ઘરમાં કીડીઓ નીકળી રહી હોય તો જરૂરથી વાંચી લેજો, માં લક્ષ્મી આપે છે શુભ-અશુભ સંકેત

ઘરમાં કીડીઓ નીકળવી સામાન્ય વાત છે, એટલા માટે ઘણી વખત આપણે તેને સામાન્ય ઘટના જાણીને નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કીડીઓથી શુભ અને અશુભ ઘટનાઓ વિશે જાણી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરમાંથી કીડીઓનું નીકળવું તમારી આર્થિક સ્થિતિ વિશે જાણકારી આપે છે અને સાથોસાથ ભવિષ્યમાં થતા નુકશાન વિશે પણ માહિતી આપે છે. તમને જણાવી દઈએ કે ઘરની તિરાડો માંથી અવારનવાર કીડીઓ નીકળતી જોવા મળી આવે છે.

જો ઘરમાં અચાનક લાલ કીડીઓ જોવા મળે તો સમજી લેવું જોઈએ કે આર્થિક પરેશાની આવવાની છે. કોઈ જગ્યાએ નુકસાન થવાનું છે અથવા તો કોઈ એવી જરૂરિયાત આવવાની છે, જેના કારણે તમારે કરજ લેવું પડી શકે છે. લાલ કીડીઓ આર્થિક પરેશાની નો સંકેત આપે છે. કીડીઓના માધ્યમથી શનિ તમારા ઇષ્ટદેવ તમને આ પ્રકારનો સંકેત આપે છે કે તમારે સાવધાન થઈ જવું જોઈએ. સ્થિતિ ઉપર નિયંત્રણ રાખો અને સતર્ક રહો.

મોટાભાગના લોકો જાણતા હોય છે કે લાલ કીડીઓ નુકસાનદાયક હોય છે, તે કરજનો સંકેત આપે છે. એટલા માટે લોકો લાલ કીડીઓને જોઈને મારી નાખે છે, પરંતુ આવું કરવું જોઈએ નહીં. જો તમે એક ધાર્મિક વ્યક્તિ છો અને પોતાના ઇષ્ટદેવમાં આસ્થા રાખો છો તો તમારે તેનો સંકેત જાણીને આવનારી કીડીઓને મારવી જોઈએ નહીં. તેને ભગાવવા માટે લીંબુ, તજ અને લવિંગને તે સ્થાન ઉપર રાખો, જ્યાંથી કીડીઓ આવી રહી છે. આ ઉપાયથી કીડીઓ સમજી જાય છે કે તમને સંકેત મળી ચુક્યો છે અને તે પરત ફરી જાય છે.

જો ઘરમાં અચાનક કાળી કીડીઓ જોવા મળે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે. તમારા જીવનમાં કોઈ બદલાવ થવાનો છે અને કોઈ એવો પરિવર્તન આવવાનું છે, જે તમારા માટે લાભદાયક હશે. આ સંકેત જણાવે છે કે તે તમારા માટે મંગળકારી હશે, પરંતુ તેનો મતલબ એવો બિલકુલ પણ નથી કે તમે અનિશ્ચિતકાળ સુધી કીડીઓને આ પ્રકારે આવવા દો અથવા તો તેમને આમંત્રિત કરો.

જ્યારે તમને સ્પષ્ટરૂપ થી સમજમાં આવી જાય કે કાળી કીડીઓનું આગમન જીવનમાં બદલાવ માટે થઈ રહ્યું છે, તો તેમના સ્વાગતમાં તેમને લોટ આપવાનું શરૂ કરવું જોઈએ. આવું કરવાથી તમારા ઇષ્ટદેવને જાણ થઈ જશે કે સંકેત તમારા સુધી પહોંચી ગયો છે અને તે કીડીઓ પરત ફરી જશે.

શુકનશાસ્ત્ર અનુસાર જો કીડીઓ ચોખાના વાસણમાં નીકળતી જોવા મળે તો તે શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે થોડા દિવસો બાદ જ ધન વૃદ્ધિના યોગ શરૂ થવા લાગે છે. આવી સ્થિતિમાં વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબુત બનવા લાગે છે. ઘરમાં જે જગ્યાએ સોનાની ચીજો રાખેલી હોય તે જગ્યાએ કાળી કીડી નીકળે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તમારા સોનાના ભંડારમાં વધારો થવાનો છે. જો કીડીઓ છતમાંથી નીકળે તો તેનો મતલબ છે કે ખુબ જ જલ્દી ધન સંપત્તિ અને ભૌતિક ચીજોમાં વધારો થવાનો છે.

કીડી જો ઉત્તર દિશામાંથી નીકળે તો ઘરમાં સુખ આવવાનો સંકેત હોય છે. વળી જો દક્ષિણ દિશા માંથી નીકળે તો લાભદાયક માનવામાં આવે છે અને જો પુર્વ દિશામાં થી નીકળે તો કોઈ નકારાત્મક સુચના ઘરમાં આવી શકે છે. વળી પશ્ચિમ દિશામાંથી કીડીઓ નીકળે તો પ્રવાસનું આયોજન થઈ શકે છે. કીડીઓ સિવાય શુકનશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં ઊધઈ અથવા મધમાખીનો મધપુડો હોય તો તે ઘરમાં રહેતા લોકોએ અસહ્ય પીડા નો સામનો કરવો પડે છે.