા, ગોદાવરી, યમુના, કાવેરી જેવી પવિત્ર નદીઓનું પાણી પીવાથી અથવા સ્નાન કરવા માત્રથી જ મનુષ્યના બધા જ પાપ ધોવાઈ જાય છે. એ જ કારણ છે કે અંતિમ સંસ્કાર બાદ અસ્થિઓની રાખ તથા અસ્થિઓને ગંગાજી અથવા અન્ય પવિત્ર નદીઓમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે. કહેવામાં આવે છે કે મનુષ્યની અસ્થિઓ વર્ષો સુધી ગંગા નદીમાં રહે છે અને ગંગાજી ધીરે ધીરે તે અસ્થિઓના માધ્યમથી મનુષ્યના પાપને ખતમ કરીને તે આત્મા માટે નવા માર્ગ ખોલે છે.