મલાઈકા અરોડા ફિલ્મોથી વધારે સોશિયલ મીડિયા પર દેખાય છે. પોતાની સુંદરતા અને ફિટનેસને લઈને ચર્ચામાં રહેવા વાળી મલાઇકા હાલના દિવસોમાં પોતાના ઘરમાં કેદ છે. હકીકતમાં થોડા દિવસ પહેલા તેમની બિલ્ડિંગમાં એક કોરોના દર્દી મળી આવ્યો હતો. તેવામાં તેમની બિલ્ડિંગને બીએમસી દ્વારા સીલ કરી દેવામાં આવી છે. એ જ કારણથી એક્ટ્રેસ પાછલા અમુક દિવસોથી પોતાના ઘરમાં કેદ છે. ઘરમાં રહીને પણ મલાઈકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ નજર આવે છે. અહીંયા થી તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેયર કરતી રહે છે.
ઘરમાં હોવાને કારણે મલાઇકા હાલના દિવસોમાં મેકઅપનો ઉપયોગ કરી રહી નથી. હંમેશા શણગાર કરેલી અને સુંદર દેખાવા વાળી ૪૬ વર્ષીય મલાઈકાને મેકઅપ વગર ઘરમાં સાદા લુકમાં જોઈને ફેન્સ પણ હેરાન થઈ ગયા છે. તેવામાં આજે અમે તમને મલાઈકા ના હોમ લોકડાઉન ની અમુક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ. તેનો આ અવતાર જોઇને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.
ઘરમાં રહો
મલાઈકાનો આ લેટેસ્ટ લુક છે, જેમાં તેઓ પોતાના ફેન્સને ઘરે રહેવાની સલાહ આપી રહી છે. આ તસવીરને શેયર કરતા તે કેપ્શન માં લખે છે કે, “ઘરમાં રહો, સુરક્ષિત રહો.” આ ફોટોમાં તે સિમ્પલ પરંતુ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.
લોકડાઉન માં મીઠાઈ
આ તસવીરમાં મલાઈકા લોકડાઉન માં ઘરે જ મિઠાઇ બનાવતી જોવા મળી રહી છે. તેનો એક વીડિયો પણ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યો છે. તેમાં તેઓ ફેન્સને ઘરે લાડુ બનાવવાનું શીખવી રહી છે.
આ લોકડાઉન ક્યારે પૂર્ણ થશે?
મલાઈકા લોકડાઉન માં ઘરે બેસી-બેસીને કંટાળી ચૂકી છે. તે વાત તેમની આ પોસ્ટ પરથી સ્પષ્ટ પણે જણાઇ આવે છે. તેઓ આ ફોટામાં પોતાના ડોગ કેસ્પર ને કહી રહી છે કે, “તું શું જોઈ રહ્યો છે કેસ્પર? મને માલુમ નથી કે આ લોકડાઉન ક્યારે પૂર્ણ થશે.”
કુકિંગ વાળો ટાઈમપાસ
પહેલા મલાઈકા ના ઘરમાં ભોજન બનાવવા માટે એક સ્પેશિયલ કુક આવતો હતો, પરંતુ કોરોના કાળમાં તેમણે પોતાના ઘરના દરેક કામ જાતે કરવા પડી રહ્યા છે. તેવામાં તેમને મજા પણ આવી રહી છે. લોકડાઉન ટાઈમમાં કુકિંગ કરવું ખૂબ જ સારો ટાઈમ પાસ છે.
મેકઅપ વગર નો લુક
કોરોના કાળમાં મલાઇકાની રિયલ બ્યુટી બધાની સામે આવી રહી છે. તે આ લોકડાઉન પિરિયડમાં ઘરની બહાર નીકળી રહી નથી, એટલા માટે મેકઅપ પણ કરતી નથી. તેવામાં તમને તેનો આ મેક-અપ વગર નો લુક કેવો લાગ્યો?
મસ્તી અને ફન
ઘરમાં એકલા-એકલા બેસીને મલાઈકા પોતાનું મનોરંજન કરતી રહે છે. તેમને મસ્તી અને મજાક નો ખુબજ શોખ છે. આ વાત તેમની આ તસવીરો પરથી જ સ્પષ્ટ જોઈ શકાય છે.
એવરગ્રીન સ્માઈલ
મલાઈકા ની સુંદરતાની સાથે સાથે તેમની સ્માઈલ પણ ખૂબ જ આકર્ષક છે. આ તસવીરમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે મેકઅપ વગર સ્માઇલ કરતી મલાઈકા પણ ખૂબ જ સુંદર લાગે છે.
I truly appreciate the actionable steps you’ve included; it makes implementing your advice easier.