ઘરમાં આ જગ્યાએ કાનખજુરો જોવા મળે તો સમજી લો કે તમારી ઉપરથી મોટી આફત ટળી ગઈ, આપે છે શુભ-અશુભ સંકેત

Posted by

ઘણી વખત વરસાદની ઋતુમાં ઘરમાં કાનખજુરા નીકળતા બધા લોકોએ જોયા હશે. પરંતુ ઘણી વખત વરસાદની ઋતુ વગર પણ ઘરના ઘણા હિસ્સામાં કાનખજુરા જોવા મળી આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા કાનખજુરા દેખાવવાનો અલગ અલગ મતલબ જણાવવામાં આવેલ છે. કાનખજુરા અચાનકથી દેખાય તો તે સૌભાગ્ય અને દુર્ભાગ્યનો સંકેત આપે છે.

Advertisement

વાસ્તુ જાણકારો અનુસાર કાનખજુરાને રાહુનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે જો તે ઘરમાં જોવા મળે તો તેને મારવા નહીં, પરંતુ બહાર ફેંકી દેવા જોઈએ. કહેવામાં આવે છે કે કાનખજુરા મારવાથી વ્યક્તિની કુંડળીમાં રાહુની સ્થિતિ કમજોર થઈ જાય છે અને તેની ઉપર અશુભ પ્રભાવ પડે છે. તો ચાલો જાણીએ કે કાનખજુરા કઈ રીતે દેખાવા શુભ અને અશુભ હોય છે.

વાસ્તુ ખરાબ હોવાનો આપે છે સંકેત

કાનખજુરા ઘરના કોઈપણ હિસ્સામાં નજર આવી શકે છે. પરંતુ અમુક જગ્યા એવી હોય છે જ્યાં તેમનું દેખાવુ વાસ્તુદોષના સંકેત હોય છે. જો કાનખજુરા ઘરની જમીન ઉપર આળોટતા જોવા મળે તો સમજી લેવું જોઈએ કે ઘરમાં વાસ્તુદોષ છે. વળી જો રસોડામાં જોવા મળે તો વાસ્તુ ખરાબ હોવાના સંકેત આપે છે તેમાં તેને ઉઠાવીને ઘરેથી બહાર ફેંકી દેવા જોઈએ.

આ જગ્યાએ હોય તો રાહુ થાય છે કમજોર

વાસ્તુ જાણકારો અનુસાર જો કાનખજુરા ઘરના મુખ્ય દ્વારના ઉંબરા, શૌચાલય અથવા પગથિયા ઉપર જોવા મળે તો તેનાથી રાહુ કમજોર હોવાના સંકેત મળે છે. વળી જો તે માથા ઉપર ચડી જાય તો પણ રાહુ કમજોર હોવાનું પ્રતીક માનવામાં આવે છે. તે સિવાય આવનારા સમયમાં કોઈ બીમારીથી ગ્રસ્તિત થવાના પણ સંકેત છે.

અહીંયા જોવા મળે તો સૌભાગ્યનો સંકેત

એવું નથી કે કાનખજુરા ફક્ત દુર્ભાગ્યનો સંકેત આપે છે પરંતુ તે સૌભાગ્યનો સંકેત પણ આપે છે. ઘરના પુજા ઘરમાં કાનખજુરા દેખાવા સૌભાગ્યનો સંકેત હોય છે. ઘરમાં અચાનકથી કાનખજુરા આળોટતા જોવા મળે અને પછી અચાનક ગાયબ થઈ જાય તો સમજી લેવું જોઈએ કે તમારું કોઈ કાર્ય પુર્ણ થવાનું છે.

મરેલો કાનખજુરો આપે છે આ સંકેત

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં મરી ગયેલો કાનખજુરો જોવા મળે તો તેનો અર્થ હોય છે કે તમારી ઉપરથી કોઈ મોટી આફત ટળી ગઈ છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.