ઘરમાં રહેલી આ ૩ વસ્તુઓથી બનાવો વજન ઘટાડવા માટેનું ડિટોક્સ ડ્રિંક, શરીરની ચરબી ધડાધડ ઓગળી જશે

Posted by

જો તમે બોડી ડિટોક્સ ની સાથે પોતાના શરીર પર જામી ગયેલી ચરબીને ભગાવવા માંગો છો તો તમારે તુરંત આ ડિટોક્સ ડ્રિંક ને પોતાના ડાયટ નો હિસ્સો બનાવી લેવો જોઈએ. તેના ફાયદા અને સરળ રેસીપી વિશે આજે અમે તમને અમારા આ આર્ટિકલમાં જણાવીશું. આજ સુધી તમે વજન ઉતારવા માટે ઘણા ઉપાય અજમાવ્યા હશે. એક્સરસાઇઝ થી લઈને ડાયટિંગ સુધી બધા. ડિટોક્સ ડ્રિંક દાવો કરે છે કે તેઓ મેટાબોલિઝમ વધારીને વજન ઘટાડવામાં તમારી મદદ કરશે, પરંતુ આ બધા જ ઉપાય અજમાવવા છતાં પણ તમારા વજન ઘટાડવાની યાત્રા ખુબ જ થાક ભરેલી રહે છે.

પરંતુ તમારે હવે પરેશાન થવાની જરૂરિયાત નથી, કારણ કે તમારી આ સમસ્યાનું સમાધાન તમારા રસોડામાં જ છુપાયેલું છે. રસોડામાં રહેલી અમુક ખાસ સામગ્રીઓ તમારા પેટ પર જામી ગયેલી જુની ચરબીને મીણની જેમ ઓગાળી નાખે છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ, તમારા રસોઇઘરમાં રહેલા મીઠા લીમડા, ધાણા અને વરિયાળીની. તો ચાલો જાણીએ કે આ ત્રણ ઘરેલું સામગ્રીઓથી તમે કેવી રીતે હોમમેડ ડિટોક્સ વોટર બનાવી શકો છો. પરંતુ તે પહેલા સૌથી પહેલા અમે તમને આ ત્રણેય વસ્તુઓના ફાયદા જણાવી દઈએ.

મીઠો લીમડો

દક્ષિણ ભારતના ભોજનમાં ઉપયોગમાં થનાર મુખ્ય સામગ્રી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. વજન ઘટાડવા અને શરીરને ડિટોક્સ રાખવાની સાથે જ તે પાછળ ને સ્વસ્થ રાખે છે. સાથોસાથ તેના સેવનથી ગુડ કોલેસ્ટ્રોલનાં સ્તરને પણ પ્રોત્સાહન મળે છે. જેના કારણે હૃદય સંબંધી સમસ્યાઓનું જોખમ ઓછું કરી શકાય છે. મીઠા લીમડામાં મોર્નિંગ સિકનેસ એટલે કે સવાર-સવારમાં થતી કમજોરી તથા ઉલટી સાથે લડવામાં પણ સહાયક છે. તેમાં આયરન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ઘણા પ્રકારના વિટામિન હોય છે, જે શરીરને એનીમિયા, હાઇબ્લડપ્રેશર, ડાયાબિટીસ વગેરે બીમારીઓ થી બચાવી શકે છે.

ધાણા

ધાણામાં ઘણાં જરૂરી ખનિજ અને વિટામીન હોય છે, જે તમને વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે. તે સિવાય તેમાં એવી ઘણી ખુબીઓ છે, જે તમારી સ્કિન અને સ્વસ્થ અને ગ્લોઇંગ રાખે છે. બજારમાં મળતા કેમિકલયુક્ત સ્કિનકેર પ્રોડક્ટની સરખામણીમાં ધાણા તમારી ત્વચાને પ્રાકૃતિક રૂપથી નિખાર આપે છે. સાથોસાથ તે ઇમ્યુનિટી વધારવા પાચન તંત્રને સ્વસ્થ રાખવા, મેટાબોલિઝમને વધારવા ટોક્સિનને બહાર કાઢવા અને ડાયાબિટીસ જેવી બીમારીઓ માંથી બચાવવામાં મદદ કરે છે.

વરીયાળી

સામાન્ય રીતે ભોજન બાદ તમે અવારનવાર વરિયાળીનું સેવન કરો છો, પરંતુ શું તમે જાણો છો કે તે માઉથ ફ્રેશનર હોવાની સાથે સાથે તેમાં ઘણા ગુણ રહેલા છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખે છે અને મેટાબોલિઝમને વધારે છે. તેના કારણે તમારું વજન સ્વાભાવિક રૂપથી ઓછું થવા લાગે છે. વરીયાળી ફાઈબરથી ભરપુર હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વરીયાળીનાં બીજ પેટ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેનાથી અપચો અને સોજો ઓછો કરવામાં મદદ મળે છે અને પેટના દુખાવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

જાણો આ ડિટોક્સ ડ્રિંક બનાવવાની રેસીપી

હવે ધાણા, મીઠો લીમડો અને વરિયાળીનાં આટલા ગુણો અને ફાયદા જાણી લીધા બાદ તમે જરૂરથી તેને પોતાના વેટ લોસ ડાયટ નો હિસ્સો બનાવવા માંગશો. તેના માટે અમે તમને ખુબ જ પ્રભાવિત ડિટોક્સ ડ્રિંક બનાવવાની રેસીપી જણાવીશું.

તેને બનાવવા માટે સૌથી પહેલા તમારે એક મોટા કપ પાણીને ઉકાળી રાખવાનું છે. હવે તેમાં અડધી ચમચી ધાણા પાઉડર અને અડધી ચમચી વરિયાળી પાઉડર ઉમેરો. યાદ રાખો કે જો તમારી પાસે પાવડર ન હોય તો તમે આખા ધાણા અને વરિયાળી પણ ઉમેરી શકો છો. ત્યારે બાદ પાણીને ધીમી આંચ પર થોડો સમય ઉકળવા દો. હવે તમે જોઇ શકશો કે પાણીનો રંગ હળવો લીલો થવા લાગશે. હવે ગેસ બંધ કરી દો અને ૩-૪ મીઠા લીમડાના પાન ઉમેરીને ઢાંકી દો. તેને પ થી ૧૦ મિનિટ સુધી ઢાંકેલું રહેવા દો. ત્યારબાદ ઢાંકણ હટાવો અને આ ડિટોક્સ ડ્રિંક વોટરને ગાળીને તેનું સેવન કરો.

દરરોજ સવારે ભુખ્યા પેટે આ ડિટોક્સ સેવન કરવાથી તમારા શરીર પર રહેલા બધા જ ટોક્સિન બહાર નિકળી જશે અને ફટાફટ વજન ઉતારવામાં તમને મદદ મળશે. તો લેડિઝ, રાહ શેની જુઓ છો? જલ્દી આ ડિટોક્સ ડ્રિંક ટ્રાય કરો અને ચમત્કારિક બદલાવ જુઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *