ઘરમાં આ જગ્યાએ રાખી દો માં લક્ષ્મીનું અતિપ્રિય શ્રીયંત્ર, માં લક્ષ્મી પોતે કરોડો રૂપિયા ખેંચીને લાવશે

વાસ્તુમાં શ્રીયંત્રને ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યત છે કે માં લક્ષ્મીને શ્રીયંત્ર અતિ પ્રિય છે. શ્રીયંત્રને ઘરમાં સ્થાપિત કરવાથી સમાજમાં તમારું વર્ચસ્વ વધે છે અને તમારા ઘરમાં ધન અને સંપન્નતા આવે છે. આજકાલ વાસ્તુના નિયમોને માનવાવાળા લોકો તેને ગુડલક નાં રૂપમાં પણ જુએ છે. શ્રી નો અર્થ છે લક્ષ્મી અને યંત્રનો અર્થ છે ઉપકરણ, તો તેને મહાલક્ષ્મીનું યંત્ર માનવામાં આવે છે.

શ્રીયંત્ર નાં સૌથી ઉપરના સ્થાનને મહત્રિપુર સુંદરી કહેવામાં આવે છે. તેનો અર્થ છે કે બધા દેવી દેવતાઓનું નિવાસસ્થાન. તેના ઉપરના સ્થાન ઉપર હિન્દુ ધર્મના બધા દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એ જ કારણ છે કે આ યંત્ર માતા લક્ષ્મીને અતિપ્રિય છે.

જો તમે પણ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને સ્થાપિત કરવા માંગો છો તો સૌથી પહેલા ૨૪ કલાક સુધી તેને મીઠાના પાણીમાં પલાળીને રાખો. ત્યારબાદ તેને વહેતા પાણીથી સાફ કરી લો. ત્યારબાદ તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. શ્રીયંત્ર એક ખુબ જ મહત્વપુર્ણ, લાભદાયક અને શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે. જે ફક્ત વ્યક્તિને લાભ નથી આપતુ, પરંતુ ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને દુર કરીને સકારાત્મક ઊર્જાના પ્રવાહને વધારે છે.

એવું માનવામાં આવે છે કે જો તમે કોઈ વ્યક્તિને દિલથી પસંદ કરો છો અને તેની સંપન્નતા માટે ભગવાન પાસે પ્રાર્થના કરો છો તો તેને ઉપહારના રૂપમાં શ્રીયંત્ર પણ ભેટ કરી શકો છો. આ શ્રીયંત્ર તે વ્યક્તિના જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓને દુર કરવામાં મદદગાર સાબિત થાય છે અને તે સ્થાનની બધી જ નકારાત્મક ઊર્જાને પણ દુર કરે છે.

ક્રિસ્ટલ શ્રીયંત્ર સંપુર્ણ બ્રહ્માંડમાં નકારાત્મક અને સકારાત્મક ઊર્જાની વચ્ચે સંતુલન જાળવી રાખવાનું કામ કરે છે. ક્રિસ્ટલમાં એક પ્રકારની દિવ્ય શક્તિ હોવાને લીધે તે ધન અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક માનવામાં આવે છે. તમે પોતાના ઘરના મંદિર, ઓફિસ, લોકર અને અન્ય પુજાસ્થળમાં પણ રાખી શકો છો. ક્રિસ્ટલ શ્રીયંત્ર તમને કારકિર્દીમાં આગળ વધવા તથા નામ અને પૈસા કમાવવામાં પણ મદદ કરે છે.

શ્રીયંત્ર ધન અને સમૃદ્ધિની દેવી માં લક્ષ્મી સાથે જોડાયેલ છે, જે ખુબ જ પ્રભાવી અને શુભ ઉપકરણ માનવામાં આવે છે. શ્રીયંત્રની સ્થાપના કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તની બધી જ મનોકામના પુરી કરે છે. જે ઘરમાં શ્રીયંત્ર હોય છે ત્યાં ધન, પ્રસિદ્ધિ અને સફળતા આવે છે. શ્રીયંત્રની સ્થાપના કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી ઉપર જળવાઈ રહે છે. શ્રીયંત્રમાં નવ મુખ્ય અને નાના-નાના ૪૫ કોણ બને છે. તેના ૯ ચક્ર ૯ દેવીઓનું પ્રતીક હોય છે. ઘરમાં શ્રીયંત્ર સ્થાપિત કરવાથી ધન સંબંધિત બધી જ પરેશાનીઓ દુર થઈ જાય છે.

ઘરમાં યશ, ધન અને વૈભવની પ્રાપ્તિ માટે શ્રીયંત્રને સંપુર્ણ વિધિ વિધાનની સાથે સ્થાપિત કરવું જોઈએ. સવારે સ્નાન કર્યા બાદ ચોખ્ખા વસ્ત્ર પહેરી લેવા. ત્યારબાદ શ્રીયંત્રને પંચામૃત અને ગંગાજળથી સ્નાન કરાવો. ઘરના ઈશાન ખૂણામાં એક લાલ કપડું પાથરીને શ્રીયંત્રને સ્થાપિત કરો. આ દરમિયાન “ૐ શ્રીં હ્રીં શ્રીં નમઃ” અને “ૐ શ્રીં હ્રીં શ્રીં” મંત્રનો જાપ કરતા રહો. ધ્યાન રાખો કે શ્રીયંત્ર સ્થાપિત કરતા સમયે તમારું મુખ પુર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઈએ.