ઘણા વર્ષો બાદ કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બની રહેલ છે આ ખાસ સંયોગ, જાણો પૂજાનું શુભ મુહુર્ત

Posted by

હિન્દુ ધર્મ નો મુખ્ય તહેવાર જન્માષ્ટમી આ વખતે 24 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર કૃષ્ણ જન્માષ્ટમી કૃષ્ણ પક્ષની આઠમની તિથિ એટલે કે આઠમા દિવસે ઉજવવામાં આવે છે. ઘણા વર્ષો બાદ જન્માષ્ટમીના તહેવાર પર ખૂબ જ સારા શુભ સંયોગ બની રહ્યા છે. આ દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ, આયુષ્ય તથા સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે. જે લોકોનો ચંદ્ર નબળો હોય તેવો આ દિવસે પૂજા કરીને વિશેષ લાભ મેળવી શકે છે.

જન્માષ્ટમીના શુભ મુહૂર્ત

  • જન્માષ્ટમી ની તિથિ : ૨૪ ઓગસ્ટ
  • જન્માષ્ટમી તિથિ પ્રારંભ : ૨૪ ઓગસ્ટ 2019 ના સવારે ૮:૦૯ મિનિટ થી.
  • જન્માષ્ટમી તિથિ સમાપ્ત : 25 august 2019 સવારે ૮:૩૨ મિનિટ સુધી.

જન્માષ્ટમી પર આવી રીતે કરો પૂજન

સવારે બધા જ દેવતાઓને નમસ્કાર કરીને પૂર્વ અથવા ઉત્તર મુખ તરફ બેસો. વ્રતના દિવસે સવારે સ્નાન તથા અન્ય નિત્યકર્મ કરીને નિવૃત્ત થઈ જાઓ. ત્યારબાદ જળ, ફળ, ખુશ અને ગંધ લઈને સંકલ્પ કરો – ममखिलपापप्रशमनपूर्वक सर्वाभीष्ट सिद्धये श्रीकृष्ण जन्माष्टमी व्रतमहं करिष्ये॥

સાંજના સમયે કાળા તલના પાણીથી સ્નાન કરી દેવકીજી માટે “સુતિકાગૃહ” નિયત કરો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. મૂર્તિમાં બાળક શ્રીકૃષ્ણને સ્તનપાન કરાવતી દેવકી હોય અને લક્ષ્મીજી તેમના ચરણ સ્પર્શ કરી રહ્યા હોય એવું જ ચિત્ર મળી જાય તો વધારે સારું રહેશે. ત્યારબાદ વિધિ-વિધાનપૂર્વક પૂજન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *