ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ ૫ પ્રકારનું ભોજન કરવાથી ઉંમર ઓછી થઈ જાય છે, જલ્દી મૃત્યુ થઈ જાય છે

આપણા ધર્મગ્રંથોમાં અનેક એવી વાતો જણાવવામાં આવેલી છે જે લાઇફ મેનેજમેન્ટનાં સુત્ર શીખવે છે. ગરુડ પુરાણ પણ એક આવો જ ગ્રંથ છે, જે આપણને જીવન સાથે જોડાયેલ અનેક ગુપ્ત વાતો જણાવે છે. આ વાતો આપણા માટે જાણવી ખુબ જરૂરી છે. ગરુડ પુરાણમાં મનુષ્યની ઉંમરને ઓછી કરવાવાળા પાંચ કામ વિશે જણાવવામાં આવેલ છે, જે મનુષ્ય આ કાર્ય કરે છે તેની ઉંમર ઓછી થઈ જાય છે. તો ચાલો તેના વિશે તમને આજે અમે વિગતવાર જણાવીએ.

રાત્રે દહીં ખાવું

રાતનાં સમયે દહીં ખાવાથી મનુષ્યની ઉંમર ઓછી થઈ જાય છે. સામાન્ય રીતે તો દહીં શરીર માટે ફાયદાકારક હોય છે, પરંતુ રાતના સમયે દહીંનું સેવન કરવાથી ઘણા પ્રકારના રોગ થવાની સંભાવના વધી જાય છે, જેમ કે પેટના રોગ વગેરે. આયુર્વેદમાં પણ રાતના સમયે દહીં ખાવાની મનાઈ ફરમાવવામાં આવેલ છે. કારણ કે રાતના સમયે ભોજન કર્યા બાદ આપણે વધારે મહેનત કરતા નથી અને થોડા સમય બાદ સુઈ જઈએ છીએ. જેના કારણે ભોજન યોગ્ય રીતે પચી શકતું નથી. પેટમાં દહીં યોગ્ય રીતે ન પચે તો ઘણા પ્રકારની સાઇડ ઇફેક્ટ થાય છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારના રોગ થઈ શકે છે એટલા માટે રાતના સમયે દહીંનું સેવન કરવું જોઈએ નહીં.

વાસી માંસનું સેવન

શુષ્ક એટલે કે સુકાયેલા માંસનું સેવન કરવાથી પણ મનુષ્યની ઉંમર ઓછી થઈ જાય છે. સુકાયેલા માંસ નો મતલબ છે કે વાસી અથવા તો થોડા દિવસ જુનું માંસ. જ્યારે માંસ થોડા દિવસ જુનું થઈ જાય છે તો તે સુકાઈ જાય છે અને તેની ઉપર ઘણા પ્રકારના ખતરનાક બેક્ટેરિયા અને વાયરસનું સંક્રમણ થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ માંસ ખાય છે તો માંસની સાથે બેક્ટેરિયા તથા વાયરસ પણ તેના પેટમાં ચાલ્યા જાય છે અને ઘણા પ્રકારના રોગ ઉત્પન્ન કરે છે. આ રોગ મનુષ્યની ઉંમર ઓછી કરે છે.

સવારે મોડે સુધી સુવું

સવારે મોડે સુધી સુવાથી પણ મનુષ્યની ઉંમર ઓછી થાય છે. આયુર્વેદની દ્રષ્ટિથી જોવામાં આવે તો આખા દિવસની અપેક્ષામાં સવારે બ્રહ્મ મુહુર્તમાં શુદ્ધ વાયુ વધારે હોય છે. બ્રહ્મ મુહુર્તનાં વાયુનું સેવન કરવાથી શરીરના અનેક રોગ આપોઆપ ઠીક થઈ જાય છે અને શ્વસનતંત્ર પણ સ્વસ્થ રહે છે. જ્યારે તમે મોડે સુધી સુતા રહો છો તો બ્રહ્મ મુહુર્તનાં શુદ્ધ વાયુનું સેવન કરી શકતા નથી અને અનેક પ્રકારના રોગ તમને ઘેરી લેતા હોય છે, એટલા માટે સવારે મોડે સુધી સુવાથી મનુષ્યની ઉંમર ઓછી થાય છે.

સ્મશાનનાં ધુમાડા નું સેવન

સ્મશાનમાં શવો નો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. શરીરના મૃત થવા પર તેની ઉપર અનેક પ્રકારના બેક્ટેરિયા તથા વાયરસનું સંક્રમણ થાય છે. આવા અનેક શવ દરરોજ સ્મશાનમાં લાવીને તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જ્યારે આ શવ નો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે અમુક બેક્ટેરિયા તથા વાયરસ શવ ની સાથે નષ્ટ થઈ જાય છે અને અમુક વાયુમંડળમાં ફેલાઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ આ ધુવાડાના સંપર્કમાં આવે છે તો આ બેક્ટેરિયા તથા વાયરસ તેના શરીર સાથે ચોંટી જાય છે અને વિભિન્ન પ્રકારના રોગ ફેલાવે છે. આ રોગથી મનુષ્યની ઉંમર ઓછી થઈ શકે છે.

સવારે ન કરવું જોઈએ આ કામ

સવારના સમયે મૈથુન કરવાથી તથા વધારે પડતું મૈથુન કરવાથી પણ મનુષ્યની ઉંમર ઓછી થઈ જાય છે. આપણા મહાપુરુષોએ સવારના સમયે યોગ પ્રાણાયામ વગેરે માટે સમય નિશ્ચિત કરેલ છે. આ સમયે જો કોઈ મનુષ્ય મૈથુન કરે છે તો તેનું શરીર કમજોર થાય છે. વધારે પડતા મૈથુનને લીધે શરીર સતત કમજોર થતું રહે છે અને એક સમય એવો આવે છે જ્યારે શરીરમાં રોગો સામે લડવાની તાકાત સમાપ્ત થઈ જાય છે. આવી સ્થિતિમાં અનેક ઘાતક રોગ શરીરની અંદર પહોંચી જાય છે. એટલા માટે સવારના સમયે વધારે પડતું મૈથુન કરવું જોઈએ નહીં. તેનાથી મનુષ્યની ઉંમર ઓછી થાય છે.