સનાતન ધર્મમાં પ્રકૃતિના કણ-કણમાં ઈશ્વરનો વાસ માનવામાં આવે છે. સનાતન ધર્મમાં સદીઓથી જ વૃક્ષનું પુજન કરવામાં આવે છે. તેની પાછળ ધાર્મિક મહત્વ છે. તેની સાથોસાથ વૃક્ષનું પુજન કરીને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા પણ વ્યક્ત કરવામાં આવે છે. વૃક્ષો આપણા જીવનનો આધાર છે. હિન્દુ ધર્મમાં વૃક્ષોમાં દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ ગ્રહોની સ્થિતિને અનુકુળ બનાવવા માટે વૃક્ષોનું પુજન કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં અમુક વૃક્ષોને દેશ વૃક્ષ માનવામાં આવે છે. માન્યતા છે કે આ વૃક્ષોનું પુજન કરવામાં આવે તો તેનાથી સંબંધિત દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનની બધી પરેશાનીઓ દુર થઈ જાય છે. તો ચાલો જાણીએ કે ક્યાં વૃક્ષો નું પુજન કરીને તમે દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો.
કેળાનાં વૃક્ષનું પુજન
કેળાનાં વૃક્ષનો સબંધ બૃહસ્પતિદેવ અને ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે. બૃહસ્પતિવાર નાં દિવસે કેળાનાં મુળમાં શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને પાણીમાં ચપટી હળદર ઉમેરીને કેળાનાં મુળમાં અર્પિત કરવી જોઈએ. તેનાથી તમારો બૃહસ્પતિ મજબુત થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. જે લોકો ના વિવાહ માં અડચણ આવી રહી હોય તે પણ દુર થાય છે.
આંબળા અને તુલસીનું પુજન
તુલસી ભગવાન વિષ્ણુને અતિપ્રિય છે. જે ઘરમાં દરરોજ સવાર-સાંજ તુલસી ને દીવો પ્રગટાવીને જળ ચઢાવવામાં આવે છે અને તુલસીનું પુજન કરવામાં આવે છે. ત્યાં ભગવાન વિષ્ણુની સાથોસાથ માતા લક્ષ્મીની પણ કૃપા વરસતી રહે છે. આવા ઘરમાં હંમેશાં ધન-ધાન્ય ભરપુર રહે છે. આંબળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તે સિવાય એકાદશીના દિવસે આંબળાના વૃક્ષનું પુજન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
બીલીપત્ર અને વડલાના વૃક્ષનું પુજન
વડલો અને બીલીપત્રના વૃક્ષમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે. બીલીપત્ર ભગવાન શિવને અતિ પ્રિય છે. જો શ્રદ્ધાથી એક બીલીપત્ર શિવલિંગ ઉપર અર્પિત કરવામાં આવે તો ભગવાન શિવજી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોના જીવનમાં રહેલા બધા જ કષ્ટ દુર કરે છે. બિલિપત્ર ના વૃક્ષો નીચે શિવલિંગ રાખીને પુજા કરવાથી શિવજીની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે. દરેક મહિને બે વખત વડલાની પુજા કરવી શુભ માનવામાં આવે છે.
શમીનાં વૃક્ષનું પુજન
શમીના વૃક્ષનું પુજન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. દરેક શનિવારના દિવસે શમીના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તમારા જીવનના બધા જ કષ્ટ દુર કરે છે તથા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. તે સિવાયનાં પાન અર્પિત કરવાથી શિવજી પણ પ્રસન્ન થાય છે.
કદંબનાં વૃક્ષ નું પુજન
કદંબના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. તે સિવાય ભગવાન કૃષ્ણને પણ કદમનું વૃક્ષ અતિપ્રિય છે. સવારે ઊઠીને કદંબના દર્શન કરવા ખુબ જ શુભ માનવામાં આવે છે.