છોડ ફક્ત ઘરને સુંદર નથી બનાવતા પરંતુ ઘરની સુખ સમૃદ્ધિનો પણ પ્રતીક હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં છોડ લગાવવા ખુબ જ શુભ માનવામાં આવે છે. મોટાભાગના લોકોને તે વાતની જાણકારી છે કે ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે મની પ્લાન્ટ સિવાય પણ ઘણા એવા છોડ છે જેને ઘરના આંગણ અથવા ગાર્ડનમાં લગાવવાથી ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.
વાસ્તુશાસ્ત્રમાં છોડને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે અમુક ખાસ છોડ હંમેશા સકારાત્મક ઉર્જા સંચાર કરે છે. વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો ઘરમાં યોગ્ય જગ્યા પર શુભ છોડ લગાવવાથી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. વળી જો છોડ યોગ્ય દિશામાં ન હોય તો તેનું ઊલટું પરિણામ પણ મળી શકે છે. અમુક છોડ એવા હોય છે જે ઘરની આસપાસ હોવા પર દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તેવામાં ચાલો તમને જણાવીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર એવા ક્યાં છોડ હોય છે, જેને ઘરના આંગણમાં લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
પારિજાત
પારિજાતની ઉત્પતિ સમુદ્ર મંથન માંથી થઈ હતી. સમુદ્ર મંથન માંથી ૧૪ રત્નોની ઉત્પત્તિ થઈ હતી. આ ૧૪ રત્નોમાંથી ૧૧મું રત્ન પારિજાતનું વૃક્ષ હતું. આ વૃક્ષની વિશેષતા છે કે તેને સ્પર્શ કરવા માત્રથી જ બધો જ થાક દૂર થઈ જાય છે. આ વૃક્ષ દેવતાઓને સૌથી વધારે પ્રિય હોય છે, એટલા માટે જે ઘરમાં આ વૃક્ષ હોય છે તે ઘરમાં દેવતાઓનો વાસ હોય છે. આવા ઘરમાં ક્યારેય પણ દરીદ્રતા આવતી નથી. તે સિવાય નાના નાના સુગંધિત પુષ્પોથી સમગ્ર વાતાવરણ સુગંધિત રહે છે. જમીન સિવાય તમે તેને મોટા કુંડામાં પણ લગાવી શકો છો.
આંબળા
ધાર્મિક માન્યતા છે કે આંબળાના વૃક્ષમાં ભગવાનનો વાસ હોય છે. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને આંબળાનું વૃક્ષ અને તેના ફળ ખુબ જ પ્રિય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આંબળાના વૃક્ષને ઘરના પરિસરમાં ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવી શકો છો. માનવામાં આવે છે કે આંબળાનો છોડ લગાવીને તેને નિયમિત પૂજા કરવા પર ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જો આંબળાનો છોડ ઘરમાં લગાવવો શક્ય ન હોય તો તમે તેનું ચિત્ર પણ ઘરમાં લગાવી શકો છો.
આસોપાલવ
આસોપાલવને ખુબ જ શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આસોપાલવનું વૃક્ષ જ્યાં હોય છે તે જગ્યાએ રોગ અને શોક રહેતા નથી. આ વૃક્ષથી વાસ્તુદોષ પણ દૂર થાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આસોપાલવનો છોડ જે ઘરમાં લગાવવામાં આવે છે, ત્યાં ક્યારેય પણ મતભેદ થતા નથી. સાથોસાથ ઘરમાં રહેતા લોકોની હંમેશા પ્રગતિ થાય છે.
શમી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત છે, એટલા માટે શનિદેવને પ્રસન્ન કરવા માટે શમીની પૂજા કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીના છોડને ઘરના મુખ્ય દરવાજા પર ડાબી તરફ લગાવવો શુભ હોય છે. શમીના છોડને એવી રીતે લગાવવો જોઈએ, જેથી તેનો પડછાયો ઘર ઉપર પડે નહીં. શમીના વૃક્ષની પૂજા કરવાથી ઘરમાં શનિ નો પ્રકોપ ઓછો થાય છે તથા તમારા કાર્યમાં આવતી અડચણ દૂર થાય છે. શમીને ગણેશજીનું પ્રિય વૃક્ષ પણ માનવામાં આવે છે. એટલા માટે ભગવાન ગણેશજીની આરાધનામાં શમી નાં વૃક્ષનાં પાનને અર્પિત કરવામાં આવે છે.
સફેદ આંકડાનો છોડ
સફેદ આંકડાના છોડનો સંબંધ ભગવાન ગણેશ સાથે હોય છે. માન્યતા છે કે આ છોડમાં હળદર, ચંદન, ચોખા અને પાણી અર્પિત કરવાથી ઘરમાં હંમેશા બરકત રહે છે. સાથોસાથ ઘરમાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી. કહેવામાં આવે છે કે સફેદ આંકડાના છોડમાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે. તેના ફૂલથી ભગવાન શિવની ઉપાસના પણ કરવામાં આવે છે.
કેળાનું વૃક્ષ
કેળાનાં વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે તેની પૂજા કરવાથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. ઘરમાં કેળાના વૃક્ષને ઈશાન ખૂણામાં રાખવું જોઈએ. વિદ્યાર્થીઓ માટે માનવામાં આવે છે કે આ વૃક્ષના છાયડામાં બેસીને અભ્યાસ કરવાથી તેમની યાદશક્તિમાં વધારો થાય છે.
તુલસી
તુલસીને ખુબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને લક્ષ્મી સમાન માનવામાં આવે છે. માન્યતા છે કે તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. સાથોસાથ તુલસી ઘરની નકારાત્મકતાને દૂર કરે છે. માન્યતા છે કે જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા થાય છે, ત્યાં ક્યારેય પણ ધનની કમી રહેતી નથી. તેવામાં તુલસીના છોડને ક્યારેય પણ દક્ષિણ દિશામાં લગાવો જોઈએ, નહીંતર તેનું અશુભ પરિણામ મળી શકે છે. તુલસીના છોડને હંમેશા ઈશાન ખૂણા એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાં લગાવવો જોઈએ.