ઘણા લોકોની હથેળીમાં એવા યોગ બનતાં હોય છે જેનાથી તેઓ અચાનક ધનવાન બની શકે છે, આવી રીતે જાણો

Posted by

જે પ્રકારથી જ્યોતિષ વિદ્યાનાં માધ્યમથી વ્યક્તિ પોતાની રાશિની મદદથી પોતાના જીવન સાથે જોડાયેલી જાણકારીઓ પ્રાપ્ત કરે છે, એજ પ્રકારે હસ્તરેખા શાસ્ત્રનાં માધ્યમથી વ્યક્તિ પોતાના હાથની હથેળી પર બનેલી રેખાઓ દ્વારા પોતાનું ભવિષ્ય જાણી શકે છે. હાલના સમયમાં એવા ઘણા લોકો છે જે પોતાના આવનારા સમયને જાણવા માટે ઘણા ઉત્સુક રહે છે. સૌથી વધારે લોકોની અંદર તે વાતની જિજ્ઞાસા જોવા મળે છે કે તેઓ જાણવા ઈચ્છે છે કે તેઓ ક્યારેય ધનવાન બનશે અને આખું જીવન એમની આર્થિક સ્થિતિ કેવી રહેશે.

હસ્તરેખા શાસ્ત્ર ની મદદથી તમે તમારી હથેળી પર બનેલી આકૃતિઓ અને રેખા વિશે જાણી શકો છો. ઘણા લોકોની રેખામાં એવા યોગ હોય છે, જે એમને કરોડપતિ બનાવે છે. તો ચાલો જાણીએ કે હથેળી પર કઈ આકૃતિ અને રેખા મનુષ્યને કરોડપતિ બનાવે છે.

જો કોઈ વ્યક્તિની હથેળીમાં ગુરુ, શુક્ર, બુધ અને ચંદ્ર પર્વત ઉપસેલા છે તો આ રાજ લક્ષ્મી યોગ કહેવાય છે. જે લોકોની હથેળી પર આ યોગ બને છે તે ઘણા વધારે મહેનતું હોય છે. એટલું જ નહીં પરંતુ આ લોકો ઘણા કિસ્મતવાળા પણ માનવામાં આવે છે. એમને પોતાના જીવનમાં ધનસંપત્તિ, વાહન વગેરે બધા પ્રકારનાં સુખોની પ્રાપ્તિ થાય છે. એમને જીવનમાં ધનની ઉણપ રહેતી નથી.

જો કોઈ વ્યક્તિની હથેળીમાં કોઈ જગ્યા પર કાચબાનું નિશાન બની રહ્યું છે, તો એ ઘણું જ શુભ માનવામાં આવે છે. એનો અર્થ હોય છે કે આ વ્યક્તિ અચાનક જ ધનવાન બની શકે છે.

જો કોઈ વ્યક્તિની હથેળીમાં કોઈ ભાગ્યરેખા થી નીકળીને સીધી અને સ્પષ્ટ રેખા સુર્ય પર્વત પર જાય તો આ ભાગ્ય યોગ કહેવાય છે. એવા લોકોને પોતાના જીવનમાં સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.

જો કોઈ વ્યક્તિ ની હથેળી પર બુધ પર્વત અને મસ્તિષ્ક રેખા પર સફેદ તલ અને ભાગ્ય રેખા સ્પષ્ટ સીધી હોય કે સંપુર્ણ રીતે ગાયબ હોય તે વ્યક્તિને કરોડપતિ બનાવે છે. આ યોગને કરોડપતિ યોગ કહે છે.

જો કોઈ વ્યક્તિની હથેળી પર શનિ પર્વત જો ચક્રનું નિશાન બનેલું છે તો એ ચક્ર યોગ બને છે. એવા લોકો ઊંચું પદ પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં પરંતુ કોઇ મોટી સંપત્તિના માલિક હોય છે.

જો કોઈ વ્યક્તિની હથેળીમાં ભાગ્ય રેખા મણિબંધથી એટલે કે કાંડાથી લઈને શનિ પર્વત સુધી જાય તો એ ગજલક્ષ્મી યોગ બને છે. એવા લોકો સાધારણ પરિવારમાં જન્મ લે છે પરંતુ તેઓ ધન સંપત્તિનાં માલિક બને છે. દુનિયાભરમાં એમનું નામ થાય છે.

જો કોઈ વ્યક્તિની હથેળી પર કોઈપણ પર્વત રેખા ઉભરેલી હોય છે અને એના પર કોઈપણ રેખા સાફ, સ્પષ્ટ અને કપાયા વગરની હોવી રાજયોગની તરફ ઇશારો કરે છે. આ રીતના લોકો ઘણા જ પ્રતિભાશાળી માનવામાં આવે છે અને તેઓ પોતાના જીવનમાં મહેનત કરીને અપાર ધન કમાય છે. આ લોકો મહેનતનાં બળ પર કંઈ પણ પ્રાપ્ત કરી લે છે.

જો કોઈ વ્યક્તિની હથેળીમાં કોઈપણ સ્થાન પર સ્વસ્તિકનું ચિન્હ બનેલું છે, તે અતિ ભાગ્યશાળી વ્યક્તિ ની નિશાની માનવામાં આવે છે. જી હાં, આવા લોકો પોતાના જીવનમાં અપાર સફળતા પ્રાપ્ત કરે છે અને એની લોકપ્રિયતા પણ વધે છે. જેમ કે આપણે લોકો જાણે છે કે સનાતન ધર્મમાં સ્વસ્તિકના ચિહ્નને ઘણુ શુભ માનવામાં આવે છે. જો આ ચિન્હ તમારી હથેળી પર છે તો તમે ઘણા ભાગ્યશાળી સાબિત થશે થશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *