કોરિયોગ્રાફર ગીતા કપુર આ ફેમસ સેલિબ્રિટીનાં પ્રેમમાં છે પાગલ, એકસાથે તસ્વીરો આવી સામે

Posted by

બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એક થી સારા એક કોરિયોગ્રાફર રહેલા છે. જેમણે પોતાની ઘણી મહેનતથી આજે પોતાનું નામ બનાવ્યું છે. આજે તેમને આખી દુનિયા જાણે છે. આ જાણીતા કોરિયોગ્રાફર માંથી એક છે ગીતા કપુર ઉર્ફ ગીતા માં. આજે તે સિનેમા જગત અને ટીવીની દુનિયામાં જે જગ્યા પર છે તે સ્થાનને પ્રાપ્ત કરવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. હાલના દિવસો માં તે ટેલિવિઝન રિયાલિટી શો સુપર “ડાન્સર ચેપ્ટર 4” ની જજ બનેલી છે. આ સ્થાનને પ્રાપ્ત કરવા પહેલા તે જાણીતી કોરિયોગ્રાફર અને નિર્માતા ફરાહ ખાન ડાન્સ ગ્રુપમાં બેગ્રાઉન્ડ ડાન્સર હતી.

તમને જણાવી દઈએ કે ડાન્સ ફિલ્ડમાં ગીતા કપુરને ગીતા માં નાં નામથી વધારે જાણવામાં આવે છે. ગીતા કપુરે માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ પોતાની ડાન્સ કારકિર્દી ની શરૂઆત કરી દીધી હતી. તે સમયે તે તુજે યાદ ના મેરી આઈ અને ગોરી ગોરી જેવા ગીતમાં બેગ્રાઉન્ડ ડાન્સરનાં રૂપમાં નજર આવતી હતી.

તેની વચ્ચે તેમણે જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન ડાન્સ ગ્રુપ જોઈન્ટ કરી લીધું હતું. આ સાથે તે ફરાહ ખાનને આસિસ્ટ પણ કરવા લાગી. ગીતા એ ઘણી મોટી ફિલ્મોમાં ફરાહ ખાનને આસિસ્ટ કરી હતી. તેમણે કુછ કુછ હોતા હૈ, દિલ તો પાગલ હૈ, કભી ખુશી કભી ગમ, મોહબતે, કલ હો ના હો, મેં હું ના અને ઓમ શાંતિ ઓમ જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમને આસિસ્ટ કરી હતી.

આ રીતે ગીતા બની એક કોરિયોગ્રાફર

કોરિયોગ્રાફર ફરાહ ખાનને આસિસ્ટ કર્યાનાં અમુક વર્ષો પછી જ ગીતા એક સારી કોરિયોગ્રાફર બની ગઈ. કોરિયોગ્રાફર બનવા દરમિયાન તેમણે ફિઝા, અશોકા, સાથીયા, હે બેબી, અલાદિન, તીસ માર ખા નાં ચર્ચિત ગીત શીલા કી જવાનીને કોરિયોગ્રાફ કર્યુ હતું. આ ગીતે દેશભરમાં ધુમ મચાવી દીધી હતી. આ રીતે તે ધીરે ધીરે લોકો વચ્ચે જાણીતી થતી ગઈ.

ગીતા કપુર આજે એક મોટું નામ બની ચુકી છે. જો તેમના અંગત જીવન વિશે વાત કરીએ તો ૪૭ વર્ષની ઉંમરમાં તે કુંવારી છે. થોડા દિવસો પહેલાં જ ગીતાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ તે થોડી ફોટો શેર કરી હતી. આ ફોટામાં તેમના સેંથામાં સિંદુર નજર આવી રહ્યો છે. આ ફોટોને કારણે તે ખુબ જ ચર્ચામાં છવાઈ ગઈ હતી. પરંતુ ગીતા એ આ લુક પોતાના એક શુટ માટે અપનાવ્યો હતો. આ સાથે જ તે પોતાના અફેરની ખબર ને કારણે પણ ઘણીવાર ચર્ચાનો વિષય બની ચુકી છે. લોકોએ તેમના એક મિત્રને તેમનો બોયફ્રેન્ડ માની લીધો હતો. આ મિત્ર સાથે તેમની ફોટો ઘણી વાયરલ થઇ હતી.

ગીતા કપુર તે ફોટામાં એક વ્યક્તિ સાથે પોઝ આપતી નજર આવી હતી. આ ફોટામાં તેમની સાથે તેમના મિત્ર રાજીવ ખીચી હતા. રાજીવ ખીચી ઘણા સમયથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે. રાજીવ ખીચી એક કોરિયોગ્રાફર હોવાની સાથે-સાથે એક્ટર અને ડાયરેક્ટર પણ છે. ગીતા કપુર અને રાજીવના અફેરનાં સમાચારો પણ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. પરંતુ તે બધું એક અફવા નીકળ્યું. રાજીવ ખીચીએ દેશના પીએમ નરેન્દ્ર મોદીનાં ન્યુયોર્કનાં મેડિસન સ્કોવોયર પર થયેલા પ્રોગ્રામને કોરિયોગ્રાફ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *